મોટી વહુ નોકરી કરતી હતી અને નાની વહુ હાઉસવાઈફ હતી આ જોઈને ફઈએ મોટી વહુને એવું કહ્યું કે તે સાંભળીને…

નીતા ની વાત સાંભળી ને ફોઈ ચૂપ થઇ ગયા અને મન માં વિચારવા લાગ્યા કે આ ઘર માં ઝગડો કરાવવો તે કઠિન કામ છે. સાંજે દીપા નોકરી એ થી ઘરે આવે છે, ત્યારે નીતા ના હાથ માં શાકભાજી ની થેલી આપતા કહે છે કે થેલી માંથી તારી ફેવરિટ લેખક ની નવલકથા લાવી છું. જે તું સાચવી ને રાખજે.

નીતા ખુશ થઇ ગઈ અને કહ્યું કે થેન્કયુ દીદી નીતા શાકભાજી ની થેલી માંથી તેની નવલકથા કાઢી ને પોતાના બેડરૂમ માં મુકવા માટે ગઈ, અને ફોઈ એ દીપા ને બોલાવતા કહ્યું કે મોટી વહુ જરા અહીંયા આવો તો. ફોઈ એ બોલાવતા દીપા ફોઈ પાસે આવી એટલે ફોઈ એ દીપા ને કહ્યું કે તું આટલી બધી મહેનત કરી અને રૂપિયા કમાઈ છે.

તો આવા એલફેલ ખર્ચ કરી ને ચોપડીઓ લાવવાની શું જરૂર છે ?અને એ પણ આવી દેરાણી માટે ?અને આમેય તે આખો દિવસ ઘર માં કરે છે પણ શું ?તું દિવસ દરમ્યાન કાળીમજુરી ની જેમ મહેનત કરી ને રૂપિયા લાવે છે અને તે આખો દિવસ ઘર માં પડ્યા પડ્યા આરામ કરે છે.

ફોઈ ની વાત સાંભળી ને દીપા હસવા લાગી, અને બોલી કે આરામ? નીતા ને તો અમારે પરાણે આરામ કરાવવો પડે છે. સવાર થી બધા ના ચા નાસ્તા અને બપોરે બાળકો ની અલગ અલગ પસંદગી ની રસોઈ અને ટિફિન બધું બહુ જ પ્રેમ થી બનાવે છે. અને હા સવાર માં તો તેને ચા નાસ્તો તો પરાણે કરાવવો પડે.

નહીંતર બપોર સુધી બધું પડ્યું રહે છે, બાળકો નું ભણવાનું અને હોમવર્ક બધું જ તે જ જુવે છે. હું મારા ઓફિસ માંથી જરા પણ સમય કાઢી શક્તિ નથી. મમ્મી પપ્પા ની દવા ક્યારે આપવાની છે. અને બજાર માંથી ક્યારે ખરીદવાની છે તે ઘર માં નીતા ને જ ખબર હોય.

સગા વહાલાઓ ને ત્યાં ટાણે પ્રસંગે જવું, વ્યવહાર ચલાવવો અને ઘરે આવેલા મહેમાનો નું માન સન્માન સાચવી ને તેની આગતા સ્વાગતા કરવી આ બધું કામ એકલા હાથે પૂરું કરવું તે કઈ નાની વાત છે? અને તેને ખાલી નવલકથા નું વાંચન કરવાનો જ શોખ છે.

તો હું તેના માટે એટલું તો કરી જ શકું ને? મારી નાની બહેન ની જેમ જ રહે છે. અને ફોઈ ની બોલતી ફરી ને બંધ થઇ ગઈ. અને દીપા ત્યાં થી ઉભી થઇ ને રસોડા માં ચાલી ગઈ. ત્યારે તેના સાસુ સાંજ ના દિવાબત્તી કરી અને મંદિર વાળા રૂમ માંથી બહાર આવ્યા. અને તેના નણંદ ને કહ્યું કે આ બંને દેરાણી જેઠાણી નથી.

આ બંને તો સગી બહેન જેવી છે, મારા ઘર નો મજબૂત પાયો છે, અને તમારા જેવા ઘણા લોકો એ તેને હલાવવા ની કોશિશ કરી પણ કોઈ ની કરી ફાવી નથી. અને બંને એ બધા ની બોલતી બંધ કરી આપી છે. આ તો તમે ફોઈ છો અને વડીલ છો, બાકી બીજા નું તો સામે સામે મોઢું તોડી લીધું છે. અને બીજા દિવસે ફોઈ તેના ઘરે રવાના થઇ ગયા.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel