પરિણીત સ્ત્રીને એની જિંદગીમાં સૌથી વહાલું અને સૌથી કીમતી કોણ હોય છે? એક સ્ત્રીએ આનો એવો જવાબ આપ્યો કે…

હવે બોર્ડ પર માત્ર બે જ નામ બચ્યા હતા જેમાં એક તેના પતિ અને એક તેના દીકરા નું નામ હતું.

હવે તો ગેમ પૂરી થઈ જશે એવું વિચારીને સ્ત્રી ત્યાંથી નીચે ઉતરવા જઈ રહી હતી ત્યાં જ પ્રોફેસરે કહ્યું કે આમાંથી હજી પણ એક નામ કાઢી નાખ.

તે સ્ત્રીની હાલત ખૂબ જ કફોડી થઈ ગઈ, તે આશ્ચર્યચકિત થઈ ગઈ અને ઘણું વિચાર્યા પછી તેને ધ્રુજતા હાથે ડસ્ટર ઉપાડીને બોર્ડમાંથી પોતાના દીકરાનું નામ કાઢી નાખ્યું. નામ કાઢતી વખતે તેના આંખમાંથી સતત આંસુ વહી રહ્યા હતા.

નામ કાઢી ને ફરી પાછો પ્રોફેસર સામે જોયું તો પ્રોફેસરે તે સ્ત્રીને કહ્યું કે હવે તું તારી જગ્યા પર બેસી જા.

અને પછી પ્રોફેસરે બધા લોકો સામે ધ્યાનથી જોયું અને પૂછ્યું કે શું મને કોઈ જણાવી શકે એવું શું કામ થયું કે માત્ર એક પતિ નું નામ જ બોર્ડ પર રહી ગયું. ત્યાં હાજર બધા લોકો માંથી એક પણ જવાબ આપી શક્યું નહીં.

બધા લોકોના ચહેરાના હાવભાવ ની હાલત જોવા જેવી થઈ ચૂકી હતી. પ્રોફેસરે જે સ્ત્રીને જગ્યા પર બેસી જવા માટે કહ્યું હતું એ જ સ્ત્રીને ફરી પાછી ઊભી કરી અને કહ્યું, કે એવું કેમ કેજેમણે તને જન્મ આપ્યો છે. જે લોકોએ તને પાલનપોષણ કરીને આટલી મોટી કરી એનું જ તે નામ કાઢી નાખ્યું. અને એટલું જ નહીં તે તારીખે થી જન્મ આપેલા બાળકનું નામ પણ કાઢી નાખ્યું? આવું કેમ?

તે સ્ત્રીએ ગડુ ચોખ્ખું કરીને જવાબ આપ્યો તેને કહ્યું કે હવે મમ્મી-પપ્પા ને તો ઉંમર થઈ ચૂકી છે, થોડા વર્ષો પછી તે આ દુનિયા છોડીને ચાલ્યા જશે. મારો દીકરો પણ જ્યારે મોટો થઇ જશે તો નક્કી નથી અથવા જરૂરી પણ નથી કે લગ્ન પછી તે મારી સાથે જ રહે. પરંતુ મને વિશ્વાસ છે કે મારા પતિ જ્યાં સુધી મારા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી મારુ અડધું શરીર બની ને મારો સાથ નિભાવતા રહેશે.

એટલા માટે મારા માટે મારા પતિ સૌથી કીમતી છે. આ સાંભળીને પ્રોફેસર સહિત ત્યાં હાજર બધા લોકોએ તાળીઓના ગડગડાટથી તે સ્ત્રીને વધાવી લીધી.

પ્રોફેસરે કહ્યું તે બિલકુલ સાચું કહ્યું કે તું બધા વગર રહી શકે છે પરંતુ તારા પતિ વિના નથી રહી શકતી.

મજાક મસ્તી વગેરે બધું ઠીક છે પરંતુ દરેક માણસ ને પોતાનો જીવન સાથે ખૂબ જ વહાલો હોય અને કોઈપણ માણસ માણસ માટે તેનો જીવન સાથે જ સૌથી કીમતી હોય છે. અને સત્ય આ જ છે. આથી તમે પુરુષ હોય કે સ્ત્રી તમારા જીવનસાથીને કયારેય ભૂલતા નહીં.

જો તમને આ સ્ટોરી સારી લાગી હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને કોમેન્ટમાં પ્રતિભાવ પણ આપજો.

તમે આવી જ રસપ્રદ સ્ટોરી તેમજ પ્રેરણાદાયક પ્રસંગો સાંભળવા માંગતા હોય તો આપણી Youtube ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબ કરવા માટે નીચે આપેલી લીંક ઉપર ક્લિક કરી સબ્સ્ક્રાઇબ કરી અને નોટીફીકેશન બેલને દબાવી દેજો.

Subscribe to us on youtube.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel