પત્નીએ પતિનો આખો પગાર ધરાવ્યો હતો અને મંદિરમાં આગ લાગી… પગારનું શું થયું એ જોવા પત્ની રૂમમાં અંદર ગઈ, પરંતુ જઈને જોયું તો…

માલતી એક મધ્યમ વર્ગ ના પરિવારમાં પતિ અને બે બાળકો સાથે રહેતી હતી. તેના પતિ કરિયાણાની દુકાન માં નોકરી કરતા હતા. ટૂંકા પગાર માં બે બાળકો સાથે ઘર નું પૂરું કરવા માં તકલીફ પણ પડતી હતી. બંને બાળકો નો ભણતર નો ખર્ચો પણ સાથે હતો.

મહિના ના અંતિમ દિવસો માં ક્યારેક તો પૈસાની તંગી ને કારણે શાકભાજી પણ બંધ કરી દેવા પડતા હતા. પરંતુ ધાર્મિક ભાવના અને ભગવાન ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખનારી માલતી પરિવારના સભ્યો ને રાજી રાખી ને પોતે તેમાં ખુશ રહેતી.

આ મહિને પગાર આવે તેમાંથી બાળકો ની સ્કૂલ ની ફી ભરવાની હતી. નોકરી કરે છે એ મધ્યમ વર્ગના લોકો જાણતા જ હશે કે નોકરીવાળાને બસ પગાર ની રાહ જ જોવાઈ રહી હોય જેવો પગાર આવે કે તરત જ ઘર ના કરિયાણાથી લઇ ને બધી ચીજ વસ્તુ ની યાદી બનાવી ને ખરીદી કરી લેતા હોય છે.

પહેલી તારીખે પતિ નોકરીએ થી ઘરે આવે છે. આજે તેને પગાર આપવામાં આવ્યો હતો. ઘરે આવીને પતિ પગાર માલતી ના હાથ માં આપે છે. માલતી ને એક ટેવ હતી કે જ્યારે પણ પતિ પગાર આપે ત્યારે તે તરત જ બધા પૈસા લઈને પોતાના ઘરમાં રહેલા મંદિરમાં ભગવાનની છબી પાસે ધરાવતી.

આ વખતે પણ આવેલા પગાર ને તેણે ઘર ના મંદિર માં ભગવાન ની છબી પાસે ધરાવ્યો, બધા લોકો જમીને સુઈ ગયા પછી બીજા દિવસે વહેલી સવારે દરરોજની જેમ તે વહેલી જાગી ગઈ અને ભગવાનના પૂજાપાઠ કરી ને મંદિરમાં દીવો કર્યા પછી બાળકો ને જગાડી તેઓને તૈયાર કરીને સ્કૂલે મોકલ્યા.

બાળકોને સ્કુલે મોકલ્યા પછી તરત જ પતિ માટે ટિફિન કરવાનું હોવાથી તેની તૈયારીમાં લાગી ગઇ, થોડા સમયમાં ટિફિન તૈયાર કરી પતિ માટે નાસ્તો બનાવવા લાગી. નાસ્તો બનાવીને પતિને નાસ્તો આપીને પોતે પણ થોડો ચા પીધો. ત્યાર પછી પતિને ટિફિન આપ્યું. પતિએ દુકાને જતી વખતે કહ્યું કે સાંજે જે બધી ખરીદી કરવા જવાનું છે તેની યાદી કરી રાખજે એટલે આપણે સાંજે બધી ખરીદી કરી લઈશું.

પતિ દુકાને ગયા પછી માલતી ઘરમાં આવીને ઉપરના રૂમમાં જ્યાં મંદિર હતું ત્યાં જાય છે. અંદર જઈને જોયું તો ભગવાનને કરેલો દીવો લગભગ ઉંદરે પછાડી દીધો હશે એટલે મંદિરમાં આગ લાગી ગઈ હતી.

અને બારીમાંથી આવી રહેલા પવનની મદદ મળતાં આગ આજુબાજુમાં પણ ફેલાઈ ગઈ અને આ બધું દ્રશ્ય જોઈને માલતી ડરી ગઈ. કારણકે તેને રાખેલો પગાર હજુ મંદિરમાં જ પડ્યો હતો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel