પૈસા વાપરતા પહેલા કમાતા શીખો – છેલ્લે સુધી વાંચજો

તરત જ દીકરીએ ઘર પહોંચતા ની સાથે ગર્વથી તેના પિતાને રૂપિયા આપ્યા પરંતુ અશોકભાઈએ ફરીથી એ રૂપિયા લઈને નકામી વસ્તુઓ સાથે રાખી દીધા.. આ વખતે હવે દીકરી ગુસ્સે થઈ ચૂકી હતી અને સાથે સાથે હતાશ પણ થઈ ગઈ હતી.

તેને તે રૂપિયા મેળવવા માટે સખત મહેનત કરી હતી,. આખા દિવસની મહેનત પછી પણ પિતાએ તેના રૂપિયા નકામી વસ્તુઓ સાથે રાખી દીધા એટલે તે ખૂબ જ હતાશ થઈ જ ગઈ હતી. તેને લાગવા માંડ્યું કે ઘરમાં તેની કોઈ કદર થતી નથી.

પરંતુ અશોકભાઈ નું હૃદય બદલાઈ ગયું હતું, જ્યારે તેણે દીકરીમાં જોયું કે દીકરી માટે હવે પૈસા કેટલા મહત્વના થઈ ગયા છે. દીકરી પાસે જઈને તેની માફી માંગી અને સમજાવ્યું કે તે પોતે દીકરીને માત્ર પૈસાના મહત્વ વિશે એક મહત્વપૂર્ણ શિક્ષા આપવા માંગતા હતા. એ માટે આ બધું કરી રહ્યા હતા.

પછી દીકરીને પણ ખબર પડી કે પિતાની સંપત્તિ ઘણી બધી છે પરંતુ ખૂબ જ મહેનતથી કમાયેલી છે, અને તે પણ આદરને પાત્ર છે. તેને સમજાઈ ગયું કે તેણે તેનો ઉપયોગ કરતા પહેલા સખત મહેનત કરવાની અને પોતે પણ પૈસા કમાવાની જરૂર છે તેના પિતાએ જે તેને શિક્ષા આપી તે તેના માટે આભારી હતી.

ત્યાર પછીથી દીકરીના ખર્ચા ધીમે ધીમે ઓછા થવા લાગ્યા, તે નાણાં માટે ઘણી સાવચેત થવા લાગી અને પૈસાની કિંમત કરતા પણ શીખી ગઈ.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.