પાડોશીએ પૂછ્યું તમારા સાસુ ની બધી સેવા તમારે જ કરવાની, તો તમારા દેરાણીઓ કેમ કોઈ દિવસ સાસુને નથી લઈ જતા? ત્યારે વહુએ એવો જવાબ આપ્યો કે…

બંને દીકરાઓ સવારે સ્કૂલે જતા હોય ત્યારે અને સ્કૂલેથી છૂટીને ઘરે આવે ત્યારે નાસ્તો લઈને સીધા બા પાસે બેસે છે અને બા સાથે બધી વાતો કરે, ત્યાર પછી બા ના પગ પણ દબાવી આપે. અને બા જ્યારે મારા દીકરાઓને વહાલ કરે એ જોઈને તો મને પણ મારા દાદી યાદ આવી જાય. જવાબ આપતા આપતા ક્રિષ્ના થોડી થઈ ચૂકી હતી.

તેને પોતાની વાત આગળ વધારતાં કહ્યું કે જ્યારે હું બા ને નવડાવીને તૈયાર કરું છું. અને બા ને જે પણ કંઈ જમવું હોય તે જમવાનું બનાવું છું ત્યારે બા ના મોઢા ઉપર છે ખુશી ની અનુભૂતિ થાય છે, તે જોઈને જ મારા પતિ અને મારું જીવન લેખે લાગ્યું હોય તેવું લાગે છે.

ખાસ કરીને તેની સેવા કરવામાં અમને જે સંતોષ થાય છે એ અમારું મગજ જાણે છે. જાણે દુનિયાનું સૌથી મોટું સુખ મળી ગયું હોય એવું અમને લાગે છે.

જયશ્રીબેન જતા જતા કહ્યું કે આ જમાનામાં આટલી સમજદારી જોઇને મને પણ આશ્ચર્ય થાય છે, તેને ક્રિષ્ના ને મનોમન નમન કર્યા અને કહ્યું કે કેટલાક સ્વાર્થી લોકો કોઈને કોઈ કારણ કાઢી પોતાની આઝાદી અને જલસા કરવા માટે બા જેવા પ્રેમાળ અને મમતાથી ભરપુર વડીલોને સાથે રાખતા નથી, પરંતુ તેઓ શું ગુમાવીને બેઠા છે તેનું તેને ભાન જ હોતું નથી.

આજે વિદેશીઓની સભ્યતા ની પાછળ આંધળી દોટ ના કારણે ઘરમાં કોઈને વડીલો પસંદ જ નથી, જે વૃક્ષના મૂળ નબળા પડી જાય એ વૃક્ષ સામાન્ય વાવાઝોડું આવે તો પણ પડી જાય છે. અને જેના મૂળિયાં મજબૂત હોય તેને કંઈ થતું નથી બસ આ જ રીતે આપણા વડીલોએ આપણા મૂળિયા છે, તેની સાથે જોડાયેલા રહીએ અને જીવનને આનંદમય બનાવીએ.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel