પત્નીએ કહ્યું કે મમ્મી આજથી આપણા રૂમમાં સૂઈ જશે, આશ્ચર્ય પામેલા પતિએ કારણ પૂછ્યું તો પત્નીએ એવો જવાબ આપ્યો કે...
2 BHK ફ્લેટમાં મિહિર અને મોહિની તેના એક પુત્ર અને માતા પિતા સાથે રહેતા હતા. થોડા સમય પહેલાં જ તેઓએ આ ફ્લેટ નવો ખરીદ્યો હતો, મિહિર ના પિતા એ કરેલી બચત ના રૂપિયામાંથી અને થોડા રૂપિયાની વ્યવસ્થા મિહિરે કરીને આ ફ્લેટ ખરીદ્યો હતો.
પાંચ સભ્યોનો આ મિડલ ક્લાસ પરિવાર આનંદથી સાથે રહેતો હતો, ઘરમાં બીજી કોઈ વૈભવી કે ભૌતિક સુખ સગવડ નહોતી પરંતુ સાધારણ ઘરમાં પણ બધા લોકો પ્રેમથી સાથે રહેતા હતા. મિહિર સારી કંપનીમાં નોકરી કરતો હોવાથી ઘર ના હપ્તા વગેરે નો ખર્ચો પણ તેને જ ઉપાડી લીધો હતો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
પિતા નિવૃત્ત થઈ ચૂક્યા હતા, સાથે સાથે ફ્લેટ માં આવ્યા પછી તેઓની તબિયત થોડી નબળી પડી ગઈ હતી. ઘણી વખત રિપોર્ટ કરાવ્યા પછી એક વખત પરિસ્થિતિ ગંભીર બની જતાં તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
થોડા દિવસોની સારવાર પછી તેનામાં કોઈ ફેર ન પડ્યો અને અંતે તેઓનું અવસાન થઈ ગયું. ઘરના વડીલ ની છત્રછાયા ગુમાવી ને આખો પરિવાર દુઃખમાં હતો, પરિવારના સભ્યો નો આનંદ કિલ્લોલ જાણે હવે ગાયબ થઇ ગયો હતો..
પરંતુ આપણે ત્યાં એક કહેવત છે કે દુઃખનું ઓસડ દહાડા, એટલે કે જેમ જેમ દિવસો પસાર થવા લાગે તેમ તેમ પરિવારનું મન બીજા કામમાં પરોવાઈ જાય જેથી ધીમેધીમે દુઃખ ભૂલાવા લાગે. ઘરના બધા સભ્યો અમુક સમય વીત્યા પછી પોતાના કામમાં લાગી ગયા અને ધીમે ધીમે દુઃખ ઓછું થવા લાગ્યું.
પરંતુ મિહિર ના માતા હજુ પણ જ્યારે પિતાની યાદ આવે ત્યારે રડી પડતા અને દુઃખી રહેતા. મિહિર આખો દિવસ નોકરીએ ગયો હોય પાછળથી મોહિની પણ તેના સાસુ ને ઘણું સમજાવતી પરંતુ મિહિરના માતાને તેના પતિ થોડા થોડા સમયે યાદ આવી જતા અને તે રડી પડતા.
ધીમે ધીમે બધા લોકો કહેવા લાગ્યા એટલે પરિવારની હાજરીમાં મિહિર માતાને રડવું આવે તો પણ તે રડતા નહીં અને બાથરૂમમાં જઈને મોઢું તોય આવતા જેથી બધા લોકોને દુઃખ ના થાય અને ખબર પણ ન પડે. ત્રણ ચાર દિવસ પછી મિહિર જ્યારે રાત્રે નોકરીએથી ઘરે આવ્યો…
ત્યારે તેને જોયું કે તેના બેડરૂમમાં ડબલ બેડ નો પલંગ છૂટો કરીને બંને દિવાલ ની બાજુમાં રાખેલ છે. અને બંને ની વચ્ચે એક પથારી કરેલી હતી. આ જોઇને મિહિર આશ્ચર્ય પામ્યો અને મોહિની ને પૂછ્યું કે આવું કેમ કર્યું છે?
ત્યારે મોહિનીએ જવાબ આપતા કહ્યું કે બા હવે થી આપણી સાથે આપણા રૂમમાં જ રહેશે, તમે અને બા આ અલગ-અલગ પલંગ ઉપર સુઈ જજો અને હું નીચે સૂઈ જઈશ. ત્યારે મિહિર ગુસ્સા માં આવી ગયો કે આપણી સાથે બા રહેશે એ કેવી રીતે શક્ય છે?
બા માટે તો અલગ રૂમ ની વ્યવસ્થા છે તો પછી અહીંયા કેમ? મોહિની એ તેના પતિ ને શાંત પાડતા કહ્યું કે બાપુજી ના અવસાન પછી બા અંદર થી એકદમ તૂટી ગયા છે. તેના હિસાબે તેની તબિયત પણ સારી રહેતી નથી. તમને તો ખબર છે ને કે બા બાપુજી કેવા પ્રેમ થી રહેતા હતા. અને આખા ઘર ને આનંદ કરાવતા હતા.
હવે બા સૌ એકલા થઇ ગયા હોવાથી તેને માનસિક રીતે ખુબજ સહારા ની જરૂર છે, જેથી તેનું દુઃખ આપણા થી બને તેટલું ઓછું કરી શકીયે. અને હું તો બા ની સાર સંભાળ રાખવાની કોશિશ કરું જ છું. તમને હું ગઈ કાલની જ વાત કરું હું રાત્રે મોડે થી પાણી પીવા માટે જાગી હતી.
ત્યારે બા તેના રૂમ માં સુતા સુતા રડી રહ્યા હતા. જેથી મેં નક્કી કર્યું છે કે બા ને એકલા રાખવા યોગ્ય નથી. મિહિરને હજે સુધી વાત ગળે ઉતારતી નહોતી, ત્યારે મોહિની એ કહ્યું કે આપણા નાનપણ માં આપણને જેમ આપણા માં બાપ મોટા કરે છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
જે માતા હજારો તકલીફ ઉઠાવે છે તેમ છતાં કોઈ દિવસ આપણને એક પણ તકલીફ ગણાવે છે? તેમ આપણે અત્યારે તેની સાર સંભાળ રાખવાની છે. અને તમને મારા દાદી ની વાત કહું મારા દાદા નું અવસાન થયું પછી દાદી ની પણ આવી જ હાલત થઇ હતી. અને તે એકલા રૂમ માં રહેતા હતા.
અને એ એકલતામાં જ તેનું અવસાન થયું, જે મારા દાદી સાથે બન્યું તે હું બા સાથે નહિ થવા દઉં. મારા દાદી ને હૃદયરોગ નો હુમલો આવી ગયો. અને અમને કોઈ ને સવાર સુધી કઈ ખબર જ નહોતી. તેને કેટલી તકલીફ પડી હશે. અમારા ઘર માંથી કોઈ પણ ત્યાં હાજર નહોતું. કે દાદી ના અંતિમ સમય માં સેવા કરી શકે.
મોહિની તેના આંસુ રોકી નહોતી શકી, આપણે આપણા માં બાપ ની સેવા કરી હશે તો આપણા ઘડપણ માં આપણા સંતાનો આપણું ધ્યાન રાખશે. મિહિર હવે બધી વાત સમજી ગયો હતો અને તેના માતા ને તેના રૂમ માં લઇ આવ્યો. અને તેના માતા પણ ખુશ થઇ ગયા અને પોતાના દીકરા અને વહુ ને અંતર થી આશીર્વાદ આપવા લાગ્યા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.