મોટી વહુ નોકરી કરતી હતી અને નાની વહુ હાઉસવાઈફ હતી આ જોઈને ફઈએ મોટી વહુને એવું કહ્યું કે તે સાંભળીને...
દીપા અને નીતા બંને દેરાણી અને જેઠાણી હતા. તેના લગ્ન થયા અને લગભગ દસ વર્ષ ઉપર થઈ ચૂક્યું હતું, જેઠાણી એટલે કે દીપા નોકરી કરી રહી હતી અને તે વર્કિંગ વુમન હતી. જ્યારે દેરાણી નીતા ઘર સંભાળી રહી હતી. અત્યંત સુખી સંપન્ન પરિવાર હતો.
પરિવારમાં સાસુ સસરા, પતિ, બંને ના બાળકો સાથે કુલ 11 સભ્યો હળીમળીને રહેતા હતા. એક દિવસની વાત છે જે દિવસે તેના સસરાના બહેન એટલે કે ફોઈ તેમના ઘરે થોડા દિવસ માટે રોકાવા આવ્યા હતા. સવાર ના પહોર માં જ દીપા પોતાનું કામ ઝડપ થી પતાવી રહી હતી.
અને ફોઈ આ બધું બેઠા બેઠા જોઈ રહ્યા હતા ત્યાં જ નીતા તૈયાર થઇ ને આવી, અને રસોડા માં જઈને બધા માટે નાસ્તો અને સાથે સાથે દીપા માટે ટિફિન તૈયાર કરવા માં લાગી ગઈ. નાસ્તો તૈયાર થતા દીપા એ બધા ને નાસ્તો પીરસી આપ્યો. અને પોતે પણ થોડો નાસ્તો કરી અને ટિફિન તૈયાર કરી અને ઓફિસે ચાલી ગઈ.
ત્યાર બાદ નીતા એ એકલા હાથે ઘર ના બધા સભ્યો નું બપોર નું જમવાનું તૈયાર કરી નાખ્યું, અને ફ્રી થતા તે તેના સાસુ અને ફોઈ ની પાસે વાતો કરવા માટે બેસી ગઈ. બંને દેરાણી જેઠાણી નો પ્રેમ અને સંકલન જોઈ ને ફોઈ થી રહેવાયું નહિ. અને ઘર માં ઝઘડો કરાવવા ના હેતુ થી નીતા ને કહ્યું દીપા તારી જેઠાણી તો તારા પર બહુ જ પાવર કરી રહી છે.
અને બહુ રોફ જમાવે છે, સવાર થી હું અહીંયા બેઠા બેઠા એ જ જોઈ રહી છું. રસોડા માં મહેનત કરી ને નાસ્તો તું બનાવતી હતી. અને તારી જેઠાણી તો મહારાણી ની જેમ જાણે બધું પોતે જ બનાવ્યું હોય તેમ બધા ને નાસ્તો આપી રહી હતી. ત્યારે નીતા એ તેના સાસુ ની સામે નજર કરતા ફોઈ ને જવાબ આપ્યો કે એવું કશું જ નથી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
અમારી બંને વચ્ચે અને તરત જ ફોઈ એ કહ્યું કે હું બધું જ સમજુ છું પણ તું નથી સમજી શક્તિ તું બહુ ભોળી છે. નીતા થી હવે રહેવાયું નહિ, અને ફોઈ ને કહ્યું કે તમે દીપા દીદી ને બધા ને નાસ્તો પીરસતા તો જોયા પણ બધા ની સાથે સાથે તેને મને રસોડા માં મારુ કામ બંધ કરાવીને પહેલા નાસ્તો ચા કરાવ્યા.
પછી જ તેને નાસ્તો કર્યો તે તમને દેખાયું નથી દીદી? સવાર ના વહેલા તૈયાર થઇ ને મંદિર માં સાફ સફાઈ કરી અને ફળ અને ફૂલ પધરાવી ને બધી વસ્તુ તૈયાર કરી ને જાય છે. જેથી મમ્મી ને કોઈ જાત ની અગવડતા પડે નહિ, તે તમને નહિ દેખાયું હોય. હું તો નાહીને તૈયાર થઇ ને રસોડા માં જ જાઉ છું.
પણ બીજા બહાર ને કેટલાય કામ દીદી પતાવી અને પછી નોકરી એ જાય છે. અને સાંજે જયારે ઘરે આવે છે. ત્યારે ઘરમાં જરૂરી કરિયાણું અને શાકભાજી ખરીદી ને લેતા આવે છે. કારણ કે તમારા ભત્રીજા તો મોડેથી ઘરે આવે છે. અને ત્યારે સારું શાકભાજી ખલાશ થઇ ગયું હોય છે.
ઓફિસ માં આખો દિવસ ની દોડાદોડી કર્યા પછી આ બધી વસ્તુ લઇ ને ઘરે આવે એટલે તેનું કામ પતી જતું નથી. તે ઘરે આવી અને સાંજ ની રસોઈ બનાવવા માં પણ મારી મદદ કરે છે તે મારી જેઠાણી નહિ પણ મારી મોટી બહેન છે. અને એ વાત તમને નહિ સમજાય. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
નીતા ની વાત સાંભળી ને ફોઈ ચૂપ થઇ ગયા અને મન માં વિચારવા લાગ્યા કે આ ઘર માં ઝગડો કરાવવો તે કઠિન કામ છે. સાંજે દીપા નોકરી એ થી ઘરે આવે છે, ત્યારે નીતા ના હાથ માં શાકભાજી ની થેલી આપતા કહે છે કે થેલી માંથી તારી ફેવરિટ લેખક ની નવલકથા લાવી છું. જે તું સાચવી ને રાખજે.
નીતા ખુશ થઇ ગઈ અને કહ્યું કે થેન્કયુ દીદી નીતા શાકભાજી ની થેલી માંથી તેની નવલકથા કાઢી ને પોતાના બેડરૂમ માં મુકવા માટે ગઈ, અને ફોઈ એ દીપા ને બોલાવતા કહ્યું કે મોટી વહુ જરા અહીંયા આવો તો. ફોઈ એ બોલાવતા દીપા ફોઈ પાસે આવી એટલે ફોઈ એ દીપા ને કહ્યું કે તું આટલી બધી મહેનત કરી અને રૂપિયા કમાઈ છે.
તો આવા એલફેલ ખર્ચ કરી ને ચોપડીઓ લાવવાની શું જરૂર છે ?અને એ પણ આવી દેરાણી માટે ?અને આમેય તે આખો દિવસ ઘર માં કરે છે પણ શું ?તું દિવસ દરમ્યાન કાળીમજુરી ની જેમ મહેનત કરી ને રૂપિયા લાવે છે અને તે આખો દિવસ ઘર માં પડ્યા પડ્યા આરામ કરે છે.
ફોઈ ની વાત સાંભળી ને દીપા હસવા લાગી, અને બોલી કે આરામ? નીતા ને તો અમારે પરાણે આરામ કરાવવો પડે છે. સવાર થી બધા ના ચા નાસ્તા અને બપોરે બાળકો ની અલગ અલગ પસંદગી ની રસોઈ અને ટિફિન બધું બહુ જ પ્રેમ થી બનાવે છે. અને હા સવાર માં તો તેને ચા નાસ્તો તો પરાણે કરાવવો પડે.
નહીંતર બપોર સુધી બધું પડ્યું રહે છે, બાળકો નું ભણવાનું અને હોમવર્ક બધું જ તે જ જુવે છે. હું મારા ઓફિસ માંથી જરા પણ સમય કાઢી શક્તિ નથી. મમ્મી પપ્પા ની દવા ક્યારે આપવાની છે. અને બજાર માંથી ક્યારે ખરીદવાની છે તે ઘર માં નીતા ને જ ખબર હોય.
સગા વહાલાઓ ને ત્યાં ટાણે પ્રસંગે જવું, વ્યવહાર ચલાવવો અને ઘરે આવેલા મહેમાનો નું માન સન્માન સાચવી ને તેની આગતા સ્વાગતા કરવી આ બધું કામ એકલા હાથે પૂરું કરવું તે કઈ નાની વાત છે? અને તેને ખાલી નવલકથા નું વાંચન કરવાનો જ શોખ છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
તો હું તેના માટે એટલું તો કરી જ શકું ને? મારી નાની બહેન ની જેમ જ રહે છે. અને ફોઈ ની બોલતી ફરી ને બંધ થઇ ગઈ. અને દીપા ત્યાં થી ઉભી થઇ ને રસોડા માં ચાલી ગઈ. ત્યારે તેના સાસુ સાંજ ના દિવાબત્તી કરી અને મંદિર વાળા રૂમ માંથી બહાર આવ્યા. અને તેના નણંદ ને કહ્યું કે આ બંને દેરાણી જેઠાણી નથી.
આ બંને તો સગી બહેન જેવી છે, મારા ઘર નો મજબૂત પાયો છે, અને તમારા જેવા ઘણા લોકો એ તેને હલાવવા ની કોશિશ કરી પણ કોઈ ની કરી ફાવી નથી. અને બંને એ બધા ની બોલતી બંધ કરી આપી છે. આ તો તમે ફોઈ છો અને વડીલ છો, બાકી બીજા નું તો સામે સામે મોઢું તોડી લીધું છે. અને બીજા દિવસે ફોઈ તેના ઘરે રવાના થઇ ગયા.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.