5 વર્ષના દિકરાની માતા અવસાન પામી એટલે તેના પિતાએ બીજા લગ્ન કર્યા, સાવકી માતાએ દિકરા સાથે એવું કર્યુ કે...
એક ખૂબ જ સુખી પરિવાર હતો. કપલના લગ્ન થયાને લગભગ ત્રણ વર્ષ જેટલો સમય થયો હશે અને ઘરમાં એક દીકરાનો જન્મ થયો હતો. નાના બાળકના ઘરમાં આવ્યા પછી પહેલે થી પણ વધુ ખુશ ખુશાલ માહોલ ઘરમાં થઈ ગયો હતો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
દીકરાને માતા પણ તેને ખૂબ જ સારી રીતે સાચવી અને રાખતી. ધીમે ધીમે સમય વીતતો ગયો અને દીકરો પણ મોટો થતો ગયો.
દીકરાની ઉમર લગભગ પાંચ વર્ષની હશે ત્યારે તેની માતાનું અવસાન થઈ ગયું, પરિવાર પર જાણે તો દુઃખનો આભ ફાટી પડ્યું હોય એ રીતે બધા લોકો શોક માં જતા રહ્યા.
દીકરાની ઉંમર પણ એટલી નાની હતી કે એ સમયે બાળકને પોતાની માતાના સ્નેહની સૌથી વધારે જરૂર હોય અને અચાનક એ જ સમયે તેમની માતાને ગંભીર બીમારી થઈ અને તેનું અવસાન થયું.
બાળકની ઉંમર ઘણી નાની હતી એટલે પરિવારજનોએ એકઠા થઈને વિચાર્યું કે તેના છોકરા ના બીજા લગ્ન કરાવી દેવા જોઈએ, અને પરિવારના આગ્રહથી બાળકના પિતાએ પોતાની ઈચ્છા તો ન હતી તેમ છતાં બીજા લગ્ન કરી લીધા.
ઘરમાં નવી માતા આવી. નવા લગ્ન કરીને આવી ત્યારે નવી માતા દીકરાનું ધ્યાન સારી રીતે રાખતી પરંતુ થોડા સમય પછી જ તેણે બાળકને ત્રાસ આપવાનું શરૂ કરી દીધું.
દિવસેને દિવસે તે દીકરાને ત્રાસ આપતી જાય અને થોડા દિવસો પછી તો તેના દીકરાને મારવાનું પણ ચાલુ કરી દીધું. તેને મનમાં એમ લાગે રાખતું કે એ બાળકને ત્રાસ આપતી રહેશે એટલે દીકરો મુરઝાઇ જશે પરંતુ એથી ઊલટું બાળક ની ઉંમરની સાથે-સાથે તે દિવસે ને દિવસે તાજો-માજો થતો જતો.
સાવકી માતા વિચારમાં પડી ગઈ કે હું આટલો બધો ત્રાસ આપું છું, સાથે સાથે હું તેને પૂરતું જમવાનું પણ નથી આવતી તેમ છતાં આ દીકરો આવ તાજોમાજો કેમ રહે છે? આ વાતની તને કંઈ જ સમજ પડતી ન હતી.
પછી તેને અચાનક યાદ આવ્યું કે દીકરા ના પિતા અને દીકરો બન્ને સવારે કોઈ એક રૂમમાં બેસતા અને લગભગ દસેક મિનિટ પછી તેઓએ રૂમમાંથી બહાર નીકળી જતા.
પેલી સ્ત્રીને આ વાત ખૂબ નવાઈ જનક લાગી, કે આખરે તે રૂમમાં જઈને તે બાળકના પિતા તેને શું ખવડાવી રહ્યા હશે કે તે આવો તાજો-માજો રહે છે.
અને તેની માતાએ એ વાત પણ નોટીસ કરી હતી કે તેના લગ્ન થઇ ને તે આવી હતી પરંતુ હજુ સુધી બે રૂમ માં તે ગઈ ન હતી અને તેને કોઈએ ત્યાં જવાની પણ ના પાડી હતી. એટલે તે મનોમન વિચારવા લાગી ગયા દીકરાનો બાપ તેને દરરોજ કંઈક સારું સારું ખવડાવતો હશે એટલે જ દીકરો દિવસેને દિવસે તાજો-માજો થતો જાય છે.
આખરે દિકરો અને બાબતે રૂમમાં જઈને શું કરતા હશે, એક દિવસ તો હું આ જાણીને જ રહીશ આવું દીકરાની સાવકી માતાએ નક્કી કર્યું.
એ લોકો જે ઘરમાં રહેતા હતા તે ઘરને હમણાં જ રિનોવેશન કરવામાં આવ્યું હતું પરંતુ કોઈ કારણોસર તે રૂમ નું રીનોવેશન થયું ન હતું કે પછી કરવામાં આવ્યું ન હતું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
એટલે તે રૂમનો દરવાજો પણ જુનવાણી હતો. એક દિવસ સવારે ઓફિસે જતા પહેલા પિતા અને તેના દીકરો બન્ને તે રૂમમાં ગયા કે પાછળથી તરત જ સાવકી માતા આવી અને દરવાજામાં રહેલી નાનકડી તિરાડમાંથી અંદર શું થઈ રહ્યું છે તે જોવા લાગી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
રૂમમાં ગયા પછી પિતાએ ખૂણામાં એક વસ્તુ રાખી હતી જેની ઉપર કપડું ઢાંક્યું હતું, એ કપડું હટાવ્યું તો તેની સાવકી માતા આશ્ચર્ય ચકિત થઈ ગઈ કારણ કે તે વસ્તુ બીજી કોઈ નહીં પરંતુ તે દીકરાની અવસાન પામેલી માતાનું પૂતળું હતું.
આ બધા દ્રશ્ય જોઈને સાવકી માતા આશ્ચર્યમાં પડી ગઈ કે આવું પૂતળું શું કામ બનાવવામાં આવ્યું હશે?
હકીકતમાં દીકરાને માતાના અવસાન પછી બાળકના પિતાએ આ પૂતળું બનાવડાવ્યું હતું. થોડા સમય પછી બાળક તે પૂતળા પાસે ગયો અને દરરોજ જેમ કરતો તે રીતે તે પૂતળાને ભેટી પડ્યો, પૂતળામાં ઈલેક્ટ્રીક ગોઠવણી કરીને સર્કિટ વગેરે ગોઠવવામાં આવી હતી જેનાથી માતાનો હાથ બાળકના માથા પર અને પીઠ પર ફરવા લાગ્યો.
બાળક જેટલા સમય સુધી તેની માતાના પૂતળાને ભેંટી ને ઊભો હતો ત્યાં સુધી તેની માતા નું પૂતળું પણ બાળકને વહાલ કરી રહ્યું હતું.
આ બધું દ્રશ્ય બહારથી દરવાજામાં રહેલી તિરાડ માંથી જોઈ રહેલી સાવકી માતાને દેખાયું એટલે તરત જ સમજી ગઈ કે તે દીકરાને ગમે કેટલો ત્રાસ આપતી હોય તેમ છતાં દીકરો દિવસેને દિવસે તાજો-માજો શું કામ થતો જાય છે.
આ ભલે કદાચ એક સ્ટોરી પણ હોઈ શકે પરંતુ સાહેબ તમે ખાલી વિચાર કરો કે જો મરી ગયેલી માતા ના પૂતળા નો હાથ પણ દીકરાને બધી ખરાબ પરિસ્થિતિઓથી બચાવીને કોઈ પણ પરિસ્થિતિમાં તેને તાજો માજો રાખી શકતો હોય તો પછી જીવતી માતાનો હાથ જ્યારે દીકરાના માથા પર ફરે તેનું શું પરિણામ આવી શકે? સાવ સાચી વાત કહું ને સાહેબ તો એનો અંદાજો ન લગાવી શકાય!
જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, અને કમેન્ટમાં આ સ્ટોરી ને રેટિંગ પણ આપજો.
શું તમે સેન્ડવીચ માં આઈસ્ક્રીમ જોયો છે? જુઓ નીચે વિડીયોમાં તદ્દન અલગ પ્રકારની આઈસ્ક્રીમ સેન્ડવીચ ???
Cover picture used for representation only.