પરણેલા હોય તો આ લેખ બે મિનિટનો સમય આપી વાંચજો, પછી જુઓ તમારું લગ્નજીવન…

તમે લોકોને કહેતા સાંભળ્યા હશે કે આપણે બધા એકલા જ આવ્યા છીએ એકલા જ જવાનું છે.સાંભળ્યું છે? હા કદાચ તો સાંભળ્યું જ હશે.

કારણ કે લગભગ દરેક લોકો આ વાત કોઈને કોઇના મોઢે થી સાંભળતા જ હશે.

તમને શું લાગે છે આ વાત સાચી હોઈ શકે? હા આ વાત અલબત્ત બિલકુલ સાચી છે. પરંતુ તેના કરતાં પણ વધુ મહત્વની વાત શું છે અને તેના કરતાં પણ વધારે સાચી વાત તો એ છે કે એકલા આપણે આવ્યા છીએ અને એકલા જ જવાનું છે એ તો ખરું પરંતુ શું એકલા જીવન જીવવાનું શક્ય છે?

જીવનસાથી ના હોય તો જીવન પસાર કરવું કેટલું મુશ્કેલ થઇ જતું હોય છે?

આ દુનિયાને છોડી જનાર વ્યક્તિ એક રીતે જોવા જઈએ તો કશું લઈ જતી નથી. પરંતુ તેમ છતાં તે આપણું તો બધું જ લઈને જાય છે, ખરું ને?

જીવનસાથીની કદર કરતા દરેક લોકોએ શીખવાની જરૂર છે. જિંદગીમાં ક્યારેય તેની અવગણના ન કરશો. જીવનસાથી માંથી જીવ નીકળી જાય પછી માત્ર સાથી જ રહી જાય છે. અને પછી એક પણ વસ્તુ માં જીવ લાગતો જ નથી.

જ્યારે પણ ઘરમાં બેઠા હોઈએ ત્યારે વારંવાર તેના અવાજનો રણકો જાણે કાનમાં સંભળાયા કરે છે. તેની યાદ નો ગડગડાટ દિલ માં અંદર સુધી ગુંજી ઊઠે છે. ખાલી મકાન માં જે રીતે પડઘા પડે એ જ રીતે તેની યાદ ના અને તેના પડઘા આપણા મનમાં પડે છે.

પણ જાણે કે ભ્રમ હોય એ રીતે બીજી જ ક્ષણમાં બધુ ભ્રમ સાબિત થઈ જાય છે. ખાવાના મેજ ઉપર જ્યારે તેની મનપસંદ વાનગી જોઈએ ત્યારે આંખની પાંપણ આપોઆપ ભીની થઈ જતી હોય છે. અને તે સમયે કોઈની તાકાત નથી કે તેની આંખમાંથી અશ્રુધારા વહેતી રોકી શકે.

બહાર નીકળીએ ત્યારે એની ઇસ દુનિયા અને એના એ જ લોકો પરંતુ જાણે બધું અજાણ્યું લાગવા લાગે છે.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel