માતાએ દિકરાને મેળામાં વાપરવા પૈસા આપ્યા એમાંથી દિકરો એવી વસ્તુ લઈ આવ્યો કે માતાની આંખમાંથી…

વૈભવ ના હાથમાં એક થેલી હતી તેમાં વસ્તુ પડ્યું હોય એવું જ લાગ્યું હતું એટલે માતાએ સહજભાવે પૂછ્યું, પરંતુ વૈભવે તેનો જવાબ આપતા કહ્યું હા મમ્મી હું કંઈક લઈને આવ્યો છું. એમ કહીને એ બાર વર્ષના દીકરાએ તેની માતાના હાથમાં તે થેલી મૂકી દીધી.

માતાને એમ કે હશે કોઈ રમકડું લાવ્યો હશે પરંતુ થેલી ખોલીને અંદર જોયું તો તેમાં ગરમ વાસણ ઉપાડવા માટે સાણસી પડી હતી. હજુ તેની માતા કંઈ બોલે તે પહેલાં વૈભવે કહ્યું મમ્મી હવે તમારા હાથ ક્યારેય નહીં દાઝી જાય, એ બાર વર્ષના દીકરાની સમજદારી અને સંસ્કાર જોઈને તે માતાના આંખમાંથી આંસુ નીકળી ગયા.

તરત જ પૂછ્યું બેટા 50 રૂપિયામાં સાણસી ન આવે તો કઈ રીતે લઈ આવ્યો?

દીકરાએ ખૂબ જ interesting story જણાવી તેને કહ્યું હું જે દુકાનમાં ગયો હતો ત્યાં મને સાણસી દેખાડી, મેં તેને કહ્યું મારે આ સાણસી લેવી છે અને તેને પૈસા આપ્યા. મારી પાસે જેટલા હતા એ બધા પૈસા આપી દીધા પરંતુ દુકાનદારે મને કહ્યું ભાઈ આમાં થોડા રૂપિયા ઘટે છે.

એટલે મેં પૂછ્યું કે કેટલા રૂપિયા ઘટે છે ત્યારે દુકાનદારે કહ્યું આમાં તો હજુ ૮૦ રૂપિયા ઘટે છે. એટલે હું ઉદાસ થઈને દુકાન માંથી બહાર નીકળી રહ્યો હતો કારણ કે મારી પાસે માત્ર પચાસ રૂપિયા જ હતા પરંતુ દુકાનદારે મને ફરી પાછો અંદર બોલાવ્યો.

અને પૂછ્યું કે તું શું કરીશ આ સાણસી નું, એટલે આપણા ઘરે બનેલી ઘટના કહી અને કહ્યું કે મારે મારા માતા માટે લઈ જવી છે. એટલે તે દુકાનદારે કહ્યું વાંધો નહીં તુ આ સાણસી લઈ જા અને ભણી ગણીને મોટો થા ત્યારે મને બાકીના પૈસા આપી જજે. હવે તારી માતા નો હાથ ક્યારેય નહીં દાઝી જાય.

બાળકના મોઢેથી દુકાન માં બનેલી આ સ્ટોરી સાંભળીને માતાની આંખો ફરી છલકાઈ ગઈ અને તેને અહેસાસ થઈ ગયો કે ભલે ગમે તેવી દુનિયા હોય પરંતુ હજુ પણ માણસાઈ મરી પરવારી નથી, માં દિકરો બંને એક્બીજાને ભેંટી ગયા, અને માતાના હાથમાં દાઝેલું તો એમનેમ જ મટી ગયું.

અને પરિવારની જન્માષ્ટમી સુધરી ગઈ.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરી પસંદ કેવી લાગી તે કમેંટ કરીને અમારો ઉત્સાહ વધારજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel