મમ્મી, તું કહે છે કે માતાનું કરજ ક્યારેય ન ઉતરી શકે, બોલ તારું કરજ કેટલુ છે? શું જોઇએ છે તારે, તો માતાએ આપ્યો એવો જવાબ કે…

એક વખત દીકરાને અને તેની માતા માં કોઈ કારણને લઈને તકરાર શરૂ થઈ ગઈ, દીકરાએ તેની માતાને કહી દીધું તું હંમેશા એમ કહે છે કે માં નો ઋણ ક્યારેય ઉતારી નથી શકાતું. આજે મને જણાવી દે કે કેટલું કરજ છે તારું? તને શું જોઈએ છે? રૂપિયા, સોના ચાંદી કે પછી ઝવેરાત? જણાવો મમ્મી આજે એવું શું આપ્યું જેનાથી તારું કરજ ઊતરી જાય.

માતાએ શાંતિથી દીકરાની વાત સાંભળી અને પછી સહજતાથી કહ્યું દીકરા આ તે જે વાત કરી સોના ચાંદી કે પછી રૂપિયા તેનાથી મારુ કરજ નહીં ઉતરે. જો તારે મારું કરજો ઉતારવું હોય તો એક કામ કર, આજે રાત્રે તું મારી પાસે મારા રૂમમાં સુઈ જજે. જો તું એક રાત માટે મારા રૂમમાં સૂઇ જશે તો હું એવું સમજી શકે તે મારું કરજ ઉતારી દીધું.

દીકરા વિચાર્યું કે અરે માત્ર એક રાત ની તો વાત છે, ઠીક છે માતા પાસે સુઈ જઈશ. એટલે જેવી રીતે નક્કી કરવામાં આવ્યું હતું એ દિવસે દીકરો માતાના રૂમમાં તેની સાથે જ સુઈ ગયો.

જેવી દીકરાને નીંદર આવવાની શરૂ થઈ કે તેની માતાએ તેને જગાડી દીધો અને કહ્યું દીકરા મને તરસ લાગી છે એક ગ્લાસ પાણી પીવડાવીને જરા.

દીકરાએ કહ્યું ઠીક છે મમ્મી હમણાં જ લઈ આવું છું. પાણી લઈને માતા પાસે લઈ આવ્યો અને તેને પાણી પીવડાવ્યું.

માતાએ થોડું પાણી પીધું પછી જેટલું પાણી બચ્યું હતું તેટલું તેને દીકરો જ્યાં સૂતો હતો તે પલંગ પર ફેંકી દિધું.

દીકરાએ કહ્યું અરે મમ્મી આ તમે શું કર્યું? તમે તો મારી સુવાની આખી જગ્યા ભીની કરી નાખીએ. હવે હું કઈ રીતે સુઈ શકીશ?

તેમ છતાં જેમ તેમ કરીને દીકરો તે ભીના પલંગ પર સુવાની કોશિષ કરી રહ્યો હતો, થોડા સમય પછી હવે ઊંઘ આવવાની શરૂ થઈ હતી કે ત્યાં જ મમ્મી એ ફરી પાછો તેને જગાડ્યો અને કહ્યું દીકરા મને થોડું પાણી આપને.

દીકરો ઊંઘમાંથી જાગી ગયો અને થોડો ગુસ્સે પણ થઈ ગયો અને મમ્મીને કહ્યું મમ્મી હમણાં જ તો તમે પાણી પીધું હતું, એટલી જલ્દી પાછી તરસ લાગી ગઈ?

દીકરાએ થોડું મોઢું ચડાવીને પણ પાણીનો ગ્લાસ લઈ આવ્યો અને માતાને આપ્યું. તેની મમ્મીએ થોડું પાણી પી અને બાકીનું પાણી ફરી પાછું દીકરો જ્યાં સૂતો હતો ત્યાં ઢોળી નાખ્યું.

હવે તો જાણે દીકરાનો ગુસ્સો સાતમા આસમાન સુધી પહોંચી ગયો હોય તેવું લાગી રહ્યું હતું દીકરાએ માતાને ન જાણે શું-શું કહી નાખ્યું. દીકરાએ કહ્યું અરે મમ્મી શું તું ગાન્ડી થઈ ગઈ છે? તે તમારી સૂવાની જગ્યાએ પાણી ફેકી દીધો. વારંવાર મારો પલંગ કેમ ભીનો કરી રહી છે? આ વખતે તો દિકરાએ આવું કંઈ કેટલું તેની મમ્મીને કહી દીધું પરંતુ તેની માતા કંઈ જ બોલી નહીં.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel