પત્નીએ કહ્યું કે મમ્મી આજથી આપણા રૂમમાં સૂઈ જશે, આશ્ચર્ય પામેલા પતિએ કારણ પૂછ્યું તો પત્નીએ એવો જવાબ આપ્યો કે…

ત્યારે મોહિનીએ જવાબ આપતા કહ્યું કે બા હવે થી આપણી સાથે આપણા રૂમમાં જ રહેશે, તમે અને બા આ અલગ-અલગ પલંગ ઉપર સુઈ જજો અને હું નીચે સૂઈ જઈશ. ત્યારે મિહિર ગુસ્સા માં આવી ગયો કે આપણી સાથે બા રહેશે એ કેવી રીતે શક્ય છે?

બા માટે તો અલગ રૂમ ની વ્યવસ્થા છે તો પછી અહીંયા કેમ? મોહિની એ તેના પતિ ને શાંત પાડતા કહ્યું કે બાપુજી ના અવસાન પછી બા અંદર થી એકદમ તૂટી ગયા છે. તેના હિસાબે તેની તબિયત પણ સારી રહેતી નથી. તમને તો ખબર છે ને કે બા બાપુજી કેવા પ્રેમ થી રહેતા હતા. અને આખા ઘર ને આનંદ કરાવતા હતા.

હવે બા સૌ એકલા થઇ ગયા હોવાથી તેને માનસિક રીતે ખુબજ સહારા ની જરૂર છે, જેથી તેનું દુઃખ આપણા થી બને તેટલું ઓછું કરી શકીયે. અને હું તો બા ની સાર સંભાળ રાખવાની કોશિશ કરું જ છું. તમને હું ગઈ કાલની જ વાત કરું હું રાત્રે મોડે થી પાણી પીવા માટે જાગી હતી.

ત્યારે બા તેના રૂમ માં સુતા સુતા રડી રહ્યા હતા. જેથી મેં નક્કી કર્યું છે કે બા ને એકલા રાખવા યોગ્ય નથી. મિહિરને હજે સુધી વાત ગળે ઉતારતી નહોતી, ત્યારે મોહિની એ કહ્યું કે આપણા નાનપણ માં આપણને જેમ આપણા માં બાપ મોટા કરે છે.

જે માતા હજારો તકલીફ ઉઠાવે છે તેમ છતાં કોઈ દિવસ આપણને એક પણ તકલીફ ગણાવે છે? તેમ આપણે અત્યારે તેની સાર સંભાળ રાખવાની છે. અને તમને મારા દાદી ની વાત કહું મારા દાદા નું અવસાન થયું પછી દાદી ની પણ આવી જ હાલત થઇ હતી. અને તે એકલા રૂમ માં રહેતા હતા.

અને એ એકલતામાં જ તેનું અવસાન થયું, જે મારા દાદી સાથે બન્યું તે હું બા સાથે નહિ થવા દઉં. મારા દાદી ને હૃદયરોગ નો હુમલો આવી ગયો. અને અમને કોઈ ને સવાર સુધી કઈ ખબર જ નહોતી. તેને કેટલી તકલીફ પડી હશે. અમારા ઘર માંથી કોઈ પણ ત્યાં હાજર નહોતું. કે દાદી ના અંતિમ સમય માં સેવા કરી શકે.

મોહિની તેના આંસુ રોકી નહોતી શકી, આપણે આપણા માં બાપ ની સેવા કરી હશે તો આપણા ઘડપણ માં આપણા સંતાનો આપણું ધ્યાન રાખશે. મિહિર હવે બધી વાત સમજી ગયો હતો અને તેના માતા ને તેના રૂમ માં લઇ આવ્યો. અને તેના માતા પણ ખુશ થઇ ગયા અને પોતાના દીકરા અને વહુ ને અંતર થી આશીર્વાદ આપવા લાગ્યા.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel