પતિ પત્નીનો ઝઘડો થયા પછી બીજા દિવસે પતિ રાત્રે પાણી પીવા જાગ્યો, રસોડામાં જઈને પાણીની બોટલ કાઢી તો પત્નીએ એવું કહ્યું કે તેનો ઝઘડો...

ધાર્મિક અને અમી ના લગ્ન થયા ને છ વર્ષ થઈ ચૂક્યા હતા. બંને લોકો સુખી પરિવાર માંથી આવતા હોવાથી બંને ના લગ્ન અત્યંત ધામધૂમથી કરવામાં આવ્યા હતા.લગ્ન પછી બંને લોકો વિદેશ ફરવા પણ ગયા હતા. સંયુક્ત પરિવારમાં ધાર્મિક અને અમી રહેતા હતા.

લગ્ન થયાના થોડા વર્ષો સુધી તો તે બંનેનું દામ્પત્યજીવન અત્યંત સુખી હતું. કોઈપણ ના લગ્ન જીવન ની જેમ બંને વચ્ચે નાની મોટી રકઝક થયા કરતી પરંતુ એકંદરે તેઓ બંને સુખેથી સાથે રહેતા હતા. પૈસાની પણ કોઈ ખામી ન હોવાથી ધાર્મિક અને અમી બંને અત્યંત વૈભવી રીતે રહેતા હતા.

અમી ખૂબ જ સુખી પરિવારમાંથી આવતી હતી. પરંતુ તેનું વ્યક્તિત્વ એકદમ સરળ હતું, અને નાનપણથી જ તે પણ સંયુક્ત કુટુંબમાં રહેલી હોવાથી તેનામાં સંસ્કારનું સિંચન ખૂબ જ સારી રીતે થયું હતું. અને એટલા માટે જ ધાર્મિક માટે અમીને પસંદ કરવામાં આવી હતી.

લગ્નના બે વર્ષ સુધી તો બંને લોકો સુખેથી રહેતા હતા, પરંતુ થોડા વર્ષો પછી તે બંને વચ્ચે નાની-મોટી રકઝક ક્યારેક ક્યારેક મોટા ઝઘડા નું સ્વરૂપ લેવા લાગી. ઘણી વખત એવું પણ થતું કે બંને લોકો ઝઘડવા લાગતા અને પરિવાર વચ્ચે આવીને તેને સમજાવતો ત્યારે ફરી બંને શાંત થતા.

એક દિવસ આવી જ રીતે કોઈ કારણોસર તે બંને વચ્ચે બોલાચાલી થઈ ગઈ અને વાત આગળ વધી ગઈ, બંને એકબીજા સાથે બોલતા નહીં. પરિવારને હજુ ખબર પણ નહોતી પડી કે બંને વચ્ચે ઝઘડો થયો છે કારણ કે એ જ ઝઘડો તેઓ બહાર ગયા હતા ત્યારે થયો હતો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

ઝઘડો થયાના બીજા દિવસે ધાર્મિક ને મોડીરાત્રે તરસ લાગી હોવાથી તે નીચે આવ્યો અને રસોડામાં જઈને ફ્રીજમાંથી પાણીની બોટલ કાઢી. પાણીની બોટલ લઈને હજુ પાણી પીવા જઇ રહ્યો હતો, એવામાં અચાનક તે ગભરાઈ ગયો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

તેની પત્ની એટલે કે અમી તેની પાછળ જ ઉભી હતી, પહેલા તો તે અત્યંત ગભરાઈ ગયો, પછી પાણી પીવા જઇ રહ્યો હતો તો તેની પત્નીએ તેના હાથમાંથી ગ્લાસ લઈ લીધો. અને કહ્યું કે આપણી વચ્ચે ભલે ઝઘડો ચાલતો હોય પરંતુ મને તમને પાણી આપવામાં ખુશી મળે છે.

એટલે હું જ તમને પાણી આપીશ અને તે મારો હક અને ફરજ પણ છે. તમે રૂમમાં જતા રહો, હું પાણી લઈને આવું છું. ધાર્મિક સામે જવાબ આપતા કહ્યું કે મારા હાથ પગ હજુ ચાલે છે અને હું જાતે પાણી લઈ શકું છું, આટલું કહીને ધાર્મિક પોતાના બેડરૂમમાં આવે છે.

પાછળ અમી પાણીની બોટલ અને ગ્લાસ લઈને આવે છે અને ધાર્મિક ને આપે છે. તે ધાર્મિક ને આપતા આપતા કહે છે કે મારી ખુશી મેળવવા માટે પણ હવે મારે તમારી સાથે ઝઘડો કરવો પડશે? ધાર્મિક પાણી પીવા લાગ્યો. પાણી પીતા પીતા તેની પત્ની સામે નજર કરી તો તે હસી રહી હતી.

