પૈસા વાપરતા પહેલા કમાતા શીખો - છેલ્લે સુધી વાંચજો

અશોકભાઈ ના લગ્ન ઘણા વર્ષો પહેલા થઈ ચૂક્યા હતા, લગ્નના ઘણા વર્ષો પછી તેને ત્યાં એક દીકરીનો જન્મ થયો હતો. વર્ષો પછી તેને ત્યાં દીકરી નો જન્મ થયો હોવાથી તેના ઘરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો, જેમ જેમ દીકરી મોટી થતી ગઈ તેમ વધુ ને વધુ લાડ થી આખા પરિવાર એ તેને ઉછેરી હતી.

ખાસ કરીને અશોકભાઈ તેની દીકરી જે કહે તે લાવી દેતા અને જેમ જેમ મોટી થતી ગઈ તેમ દીકરી પણ વધુને વધુ પૈસા વેડફવા લાગી તેમજ વધુ બગડી ગઈ. અશોકભાઈ સમજી ગયા કે હવે એ સમય આવી ગયો છે જ્યારે દીકરીને પૈસાની શું કિંમત હોય છે તે જ્ઞાન કરાવવું પડશે નહિતર આ દીકરી બધી સંપત્તિ ખતમ કરી નાખશે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

જો આ જ્ઞાન દીકરીને નહીં કરાવવામાં આવે તો દીકરી તેના જીવનમાં પૈસાની કિંમત નહીં શીખી શકે અને આગળ જતા દીકરીને જ હેરાન થવું પડશે. એક દિવસ અશોકભાઈએ તેની દીકરીને બોલાવીને કહ્યું કે બેટા મેં જે કમાયું છે. તે બધું તને જ મળવાનું છે. મારે કોઈ બીજું સંતાન નથી.

પરંતુ તારી આ પૈસા વેડફવાની ખરાબ આદત જોઈને મને ખૂબ જ ચિંતા થાય છે. જો તું સાબિત નહીં કરી શકે કે તું પૈસા જવાબદારીથી ખર્ચીશ તો હું તને આપવાની જગ્યાએ બધા પૈસાનું દાન કરી દઈશ. બીજા જ દિવસે દીકરી તેના પિતા પાસે આવી.

તેને પિતાને સો રૂપિયા આપ્યા અને કહ્યું કે પપ્પા આ મારી કમાણી છે. જોકે દીકરીના પિતા પહેલેથી જ જાણતા હતા કે તેને રૂપિયા તેની માતાની પાસેથી લીધેલા છે. તે રૂપિયાને હાથમાં લઈને તરત જ તેને ઘરની બીજી નકામી વસ્તુ પડી હતી તેની સાથે રાખી દીધા. બીજા દિવસે પણ આવું જ થયું દીકરી. પૈસા લઈને આવી પરંતુ પિતાને પહેલેથી જ ખબર હતી કે આ પૈસા તેને તેના કાકા પાસેથી ઉધાર લીધા છે.

ત્રીજા દિવસે દીકરીએ તેની એક મિત્ર પાસેથી પૈસા લીધા અને તેના પિતાને આપ્યા પરંતુ પહેલાની જેમ જ પિતાએ આજે પણ આ રૂપિયાને નકામી વસ્તુ સાથે રાખી દીધા. દીકરી સમજી ગઈ કે કંઈક તો ગડબડ છે, જો તે તેના પિતાને જણાવવા માંગતી હોય કે તે હવે જવાબદાર થઈ ગઈ છે તો તેને પોતે રૂપિયા કમાવવા પડશે.

તેના પછીના દિવસે દીકરી સવારે વહેલી જાગીને કામ શોધવા નીકળી પડી, અનેક જગ્યાએ કામ શોધ્યું, થોડા સમય પછી તેને એક સ્ત્રીએ નોકરી પર રાખી જેમાં તેને સીવણ કામ કરવાનું હતું. દિવસના અંતે તેને તે સ્ત્રીએ સો રૂપિયા આપ્યા, દીકરી તે રૂપિયા લઈને ઘરે જતી રહી.

તરત જ દીકરીએ ઘર પહોંચતા ની સાથે ગર્વથી તેના પિતાને રૂપિયા આપ્યા પરંતુ અશોકભાઈએ ફરીથી એ રૂપિયા લઈને નકામી વસ્તુઓ સાથે રાખી દીધા.. આ વખતે હવે દીકરી ગુસ્સે થઈ ચૂકી હતી અને સાથે સાથે હતાશ પણ થઈ ગઈ હતી.

તેને તે રૂપિયા મેળવવા માટે સખત મહેનત કરી હતી,. આખા દિવસની મહેનત પછી પણ પિતાએ તેના રૂપિયા નકામી વસ્તુઓ સાથે રાખી દીધા એટલે તે ખૂબ જ હતાશ થઈ જ ગઈ હતી. તેને લાગવા માંડ્યું કે ઘરમાં તેની કોઈ કદર થતી નથી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

પરંતુ અશોકભાઈ નું હૃદય બદલાઈ ગયું હતું, જ્યારે તેણે દીકરીમાં જોયું કે દીકરી માટે હવે પૈસા કેટલા મહત્વના થઈ ગયા છે. દીકરી પાસે જઈને તેની માફી માંગી અને સમજાવ્યું કે તે પોતે દીકરીને માત્ર પૈસાના મહત્વ વિશે એક મહત્વપૂર્ણ શિક્ષા આપવા માંગતા હતા. એ માટે આ બધું કરી રહ્યા હતા.

પછી દીકરીને પણ ખબર પડી કે પિતાની સંપત્તિ ઘણી બધી છે પરંતુ ખૂબ જ મહેનતથી કમાયેલી છે, અને તે પણ આદરને પાત્ર છે. તેને સમજાઈ ગયું કે તેણે તેનો ઉપયોગ કરતા પહેલા સખત મહેનત કરવાની અને પોતે પણ પૈસા કમાવાની જરૂર છે તેના પિતાએ જે તેને શિક્ષા આપી તે તેના માટે આભારી હતી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

ત્યાર પછીથી દીકરીના ખર્ચા ધીમે ધીમે ઓછા થવા લાગ્યા, તે નાણાં માટે ઘણી સાવચેત થવા લાગી અને પૈસાની કિંમત કરતા પણ શીખી ગઈ.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

સોશિયલ મીડિયા પર પરફેક્ટ કપલ લાઈફ બતાવતી પત્નીના હોશ ઉડી ગયા, જ્યારે પતિએ મોકલી ડિવોર્સની નોટિસ

હાઈરાઈઝ ફ્લેટના બારમા માળે રીચા અને સાહિલ રહેતા હતા. બહારની દુનિયા માટે અને ખાસ કરીને સોશિયલ મીડિયાના લાખો ફોલોઅર્સ માટે તેઓ એક આદર્

By Just Gujju Things Team

બેંકમાંથી રીટાયર્ડ થયા પછી સસરા ઘરમાં રોફ જમાવતા, થોડા સમય પછી વહુએ તેના સસરાને...

હરિપ્રસાદ પોતાની પત્ની, દીકરા મનન અને વહુ દ્રષ્ટિ સાથે રહેતા હતા. હરિપ્રસાદ એક સરકારી બેંકમાં ચીફ મેનેજર તરીકે ચાલીસ વર્ષ સુધી નોકરી કરીને હમણા

By Just Gujju Things Team

નણંદ સ્વેતાના આવતા જ ઘરમાં કલેશ શરૂ થઈ જતો, પણ ડાયરીમાં છુપાયેલો રાઝ જોઈ ભાભી...

રીમા અને તેનો પતિ મનન એક સુખી અને સંતોષી જીવન જીવી રહ્યા હતા. મનન એક પ્રાઈવેટ ફર્મમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હતો અને તેનો સ્વભાવ ખૂબ જ સરળ અને

By Just Gujju Things Team

ઓનલાઈન કુકિંગ ક્લાસ ચલાવતી વહુની લાઈવ વીડિયોમાં રેસિપી બગડી, પછી સાસુએ જે કર્યું તે જોઈને…

એક શાંત અને પ્રતિષ્ઠિત વિસ્તારમાં આવેલા સુંદર બંગલામાં ભાનુબેન અને તેમનો પરિવાર રહેતો હતો. ભાનુબેન પોતાના જમાનાના એક ઉત્તમ ગૃહિણી હતા

By Just Gujju Things Team