પાડોશીએ પૂછ્યું તમારા સાસુ ની બધી સેવા તમારે જ કરવાની, તો તમારા દેરાણીઓ કેમ કોઈ દિવસ સાસુને નથી લઈ જતા? ત્યારે વહુએ એવો જવાબ આપ્યો કે…

જયશ્રી પોતાના ઘરનું કામકાજ પતાવીને પાડોશી ક્રિષ્નાને ત્યાં ગઈ. ક્રિષ્ના નું ઘર તેની સામે જ હતું અને ક્રિષ્ના ના સાસુ ની તબિયત ખરાબ હોવાથી તેની તબિયત જોવા માટે જયશ્રી તેને ઘરે ગઈ હતી.

ક્રિષ્ના ના સાસુ સાવિત્રીબેનની ઉંમર લગભગ 85 વર્ષ જેટલી થઇ ચુકી હોવાથી ઉમર ના હિસાબે નબળાઈ આવી ચૂકી હતી, અને ખોરાકને પાચન થવામાં પણ ઘણી તકલીફ પડતી. ત્યાં જઈને સાવિત્રીબેન સાથે ચર્ચાઓ કરી રહ્યા હતા, એટલામાં જ ક્રિષ્નાની 3 દેરાણી તેના સાસુ ની તબિયત જોવા માટે આવી.

તેના સાસુ જે રૂમમાં હતા, તે રૂમના દરવાજા થી જ સાસુ સાથે વાતચીત કરીને બહાર ક્રિષ્ના સાથે બેસીને બધી દેરાણીનો ચા નાસ્તો કરવા લાગી. સાથે સાથે પોતાની સાસુ વિશે પણ ખરું ખોટું બોલી રહી હતી, ક્રિષ્ના ના જરા પણ પસંદ ન આવ્યું. પરંતુ તેની દેરાણીને તે કંઈ કહેવા નહોતી માંગતી.

થોડો સમય થયો ત્યાર પછી ચા નાસ્તો કરીને બધી રાણીઓ કોઈ ને કોઈ બહાનું કાઢીને ત્યાંથી નીકળી ગઈ. નીકળતા પહેલાં સાસુના રૂમ પાસે જવાનો પણ વિચાર ન આવ્યો. અને સાસુની કોઈએ જતાં પહેલાં રજા પણ ન લીધી, ક્રિશ્નાના ઘરે બેઠેલી જયશ્રી આ બધું જોઈ રહી હતી એટલે તેને ક્રિષ્ના ને પૂછ્યું કે તમારે ત્રણ દેરાણી છે અને ઘણા સમયથી તમારા સાસુ ની તબિયત ખરાબ હોવા છતાં કોઈપણ દિવસ તેઓ તમારા સાસુ ની અથવા તમારી મદદ કરવા આવતા નથી.

મેં આજ દિવસ સુધી કોઈ દિવસ નથી જોયું કે તમારી દેરાણીઓ તમારા સાસુ ની સેવા કરવા માટે આવ્યું હોય કે પછી તેની મદદ કરવા માટે. સાવિત્રીબેન તમારા જ નહીં પરંતુ બધાના સાચું છે, તમારી સાસુ પાસે રહેલી મિલકતમાં તો બધા ભાગ લેવા આવી જશે જે તેઓનો હક્ક છે. પરંતુ પોતાના સાસુ ની સેવા કરવી એ તેની ફરજ પણ છે. તમારા દેરાણી કેમ કોઈ દિવસ સાસુને લઈ પણ નથી જતા અથવા અહીં પણ સેવા કરવા માટે નથી આવતા?

ક્રિષ્ના એ જવાબ આપતા કહ્યું મારા સાસુ ને સાત સંતાનો હતા, મારા ત્રણ નણંદ પરણીને સાસરે છે અને ત્રણ દિયર અને દેરાણી છે. બા એ બધાને મોટા કરવામાં તેમજ તેઓને સાચવવામાં પોતાની આખી જિંદગીનો ભોગ આપી દીધો છે.

બધાને સારી રીતે સાચવીને મોટા કરવામાં તેને ક્યારેય પોતાના સુખની પરવાહ નથી કરી. મારા ઘરમાં બધા ખાઈ પીને આનંદ કરે છે તે બધા મારા સાસુ ના આશીર્વાદ જ છે, બા ની સાથે રહીને મારા દીકરા પણ સંસ્કારી થયા છે.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel