પાર્ટીમાં કીમતી વીંટી ખોવાઈ ગઈ એટલે બધાના ખિસ્સાની તપાસ થઈ રહી હતી, એક ગરીબ માણસે તપાસવાની ના પાડી એટલે લોકો તેનું અપમાન કરવા લાગ્યા પરંતુ બીજા દિવસે એવી ખબર પડી કે...
એક ધનવાન વ્યક્તિ એ તેના જન્મ દિવસે પાર્ટી રાખી હતી તેના બધા મિત્રો ધનવાન હતા પરંતુ એક મિત્ર ગરીબ હતો પરંતુ તે ધનવાન વ્યક્તિ નો સૌથી વિશ્વાસપાત્ર મિત્ર હતો ભોજન ચાલી રહ્યું હતું.
ત્યારે ધનવાન મિત્ર ને ખબર પડી કે તેને પહેરેલી હીરા ની અતિ કિંમતી વીંટી તેની આંગળીમાંથી સરકી ને કશે પડી ગઈ છે ઘરના બધા સભ્યો અને આવેલા બધા મિત્રો વીંટી શોધવા લાગ્યા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
પરંતુ હીરા ની વીંટી ક્યાંય મળી નહિ એટલે એક ધનવાન મિત્ર એ કહ્યું કે હવે બધાની તપાસ કરો કોઈ એ લાલચ માં આવીને પોતાના ખિસ્સા માં મૂકી તો નથી ને? આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
એટલે બીજા મિત્ર એ તેમાં સાથ પુરાવતા કહ્યું કે વાત બરાબર છે બધા ની તપાસ થવી જોઈએ કારણ કે એક માણસ ના હિસાબે બધા લોકો કાયમ માટે શંકા માં રહે તેના કરતા અત્યારે જ બધી ચોખવટ થઈ જવી જોઈએ.
બધા લોકો ના ખિસ્સા ની તપાસ કરવામાં આવે છે, પણ તે ગરીબ મિત્ર તેના ખિસ્સા ની તપાસ કરવાની મનાઈ કરે છે. ત્યારે બાકી ના આવેલા મિત્રો તેનું અપમાન કરે છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
અને થોડીવાર માં બધા લોકો પોતાની ઘરે ચાલ્યા જાય છે. બીજા દિવસે સવાર ના ધનવાન મિત્ર કે જેનો જન્મદિવસ હતો,તેને પહેરેલા કોટ ના ખિસ્સામાંથી જ તેની હીરા ની કિંમતી વીંટી મળી આવી.
અને તે ત્યાંથી પોતાના ગરીબ મિત્ર ના ઘરે જાય છે અને વીંટી મળી ગયા ની વાત કરી અને ગરીબ મિત્ર ના અપમાન કર્યા બદલ માફી માંગે છે. અને પૂછે છે કે તારી પાસે વીંટી હતી જ નહીં તો પછી તપાસ કરવાનો કેમ વિરોધ કરી રહ્યા હતા.
ત્યારે ગરીબ મિત્ર ની આંખ માંથી આસું નીકળવા લાગે છે, અને તે ધનવાન મિત્ર ને લઇ ને બાજુ ના ઓરડા માં જાય છે. અને ત્યાં તેના તેની બીમાર દીકરી ને બતાવતા કહે છે, કે કાલે હું તમારે ત્યાં આવતો હતો ત્યારે મારી આ બીમાર દીકરી એ મને કહ્યું હતું કે પપ્પા મને મીઠાઈ ખાવાનું બહુ જ મન થયું છે.
તો મારા માટે લેતા આવશો? એટલે મારી થાળી માં આવેલી મીઠાઈ મેં મારા ખિસ્સામાં મૂકી હતી. મારી દીકરી માટે અને ત્યારે તમે મારા ખિસ્સા ની તપાસ કરો તો વીંટી ના બદલે મીઠાઈ મળે તો મીઠાઈ ચોરી કરવાનો આરોપ બધા ની વચ્ચે મારા પર આવે.
અને એટલા માટે જ મેં મારું અપમાન તો સહન કરી લીધું પણ બધા ની વચ્ચે સાચી વાત કહું તો તેમાં મારી દીકરી નું નામ પણ લેવું પડે અને એટલે જ મેં રાતે બધા ની વચ્ચે મારા ખિસ્સા ની તપાસ કરવા દીધી નહોતી. આ વાત સાંભળીને તેના મિત્રની આંખમાંથી આંસુ નીકળવા લાગ્યા.
તરત જ તેની દીકરીના ખબર અંતર પૂછીને થોડા સમય પછી ત્યાંથી નીકળી ગયો અને થોડા સમય પછી પાછો આવી અને અનેક ભેટ સોગાદો અને મીઠાઈઓ દીકરીને આપી અને કહ્યું જલદીથી સાજી થઈ જજે પછી આપણે બધા ફરી પાછા પાર્ટી કરીશું.
માતા પિતા પોતાના સંતાનોની નાની નાની ખુશી માટે પણ ઘણું બધું સહન કરી અને તેને મોટા કરે છે માટે દરેક સંતાન ને વિનંતી છે કે માતા પિતા નું ધ્યાન રાખે ઘરમાં તેનું મન સન્માન જળવાઈ રહે. અને કોઈ વાત નું દુઃખ ના લાગે તેવું ખાસ ધ્યાન રાખવું કારણ કે આપણ ને મોટા કરવામાં તેને કેટલી તકલીફ ઉઠાવી છે કેટલા દુ ખ સહન કર્યા છે તેની આપણે કલ્પના પણ કરી શકાય નહિ.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં એક થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.