પત્નીએ કહ્યું ઘરની બધી નકામી વસ્તુઓ બહાર ફેંકવાની છે, તો પતિએ તેના દાદા સામે જોઈને એવું કહ્યું કે દાદા ની આંખ માંથી…

દિવાળીનો તહેવાર નજીક હોવાથી દીકરો રાજ અને તેની પત્ની વિશ્વા બંને લોકો ઘરના આંગણે બેઠા બેઠા તહેવાર ઉપર કઈ વસ્તુઓ નવી ખરીદવાની છે તેનું લીસ્ટ બનાવી રહ્યા હતા.

રાજ ના માતા પિતા માટે શું લેવું પતિ-પત્ની બંને માટે શું લેવું અને તેના દાદા માટે શું લેવું તે વિશે ચર્ચા થઈ રહી હતી અને લીસ્ટ એક પછી એક બની રહ્યું હતું.

દાદા ત્રણ વર્ષથી પગમાં તકલીફ હોવાથી ચાલી નહોતા શકતા, એટલે હવે તેઓને બહાર જવાનું પણ ઓછું થતું. તેને પણ પૂછવામાં આવ્યું કે દાદા તમારે નવા કપડાં વગેરે લેવું છે ત્યારે દાદા એ ના પાડી દીધી અને કહ્યું હું ડોસો ક્યાંય બહાર તો નીકળતો નથી તો પછી મારે નવા કપડા ની શી જરૂર.

તેમ છતાં પતિ પત્નીએ પોતાના લિસ્ટ માં દાદા માટે પણ નવા કપડાં લેવાનું લખી નાખ્યું. અને બંને લોકો બજારમાં ખરીદી કરવા માટે ગયા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

રાજ ને શનિવારે અને રવિવારે ઓફિસમાં રજા રહેતી, આજે શનિવારે તે લોકોએ બહાર ની ખરીદી કરવાનું વિચાર્યું હતું અને રવિવારે તેઓ ઘરમાં સાફ-સફાઈ કરવાનું વિચારી રહ્યા હતા.

રાજે તેની પત્નીને ઘણી વખત કહ્યું હતું કે હું બહારથી ક્લીનિંગ સર્વિસ બૂક કરાવી દઉં છું એ લોકો આખું ઘર સાફ કરી નાખશે, પરંતુ તેની પત્ની એ કહ્યું કે ના સફાઈ તો આપણે જાતે જ કરીશું, આપણે એ બધા રૂપિયા બચાવીને બીજા ઘણા ઉપયોગી ખર્ચા કરી શકીએ છીએ. હા તમે ઈચ્છતા હોય અને રજા હોય તો તમારાથી થાય તેટલી મદદ કરજો બાકી હું બધું કરી નાખીશ.

બધી વસ્તુઓ લઈ આવ્યા, ખરીદી પૂરી થઈ ગઈ સાંજે પરિવારમાં બેસીને બધા લોકો નવી ખરીદી કરેલી વસ્તુઓ જોઈ રહ્યા હતા પરંતુ દાદા માટે લાવેલા કપડા રાજે છૂપાવીને રાખ્યા હતા.

તેના મનમાં કંઈક સરપ્રાઈઝ આપવા નો પ્લાન હતો, દાદા પણ બધાના કપડાં જોઈને રાજી થયા. પરંતુ ખૂણામાં બેઠા બેઠા એ જ વિચાર કરી રહ્યા હતા તહેવારમાં મારે પણ બહાર જવું છે પરંતુ આ પગ કામ નથી કરતા હવે ક્યાંય જવાતું નથી ઘરમાં ને ઘરમાં ખૂબ જ કંટાળો આવે છે.

બીજા દિવસે સવારે વહેલા જાગી ને પતિ-પત્ની કામે લાગી ગયા, બંને લોકો ઘરની સાફ-સફાઈ કરી રહ્યા હતા એક એક ખૂણામાંથી એક પણ કચરો બાકી ન રહે એમ બધી વસ્તુ ચોખ્ખી કરી રહ્યા હતા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

પત્નીએ કહ્યું જો જો ક્યાંય કચરો ન રહી જાય એક એક નકામી વસ્તુને ઘરમાંથી બહાર ફેંકી દેવાની છે… પતિ એ જવાબ આપ્યો હવે તું ચિંતા નહીં કર હું તે કહ્યું છે એ જ પ્રમાણે કામ કરીશ.

ખૂણામાં બેસેલા દાદા ને હવે થોડી ગભરાહટ થવા લાગી કે આ લોકો નકામી વસ્તુઓને જેમ બહાર ફેંકી રહ્યા છે તેમ મને પણ બહારનો રસ્તો ના દેખાડે… આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

દાદા નો વિચાર હજુ પૂરો પણ નહોતો થયો ને તરત જ રાજે દાદા સામે જોઈને રાડ પાડીને કહ્યું “દાદા… એ દાદા…”

રાજની રાડ ના કારણે દાદાનું હૃદય જાણે એક ધબકારો ચૂકી ગયું. હા બેટા એટલું તો માંડ જવાબમાં કહી શક્યા… તેના મનમાં હજુ એ જ ગડમથલ ચાલી રહી હતી કે દીકરા-વહુ મને ઘરમાંથી બહાર તો નહીં કાઢી મુકી ને…

દાદા અમે વિચારી રહ્યા હતા કે તમારા રૂમમાં મંદિર લઈ લઈએ, કારણકે ભગવાન તો બધા સાથે જ રહે છે અને તમે અમારા માટે ભગવાન સમાન જ છો.

દાદા પૌત્ર સામે એકી ટસે જોતા રહ્યા. અત્યંત ભાવુક થઈ ગયા પરંતુ કંઈ બોલી ન શક્યા. મંદિર દાદા ના રૂમ માં લઈ લીધું અને પછી દાદાને નવા કપડા ની ભેટ આપી સાથે સાથે એક એવી ભેટ આપી જેની રાજ સિવાય કોઈ ને નહોતી ખબર… દાદા ના હાવભાવ ઉપરથી રાજ જાણતો હતો કે દાદા ઘરમાં ખૂબ જ કંટાળો અનુભવી રહ્યા છે. એટલા માટે ઈલેક્ટ્રીક વિલચેર લઈને દાદા ને ભેટ આપવામાં આવી.

દાદાને બેસાડીને તેને શીખવ્યું કે તમારે જ્યાં કંઈ પણ જવું હોય ત્યાં તમે આ બટન દબાવીને જઈ શકો છો. તમારે કોઈ તમારી સાથે આવે તો જ તમે જોઇ શકો એવું વિચારવાની હવે જરૂર નહીં રહે.

ભાવુક થઈ ગયેલા દાદા હવે તેના આંસુ રોકી ન શક્યા અને તેઓની આંખો ભીની થઈ ગઈ. પૌત્ર ભેટી પડ્યો અને કહ્યું દાદુ નાનપણમાં તમને યાદ હોય તો મને હું જે પણ કંઈ માંગુ તે વસ્તુ તમે અપાવી દેતા હતા. ઘણી વખત મારો ચહેરો જોઈને પણ તમે સમજી જતા કે મને શું જોઈએ છે તો હવે તમારો ચહેરો જોઈને તમારી ઇચ્છાઓ પૂરી કરવાનો વારો મારો છે.

તમને પસંદ પડ્યું કે નહીં અને જો આ કપડા પસંદ ન આવ્યા હોય તો ચાલો બદલાવી લઈએ. દાદાએ કહ્યું બેટા મને ખૂબ જ પસંદ આવ્યું. પરંતુ એનાથી પણ વધારે મને એ પસંદ આવ્યું કે તમે બધા લોકો મારી આ રીતે સેવા કરી રહ્યા છો લોકોને નાનપણનું પણ હજુ યાદ છે કે તારા આ દાદા એ તારી બધી નાની મોટી જીદ પૂરી કરી છે.

બધા લોકો હસવા લાગ્યા. ખરેખર જો વડીલોની દિલથી સેવા કરવામાં આવે તો તેના આશીર્વાદ માં જે તાકાત રહેલી છે તે કદાચ ભગવાન સમાન જ હશે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

વડીલે યુવાનને સીટ પરથી ઊભો કરી દીધો, આખી બસ તેની સામે થઈ ગઈ, પણ બીજા દિવસે સાચું કારણ ખબર પડ્યું તો...

સવારની બસ હંમેશાની જેમ આજે પણ ભરેલી હતી. રમણભાઈ બસ સ્ટેન્ડ પર ઊભા હતા અને હાથમાં નાની થેલી પકડી રાખી હતી. ઉંમર સિત્તેરની નજીક હતી, એટલે લાંબો સમય ઊભા રહે

By Just Gujju Things Team

લગ્ન પછી પૌત્રીનો ફોન અચાનક બંધ થઈ ગયો, દાદીને લાગ્યું કે તે ભૂલી ગઈ... વર્ષો પછી પાછી આવી ત્યારે...

લગ્નના પહેલા વર્ષ સુધી કાવ્યા દર બીજા દિવસે પોતાની દાદી શાંતાબેનને ફોન કરતી. સાંજે કામ પૂરું થાય પછી તે દાદી સાથે અડધો કલાક વાત કરતી. ક્યા

By Just Gujju Things Team

પિતાએ 30 વર્ષ જૂની કરોડોની કંપની દીકરાઓને નહીં, કર્મચારીને ફક્ત ₹1માં આપી દીધી... કારણ જાણ્યું તો...

સુરેશભાઈના પરિવાર માટે એ દિવસ કોઈને સમજાતો નહોતો. સવારથી ઘરમાં બધા લોકો ભેગા હતા. સુરેશભાઈએ પોતાના મોટા દીકરા નિશાંત અને નાના દીકરા મિતુલને ઓફિ

By Just Gujju Things Team

પત્નીએ 30 વર્ષ સુધી પોતાના લગ્નના ફોટા જોવાની ના પાડી, બાળકોને લાગ્યું લગ્નનો અફસોસ છે... પછી તેણે કારણ કહ્યું તો...

મેઘાબેનના ઘરમાં એક મોટું લાકડાનું કબાટ હતું. કબાટના ઉપરના ખાનામાં એક જૂનો ફોટો આલ્બમ પડ્યો હતો. ઘરમાં બધા જાણતા હતા કે એ મેઘાબેનના લગ્નનો આલ્બમ છે, પણ કોઈએ તે

By Just Gujju Things Team