પારસ અને ભક્તિ કોલેજમાં આવ્યા પછી એકબીજાને ખુબ પ્રેમ કરતા, પરંતુ એક દિવસ ભક્તિ બેભાન થઈ ગઈ, ડોક્ટર પાસે લઈ ગયા તો ડોક્ટરે જે કહ્યું તે સાંભળીને પારસના...

પારસ અને ભક્તિ નાનપણથી સ્કૂલમાં સાથે ભણતા, સ્કૂલ પણ ખુબ જ હાઈ ફાઈ હતી. પરંતુ સામે બંને ના પરિવાર પણ આર્થિક રીતે ખૂબ સુખી હતા. તેઓ ધીમે ધીમે મોટા થતા ગયા અને સ્કૂલમાં ભણતા હતા ત્યારથી જ બંને વચ્ચે મિત્રતા તો હતી.

કોલેજમાં આવી ગયા પછી બંનેને એકબીજા પ્રત્યે ફીલિંગ પણ થવા લાગી, પારસ ન આવ્યો હોય તો ભક્તિ નો ફોન પારસમાં આવે જ કે આજે તું કેમ નથી આવ્યો? એથી ઊલટું જ્યારે ભક્તિ ન આવી હોય ત્યારે પારસ પણ તેને ફોન કરીને કારણ અચૂક પૂછતો.

કોલેજમાં સાથે જ ભણતા હોવાથી જ્યારે પણ રિસેસ પડે અથવા કોઈ લેક્ચર ન હોય ત્યારે બંને સાથે જ રહેતા અથવા કેન્ટીનમાં નાસ્તો પણ સાથે કરતા. ધીમે ધીમે બંને વચ્ચે પ્રેમ વધતો ગયો અને એકબીજા બંને લોકો એકબીજાથી ખુશ હતા.

થોડા સમય પછી કોલેજ માંથી બહાર નીકળી રહ્યા હતા એવામાં અચાનક ભક્તિ બેભાન થઈ ગઈ, બાજુમાં ઘણા વિદ્યાર્થીઓ હતા પારસ પણ હતો. બધા લોકોએ મદદ કરીને તરત જ હોસ્પિટલમાં ભક્તિ ને લઈ ગયા.

હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ તેનો રિપોર્ટ કરવામાં આવ્યો રિપોર્ટ આવ્યા પછી રિપોર્ટ વાંચીને પારસને ખૂબ આઘાત લાગ્યો, ભક્તિને કેન્સર હતું, તેની જે પણ કંઈ દવા કરવી પડે તે કરવા માટે ડોક્ટર ને સૂચના આપવામાં આવી.

પરંતુ જ્યારે ખબર પડી ત્યારે ખૂબ મોડું થઇ ગયું હતું, તેમ છતાં ભક્તિને બચાવવાની ખૂબ કોશિશ કરી પરંતુ તેને બચાવી નથી શકાતી અને થોડા મહિનાની કેન્સર સામેની લડત પછી ભક્તિ આ દુનિયા છોડીને ચાલી જાય છે.

પારસથી આ આઘાત જરા પણ સહન નથી થતો. તે કાયમ ભગવાનને પ્રાર્થના કરે ત્યારે એક જ વસ્તુ પૂછતો રહેતો કે તમે શું કામ ભક્તિને આટલી જલદી તમારી પાસે બોલાવી લીધી? મનોમન ભક્તિ ને યાદ કરી ને આખો દિવસ રડ્યા કરતો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

તેને કોલેજ જવાનું પણ છોડી દીધું, અને આખો દિવસ બસ પોતાની જાતને પોતાના રૂમમાં બંધ કરી ને બેસી રહેતો અને તેઓએ કોલેજમાં કેન્ટીનમાં વગેરે જગ્યાએ પાડેલી સેલ્ફી ફોનમાં જોયા કરતો. અને આખો દિવસ બસ પારસ રડ્યા કરતો.

પારસ ના માતા પિતા પણ આ વાતને લઈને ખુબ ચિંતિત રહેતા કે તેનો દીકરો આખરે આ આઘાતમાંથી ક્યારે બહાર આવશે? તેને સમજાવવા માટે તેના મિત્રોને પણ બોલાવતા પરંતુ તેના મિત્રોના સમજાવ્યા પછી પણ પારસ કશું સમજતો નહીં અને બસ આખો દિવસ ભક્તિ ને યાદ કરીને રડ્યા કરતો.

એક દિવસ અચાનક એ રાતના સૂતો હોય છે, નિંદર નથી આવતી બારીની બહાર થી અંદર આવી રહેલો ચંદ્ર નો પ્રકાશ રૂમમાં થોડું અજવાળું કરી રહ્યો હોય છે. તે બારીની બહાર જોઈ રહ્યો હતો, અને જોતજોતામાં તેને ઊંઘ આવી ગઈ.

