મધ્યપ્રદેશના ઈન્દોરની એ વાત જ્યારે ગાયને ન્યાય આપવા માટે મહારાણીએ પોતાના પુત્રને જ…

મધ્યપ્રદેશના ઇન્દોર શહેર ની રાજાશાહી સમય ની આ વાત છે. શહેરના રાજમાર્ગ પર મહારાણી દેવી અહલ્યાબાઈ હોલ્કર ના પુત્ર માલોજીરાવ નો રથ નીકળો ત્યારે રસ્તામાં તાજું જન્મેલું ગાયનું વાછરડું રથ ની સામે આવી ગયું ગાયે પોતાના વાછરડાને બચાવવાની કોશિશ કરવા માટે દોડી.

પરંતુ માલોજીરાવ નો રથ ગાય ના વાછરડા ને અકસ્માતે ઉડાડી ને આગળ વધી ગયો, અને વાછરડું મરણ પામ્યું. અને તેની માતા ગાય તેની પાસે બેસી ને આંસુ સારતી હતી અને તે પણ રસ્તામાં વચ્ચે બેસી ગઈ. થોડીવાર પછી મહારાણી દેવી અહલ્યાબાઈ નો રથ ત્યાંથી નીકળ્યો.

ત્યારે તેને નીચે ઉતરી ને વાછરડા સાથે બનેલી ઘટના જાણી અને બધી હકીકત જાણી અને પોતાના દરબારમાં ગયા ત્યાં તેને માલોજી રાવ ના પત્ની મેના બાઈ ને પૂછ્યું કે કોઈ વ્યક્તિ તેની માં ની સામે જ તેના દીકરાની હત્યા કરી નાખે તો તેને શું સજા મળવી જોઈએ ???

ત્યારે માલોજી રાવ ના પત્ની એ કહ્યું કે તેને મૃત્યુદંડ ની સજા મળવી જોઈએ આ વાત સાંભળી ને મહારાણી દેવી અહલ્યાબાઈ એ માલોજીરાવ ના હાથપગ બાંધીને રસ્તા પર ફેંકી દેવાની સૂચના આપી જ્યાં ગાય ના વાછરડા નું મૃત્યુ થયું હતું અને સૈનિકોને અને સેનાપતિ ને હુકમ કર્યો.

કે માલોજીરાવ ની સાથે રથ સાથે અકસ્માત કરી અને મૃત્યુ નિપજાવવામાં આવે. પરંતુ આ કામ કરવા માટે કોઈ પણ વ્યક્તિ તૈયાર થયા નહિ. અને અંતે મહારાણી દેવી અહલ્યાબાઈ પોતે જ માલોજીરાવ ની માતા હોવા છતાં પણ માલોજીરાવે કરેલા કર્મ ની સજા આપવા માટે રથ પર સવાર થઈ ગયા.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel