નામદેવજીને પત્નીએ કહ્યું ઘરમાં અનાજ ખલાસ છે, આવો ત્યારે લેતા આવજો. જે કાપડ વેંચીને પૈસા આવવાના હતા એ ધર્મના કામમાં દાન કરી દીધું એટલે પૈસા નહોતા. પરંતુ રાત્રે ઘરે ગયા તો ઘરમાં…

આપણે ત્યાં ભગવાન ની ભક્તિ કરવા માટે પ્રસિદ્ધ થયેલા નરસિંહ મહેતા ની જેમ જ નામદેવજી નું જીવન પણ ભગવાન ની ભક્તિ થી ભરેલું હતું અને તેનું જીવન પણ નરસિંહ મહેતા જેવું જ હતું જે પોતે જાતે જ કાપડ નું વણાટ કામ કરીને તેમાંથી જીવન નિર્વાહ ચલાવતા હતા

એક વાર તે કાપડ નો તાકો ખભે નાખી ને બજાર માં વહેંચવા માટે જઈ રહ્યા હતા ત્યારે તેના પત્ની એ કહ્યું કે ભગતજી ઘર માં આજે ખાવા માટે એક પણ અનાજ નો દાણો નથી લોટ દાળ મીઠું ચોખા અને સાકાર બધું ખલાસ થઇ ગયું છે સાંજે બજાર માંથી આવો ત્યારે બધી ચીજ વસ્તુ ખરીદી ને સાથે લેતા આવશો

ત્યારે જવાબ આપતા નામદેવજી એ કહ્યું કે જેવી ભગવાન ની ઇરછા કાપડ ના સારા ભાવ મળી જશે તો આજે ઘર માં બધી ચીજ વસ્તુ આવી જશે ત્યારે પત્ની એ કહ્યું કે કદાચ સારા ભાવ ના પણ આવે તો છેલ્લે સસ્તા ભાવે કાપડ વહેચી ને જે વસ્તુ આવે તે લેતા આવશો

ઘર માં મોટા લોકો તો ભૂખ સહન કરી લેશે પણ નાના બાળકો થી ભૂખ સહન નહિ થાય માટે તેના પૂરતું તો લેતા જ આવજો જવાબ માં નામદેવજી એટલું જ બોલ્યા કે જેવી મારા ભગવાન ની ઇરછા અને બજાર માં કાપડ વેચવા ચાલ્યા ગયા

બજાર માં ગયા ત્યારે એક વ્યક્તિ એ નામદેવજી નું કાપડ જોઈ ને વખાણ કર્યા અને કહ્યું કે ગઈ કાલે એક સાધુ ને બહુ ઠંડી લાગી ગઈ છે અને હવે તેને ઓઢવા માટે કઈ નહિ મળે તો ઠંડી ના હિસાબે ઠુઠવાઈ ને મારી જશે માટે તેને બે ચાદર થાય એટલું કપડું આપી દયો

નામદેવજી એ પોતાની પાસે રહેલા કપડાં નું માપ કર્યું તો તે બે ચાદર થાય એટલું જ હતું અને તે તેને સાધુ ને દાનમાં આપી દીધું હવે નામદેવજી ઘરે પરત જવા માટે નીકળ્યા ત્યારે તેને પરિવાર ના અને બાળકો ના ભૂખ્યા ચહેરા દેખાવા લાગ્યા.

અને પત્ની ની વાત પણ મન માં ઘૂમરાવા લાગી કે છેલ્લે બાળકો માટે તો કઈ ને કઈ ખાવાનું લેતા આવજો હવે પૈસા તો ના આવ્યા પણ કાપડ પણ દાન આપી દીધું હતું.અને ભક્ત નામદેવજી એક પીપળા ના ઝાડ ની નીચે છાંયડે બેસી ગયા અને બોલ્યા કે…

આખા જગત નું પાલન પોષણ જે કરે છે એ જ મારા પરિવાર નું પણ કરશે અને ભજન ગાવા માં મશગુલ થઈ ગયા હવે તેને બધી જવાબદારી ભગવાન ની ઉપર નાખી દીધી અને તે ભગવાન ની ભક્તિ માં મશગુલ થઈ ગયા આ બાજુ નામદેવજી ના ઘર નો દરવાજો કોઈ એ ખટખટાવ્યો.

ત્યારે નામદેવજી ના પત્ની એ પૂછ્યું કે કોણ છે? એટલે આવનાર વ્યક્તિ એ કહ્યું કે નામદેવજી નું ઘર આજ છે કે ?ત્યારે નામદેવજી ના પત્ની એ દરવાજો ખોલતા પૂછ્યું કે હા આપને કઈ જોઈએ છે? અને આવનાર વ્યક્તિ કે જે ભગવાન પોતે જ હતા તે ધીરે થી હસવા લાગ્યા,

અને વિચારવા લાગ્યા કે ઘર માં તો બાળકો ને ખાવા માટે પણ કઈ નથી તો પણ મને પૂછી રહ્યા છે કે આપને કઈ જોઈએ છે ? ધન્ય છે આ પરિવાર ને તેની પાસે કઈ નથી તો પણ બીજા ને મદદ કરવા માટે પૂછી રહ્યા છે ત્યારે નામદેવજી ના પત્ની એ પૂછ્યું કે આપ કોણ છો?

ત્યારે ભગવાને કહ્યું કે સેવક ની કોઈ ઓળખાણ ના હોય જેમ નામદેવજી ભગવાન ના સેવક છે એમ હું નામદેવજીનો સેવક છું અને આ કરિયાણું ઘર માં રખાવી દયો નામદેવજી ના પત્ની એ ઘર નો દરવાજો પૂરો ખોલી નાખ્યો અને આવેલું કરિયાણું ઘર માં રાખવાનું શરુ થયું

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel