માતાએ દિકરાને મેળામાં વાપરવા પૈસા આપ્યા એમાંથી દિકરો એવી વસ્તુ લઈ આવ્યો કે માતાની આંખમાંથી…
જન્માષ્ટમીનો તહેવાર ચાલી રહ્યો હતો, એટલે ગામડાથી નજીક લોક મેળો થઈ રહ્યો હતો. જેમ દરેક નાના બાળકો ને મેળામાં જવા નો શોખ હોય એ જ રીતે બાર વર્ષના વૈભવ ને પણ શોખ હતો.
વૈભવ એક નાનકડા ગામડામાં રહેતો હતો અને તેના ગામ થી ચાલીને જઈ શકાય એટલો દૂર મેળો ભરાયો હતો, વૈભવના ઘરની પરિસ્થિતિ સારી નહોતી તેમ છતાં તેની માતાએ વિચારીને રાખ્યું હતું કે જ્યારે પણ જન્માષ્ટમી આવે ત્યારે છોકરો મેળામાં જાય ત્યારે તેને મનપસંદ વસ્તુ લેવા માટે માતા રૂપિયા આપશે, અને એમ વિચારીને વૈભવ ને તેની માતાએ 50 રૂપિયા આપ્યા હતા.
વૈભવના માતા-પિતા બંને ખેતરમાં મજૂરી કામ કરીને પૈસા કમાતા, માતા ખેતરેથી કામ કરીને આવ્યા ત્યારે પૈસા પણ સાથે લઈ આવ્યા. થોડા સમય પછી વૈભવ પણ નિશાળેથી આવી ગયો અને તે કાયમ નિશાળેથી આવીને આડોશપાડોશ ના મિત્રો સાથે રમવા જતો. અને એક કલાક રમીને પછી ઘરે આવતો.
વૈભવ એ ઘરે આવીને માતાને કહ્યું મને જમવાનું આપો, હું આજે વહેલો સૂઈ જઈશ અને કાલે સવારે મેળામાં જવું છે. આખો દિવસ મજા કરીશું, જમીને વૈભવ સુઈ ગયો.
બીજા દિવસે સવારે વહેલો જાગીને માતાને કહ્યું હું તૈયાર થાવ ત્યાં સુધીમાં તમે નાસ્તો બનાવી રાખો, ત્યાર પછી હું મેળામાં જઈશ. માતાએ તેને ભાખરી અને દૂધ કરી આપ્યા.
વૈભવ નાહીને બહાર નીકળ્યો અને તેની માતાને કહ્યું નાસ્તો તૈયાર છે? માતાએ જવાબ આપતા કહ્યું હા બેટા હમણાં જ તૈયાર થઈ જશે તું આવી જા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
તેનું ધ્યાન ગેસના ચૂલા ઉપર ગયું, તેમાં દૂધ ગરમ કરવા માટે રાખેલું હતું. દૂધ ગરમ થઇ ગયું હોવાથી વાસણ નીચે ઉતારવા માટે માતાએ આજુબાજુમાં નજર કરી પરંતુ વાસણ પકડવા માટે કશું નહોતું એટલે ગરમ તપેલું હાથેથી લઈને નીચે રાખ્યું, પરંતુ તપેલું અત્યંત ગરમ હોવાથી આંગળીમાં માતા થોડું દાઝી ગઈ.
વૈભવ કંઈ બોલી શક્યો નહીં કારણકે એને પણ ખબર હતી કે ઘણા સમયથી ઘરમાં વાસણ પકડવા માટે કોઈ સાધન ન હતું અને બધું મર્યાદિત આવક માં ચાલતું હોવાથી માતાને જ્યારે પણ પૂછે ત્યારે તે કહેતા કે ના રે ના એની કશી જરૂર નથી.
નાસ્તો તો વૈભવે જેમ તેમ કરીને કરી લીધો પરંતુ તેનું ધ્યાન હજુ માતાના હાથ પર જ હતું જેની આંગળીઓ દાઝી ચૂકી હતી. મેળામાં જતી વખતે પણ તેનું ધ્યાન માતાના હાથ પર જ હતું. જતી વખતે તેની માતાએ તેને 50 રૂપિયા આપ્યા અને કહ્યું આ રૂપિયાથી તારી મનગમતી વસ્તુ લઇ લેજે.
વૈભવ રાજી થઈ ગયો, અને મેળા માં ચાલ્યો ગયો. સાંજે મેળામાં થી પાછો ફર્યો એટલે તેના ચહેરા ઉપર મેળામાં ફરવાનો સંતોષ દેખાઈ રહ્યો હતો. પછી આવીને તરત જ તેની માતાએ તેને સવાલ પૂછ્યો કે. અરે બેટા આવી ગયો મેળામાંથી, 50 રૂપિયા માંથી કશું ખાધું કે નહીં? તારી મનપસંદ વસ્તુ લીધી?
વૈભવ ના હાથમાં એક થેલી હતી તેમાં વસ્તુ પડ્યું હોય એવું જ લાગ્યું હતું એટલે માતાએ સહજભાવે પૂછ્યું, પરંતુ વૈભવે તેનો જવાબ આપતા કહ્યું હા મમ્મી હું કંઈક લઈને આવ્યો છું. એમ કહીને એ બાર વર્ષના દીકરાએ તેની માતાના હાથમાં તે થેલી મૂકી દીધી.
માતાને એમ કે હશે કોઈ રમકડું લાવ્યો હશે પરંતુ થેલી ખોલીને અંદર જોયું તો તેમાં ગરમ વાસણ ઉપાડવા માટે સાણસી પડી હતી. હજુ તેની માતા કંઈ બોલે તે પહેલાં વૈભવે કહ્યું મમ્મી હવે તમારા હાથ ક્યારેય નહીં દાઝી જાય, એ બાર વર્ષના દીકરાની સમજદારી અને સંસ્કાર જોઈને તે માતાના આંખમાંથી આંસુ નીકળી ગયા.
તરત જ પૂછ્યું બેટા 50 રૂપિયામાં સાણસી ન આવે તો કઈ રીતે લઈ આવ્યો?
દીકરાએ ખૂબ જ interesting story જણાવી તેને કહ્યું હું જે દુકાનમાં ગયો હતો ત્યાં મને સાણસી દેખાડી, મેં તેને કહ્યું મારે આ સાણસી લેવી છે અને તેને પૈસા આપ્યા. મારી પાસે જેટલા હતા એ બધા પૈસા આપી દીધા પરંતુ દુકાનદારે મને કહ્યું ભાઈ આમાં થોડા રૂપિયા ઘટે છે.
એટલે મેં પૂછ્યું કે કેટલા રૂપિયા ઘટે છે ત્યારે દુકાનદારે કહ્યું આમાં તો હજુ ૮૦ રૂપિયા ઘટે છે. એટલે હું ઉદાસ થઈને દુકાન માંથી બહાર નીકળી રહ્યો હતો કારણ કે મારી પાસે માત્ર પચાસ રૂપિયા જ હતા પરંતુ દુકાનદારે મને ફરી પાછો અંદર બોલાવ્યો.
અને પૂછ્યું કે તું શું કરીશ આ સાણસી નું, એટલે આપણા ઘરે બનેલી ઘટના કહી અને કહ્યું કે મારે મારા માતા માટે લઈ જવી છે. એટલે તે દુકાનદારે કહ્યું વાંધો નહીં તુ આ સાણસી લઈ જા અને ભણી ગણીને મોટો થા ત્યારે મને બાકીના પૈસા આપી જજે. હવે તારી માતા નો હાથ ક્યારેય નહીં દાઝી જાય. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
બાળકના મોઢેથી દુકાન માં બનેલી આ સ્ટોરી સાંભળીને માતાની આંખો ફરી છલકાઈ ગઈ અને તેને અહેસાસ થઈ ગયો કે ભલે ગમે તેવી દુનિયા હોય પરંતુ હજુ પણ માણસાઈ મરી પરવારી નથી, માં દિકરો બંને એક્બીજાને ભેંટી ગયા, અને માતાના હાથમાં દાઝેલું તો એમનેમ જ મટી ગયું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
અને પરિવારની જન્માષ્ટમી સુધરી ગઈ.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરી પસંદ કેવી લાગી તે કમેંટ કરીને અમારો ઉત્સાહ વધારજો.