ઊંઘ આવ્યા પછી થોડા સમય પછી તેને એક સપનું આવે છે. જેમાં તેને ભક્તિ દેખાય છે પરંતુ ભક્તિની સાથે તેની ઉંમરની લગભગ બીજી ઘણી બધી છોકરીઓ હતી. આ બધી છોકરીઓ ચાલી રહી હતી, પારસ ભક્તિને જોઈને ખૂબ ખુશ થાય છે.

પરંતુ તેનું ધ્યાન પછી પડે છે કે બધી છોકરીઓ એ ફેરી ડ્રેસ પહેરેલો હોય છે અને બધાના હાથમાં સળગી રહેલી મીણબત્તી હોય છે. પરંતુ જેવી તેની નજર ભક્તિ પર ધ્યાન થી પડી કે તેને જોયું કે તેના હાથમાં મીણબત્તી તો હતી પરંતુ એ સળગી રહી નહોતી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

ભક્તિ ને તરત જ પારસ પૂછે છે કે આ તારી મીણબત્તી કેમ સળગી નથી રહી?

ત્યારે ભક્તિ તેના જવાબ આપતા કહે છે કે પારસ જ્યારે પણ હું આ મીણબત્તીને સળગાવવાની કોશિશ કરું છું ત્યારે તુ જે મારી યાદમાં આંસુ વહાવે છે તે આ મીણબત્તી પર પડે છે અને મીણબત્તી ઓલવાઈ જાય છે. મહેરબાની કરીને આ રીતે મારી યાદમાં તું રડીશ નહીં. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

હજુ તો પારસ તેને કંઈ જવાબ આપે તે પહેલાં જ તેની આંખ ખૂલી જાય છે અને સફાળો ઉંઘમાંથી બેઠો થઇ જાય છે. પહેલા તો ખૂબ રડવા લાગે છે પછી તે પોતાની જાતને સમજાવી લે છે અને મનોમન નક્કી કરી લે છે કે હવે હું ખુશ રહીને ભક્તિ ને બતાવીશ.

આ સ્ટોરીનો મોરલ સમજવાની કોશિશ કરશો તો જાણવા મળશે કે જો તમે કોઇને પણ સાચો પ્રેમ કરતા હોય તો જ્યારે પણ એ તમારા જીવનમાંથી વિદાય લે ત્યારે બધા લોકોને તેની ખૂબ યાદ આવે છે, પરંતુ એની યાદમાં રડવા કરતા એની ખુશી માટે જો આપણે ખુશ રહીને જીવીને બતાવી શકીએ તો કદાચ એ વ્યક્તિ પણ ખુશ થાય છે. કારણ કે વ્યક્તિ તો આપણને છોડીને ચાલ્યો જાય છે પરંતુ પ્રેમ હંમેશા માટે અહીં જ રહે છે અને પ્રેમ કદાપિ મરતો નથી.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને ખાસ કરીને કોમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગમાં આપજો.

Read more

મોટા ભાઈએ નાની બહેનને ઘરમાંથી કાઢી મૂકી હતી પણ જ્યારે સત્ય બહાર આવ્યું...

મને માફ કરી દે મારી વહાલી બહેન!" રમેશ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. "મેં તને કેટલી ગાળો આપી, તારા માટે કેટલું ખરાબ વિચાર્યું. પણ તું તો મારા મા

By Just Gujju Things Team

મંદિરના પગથિયે ફૂલ વેચતી ગરીબ છોકરી સામે કરોડપતિ શેઠે અચાનક ગાડી રોકીને...

રાધાએ ભીના હાથે ગુલાબની પાંખડીઓ પકડી અને સોય-દોરો ઝડપથી ચલાવવા લાગી. હાથમાં વાગેલા કાંટાનું દર્દ સહન કરીને પણ તે સુંદર ગજરો ગૂંથી રહી હતી. બાજુની દુકા

By Just Gujju Things Team

ખોવાયેલી દીકરીના રૂમમાં રડતા પરિવારના આંગણે અડધી રાતે આર્મીની ગાડી આવી ત્યારે...

દિવાળીના શુભ તહેવારની પવિત્ર સંધ્યાએ પિતા વિનોદભાઈના બંને ધ્રૂજતા હાથમાંથી સળગતો માટીનો મોટો કોડિયું આરસપહાણના સફેદ ફ્લોર પર પડીને જો

By Just Gujju Things Team

વાંઝણી કહીને વહુને ઘરમાંથી કાઢતી સાસુ સામે જ્યારે ડોક્ટરે જૂની ફાઈલ ખોલી ત્યારે...

શાંતાબાએ હાથમાં રહેલી કાંસાની થાળી જોરથી રસોડાના ઓટલા પર પટકી. આખો ઓસરીનો ભાગ થાળીના અવાજથી ગૂંજી ઊઠ્યો. શાંતાબાએ પાડોશી મહિલાઓ આગળ મોટેથી બરા

By Just Gujju Things Team