અને સાથે-સાથે તેની આંખમાંથી આંસુ પણ વહેવા લાગ્યા, પરંતુ હરખના આંસુ હતા. આ જોઈને ધાર્મિક એ પોતાની પત્ની ને બોલાવીને કહ્યું કે અહીં બાજુમાં બેસી જા. આટલું કહ્યું ત્યાં તેની પત્ની આવીને બાજુમાં બેસી ગઈ.

ધાર્મિક થોડા સમય વિચારોમાં ખોવાઈ ગયો, થોડા સમય પછી તેની પત્નીને કહ્યું કે યાર તે તો ઝઘડો પૂરો કરી નાખ્યો. એક મિનિટ પણ ન લાગી. એ ઝઘડો તો પૂરો થઈ ગયો ફરી પાછા બંને પોતાનું જીવન જીવવા લાગ્યા. હા એ વાત પછી પણ ઘણા ઝગડા થયા હશે પરંતુ એ હદ સુધી નહીં.

આ વાતને વર્ષો વીતી ગયા, વર્ષો પછી પણ આજે પણ આવી જ રીતે ધાર્મિક રાત્રિના સમયમાં પાણી પીવા માટે જાગે છે. ત્યારે દિવાલ પર ટીંગાડેલી તેની પત્નીની છબી જોઈને તેની આંખોમાં આંસુ આવી જાય છે. જાણે તેની પત્ની ત્યારે પણ તેને ઠપકો આપતી હોય કે પાણી તો હું જ ભરી આપીશ.

આ વાત યાદ આવી જાય છે એટલે ધાર્મિક તેની પત્નીની છબીને લગાડીને પછી જ પાણી પીવે છે, વાત કદાચ એકદમ સામાન્ય હશે પરંતુ ઘણું સમજવાનું મળે છે. કે પતિ-પત્ની એકબીજાની કાયમ માટે કદર કરવી જોઈએ.

આજીવન ક્યારે પૂરું થઈ જશે તેનું કંઈ નક્કી નથી, અને સમય પણ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે. બંને પરિવારના અનેક ભોગ દીધા પછી પતિ-પત્ની એકબીજાને મેળવે છે. જીવનને પ્રેમ થી અને સમજદારીથી પસાર કરવું જોઈએ.

એટલા માટે જ કદાચ કહેવામાં આવે છે કે જીવનમાં કોઈ ગેરેન્ટી કાર્ડ નથી આવતું, હસતા રહો આનંદ કરતા રહો, આપણે જેટલી મોજ માણીએ છીએ એ જ આપણી છે બાકી કંઈ સાથે લઈને જવાનું નથી.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

Read more

મોટા ભાઈએ નાની બહેનને ઘરમાંથી કાઢી મૂકી હતી પણ જ્યારે સત્ય બહાર આવ્યું...

મને માફ કરી દે મારી વહાલી બહેન!" રમેશ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. "મેં તને કેટલી ગાળો આપી, તારા માટે કેટલું ખરાબ વિચાર્યું. પણ તું તો મારા મા

By Just Gujju Things Team

મંદિરના પગથિયે ફૂલ વેચતી ગરીબ છોકરી સામે કરોડપતિ શેઠે અચાનક ગાડી રોકીને...

રાધાએ ભીના હાથે ગુલાબની પાંખડીઓ પકડી અને સોય-દોરો ઝડપથી ચલાવવા લાગી. હાથમાં વાગેલા કાંટાનું દર્દ સહન કરીને પણ તે સુંદર ગજરો ગૂંથી રહી હતી. બાજુની દુકા

By Just Gujju Things Team

ખોવાયેલી દીકરીના રૂમમાં રડતા પરિવારના આંગણે અડધી રાતે આર્મીની ગાડી આવી ત્યારે...

દિવાળીના શુભ તહેવારની પવિત્ર સંધ્યાએ પિતા વિનોદભાઈના બંને ધ્રૂજતા હાથમાંથી સળગતો માટીનો મોટો કોડિયું આરસપહાણના સફેદ ફ્લોર પર પડીને જો

By Just Gujju Things Team

વાંઝણી કહીને વહુને ઘરમાંથી કાઢતી સાસુ સામે જ્યારે ડોક્ટરે જૂની ફાઈલ ખોલી ત્યારે...

શાંતાબાએ હાથમાં રહેલી કાંસાની થાળી જોરથી રસોડાના ઓટલા પર પટકી. આખો ઓસરીનો ભાગ થાળીના અવાજથી ગૂંજી ઊઠ્યો. શાંતાબાએ પાડોશી મહિલાઓ આગળ મોટેથી બરા

By Just Gujju Things Team