માતા વગરની દીકરી પિયર રોકાવા આવી ત્યારે પિતાને કહ્યું હવે મારે સાસરીમાં નથી જવું, બીજા દિવસે પિતાએ તેને એવું કહ્યું કે દીકરીની આંખમાંથી…

વિશાલભાઈ તેની દીકરી દિવ્યા સાથે એકલા જ રહેતા હતા. દિવ્યાનો જ્યારે જન્મ થયો ત્યારે જન્મ થતાંની સાથે તેની માતાનું અવસાન થઈ ચુક્યુ હતું. લોકોએ વિશાલભાઈ ના ઘણા સમજાવ્યા કે તમે બીજા લગ્ન કરી લો.

પરંતુ વિશાલભાઈ એ દિવ્યા માટે થઈને આજ દિવસ સુધી બીજા લગ્ન નહોતા કર્યા, દિવ્યા નો ઉછેર વિશાલભાઈ અતિ લાડકોડથી કર્યો હતો. અને ઘરમાં જેમ દિવ્યા કહે તેમ જ વિશાલભાઈ કરતા હતા.

સમય ધીમે ધીમે વીતતો ગયો અને દિવ્યા પણ મોટી થતી ગઈ, તેમના ભણતરમાં પણ વિશાલભાઈ ખૂબ જ ધ્યાન આપતા અને તેને ખૂબ ભણાવી પણ ખરા. ભણતર પૂરું થયા પછી તેના લગ્નની ઉંમર થઈ ચૂકી હોવાથી તેના માટે પાત્રો જોવા લાગ્યા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

થોડા દિવસો પછી સારું પાત્ર મળી જતા વિશાલભાઈ એ દિવ્યા ના લગ્ન કરાવ્યા, પાત્ર પણ સારું હતું અને પરિવાર પણ સારો હોવાથી વિશાલભાઈ દિવ્યાના લગ્ન કરાવીને જાણે હળવું મહેસૂસ કરી રહ્યા હતા. કારણ કે દરેક માતા-પિતાને તેના સંતાનો વિશે ચિંતા થતી રહે છે.

દિવ્યા પણ સાસરીમાં એકદમ સુખેથી રહેતી હતી, પરંતુ થોડા દિવસો પછી એક વખત દિવ્યા પિયર રોકાવા આવી ત્યારે તેને પિતાને કહ્યું કે હવે મારે મારા સાસરે નથી જવું, પિતા આ વાત સાંભળીને પહેલા તો આશ્ચર્યચકિત થઈ ગયા.

દીકરીને તેની સાસરીમાં લગભગ કોઈ જાતનું દુઃખ નહોતું તેમ છતાં દીકરી કેમ આવું બોલી રહી છે એ વિચારમાં વિશાલ ભાઈ ખોવાઈ ગયા.

દિવ્યા એ પોતાની વાત આગળ વધારતાં કહ્યું મને ત્યાં રહેવું નથી ગમતું, અને મારે સવારથી સાંજ સુધી બધુ કામ ક્યાં કરવું પડે છે અને એટલા માટે જ હું દુઃખી દુઃખી થઈ ગઈ છું.

વિશાલભાઈ એ દીકરીની વાત સાંભળીને ત્યારે તેને કશું ન કહ્યું, તેઓ વિચારમાં પડી ગયા. પછી તેને તપાસ કરી કે દીકરીના ઘરમાં ખરેખર તેને દુઃખ પડે છે કે નહીં પરંતુ જ્યારે તપાસ પડી ત્યારે તેને ખબર પડી કે દીકરીને ઘરમાં રસોઈ સિવાય કોઈ કામ કરવાનું હોતું નથી દરેક કામ માટે નોકર રાખેલા છે.

વિશાલ ભાઈ એ બીજા દિવસે દિવ્યા ને રસોડા માં બોલાવી ને તેની પાસે બેસાડી અને તેની બાજુ માં બેસાડી અને ત્રણ ગેસ પર પાણીની તપેલી મૂકી, અને ગેસ ચાલુ કર્યા ત્રણેય ગેસ પર રાખવામાં આવેલું પાણી ગરમ થવા લાગ્યું.

ત્યારે પહેલા તપેલા માં ચા ની ભૂકી નાખી બીજા તપેલા માં ખાંડ નાખી અને ત્રીજા તપેલા માં દૂધ લગભગ પંદર મિનિટ પછી તેને ત્રણેય ગેસ બંધ કરી દીધા અને ત્રણેય માંથી એક એક કપ ભરી અને દિવ્યા ને આપ્યા અને કહ્યું કે આ ચાખી જો તને કયું વધારે સારું લાગે છે? આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

દિવ્યા ને પહેલા કપ માં તો ખાલી ચા ની ભૂકી જ નાખેલી હતી, બીજા માં ખાંડ હતી, અને ત્રીજા માં ખાલી દૂધ નાખ્યું હતું. એટલે તેને એક પણ કપ માં સ્વાદ આવ્યો નહિ. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

પછી વિશાલભાઈ એ કહ્યું કે હવે આ ત્રણેય તપેલા માં થી બધું ભેગું કરીને એક તપેલું કરી નાખ, અને તેને ગરમ કર. થોડી વાર માં સરસ મજાની ચા તૈયાર થઇ ગઈ અને તે દિવ્યા ને પીવા માટે આપી ત્યારે દિવ્યા ને ચા ની ચુસ્કી મારવાનો આનંદ આવી ગયો.

ત્યારે વિશાલભાઈ એ દિવ્યા ને કહ્યું કે સાસરીમાં પણ આવું જ હોય, બધા ની સાથે ભળી જાવ તો તમે ચા જેવા બની જાઓ. અને જો ભળી ન શકો તો ખાલી ચા ના પાણી જેવા કડવા લાગે, અથવા ખાલી ખાંડ ના પાણી જેવા, અને તેવું કોઈ ને પસંદ પણ નથી. માટે બધા ની સાથે હળી મળી ને રહો બધા ની પાસેથી માન મેળવવું હોય તો બધા ને માન આપવું પડે, જેથી તું તારા ઘરમાં આ ચા ની જેમ ભળી જા અને ખુશ રહે.

બસ તું આટલું કરીશ એટલે તને રહેવાની પણ મજા આવશે અને કામ કરવામાં પણ કોઈ જાતની ફરિયાદ નહિ રહે. પિતાની આવી સચોટ સલાહ સાંભળીને દીકરી ભાવુક થઈ ગઈ અને પિતાને ભેટી પડી.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

દીકરાએ પિતાને કહ્યું કે આટલી ઉંમરે ઝંડો ફરકાવવાની શું જરૂર છે, ત્યારે વૃદ્ધ પિતાએ એવો જવાબ આપ્યો કે...

સવારે પાંચ વાગ્યાનો એલાર્મ વાગ્યો ત્યારે આખો ઓરડો અંધારામાં ડૂબેલો હતો. અજય પથારીમાંથી ઊભો થયો અને સીધો બારી તરફ ગયો. દર વર્ષે પંદરમી ઓગસ્ટે તેના

By Just Gujju Things Team

વીસ વર્ષ પહેલાં ચોરીનો આરોપ મૂકી પિતાએ ઘરમાંથી કાઢી મૂક્યો હતો, અચાનક મોટો વેપારી બનીને પાછો આવ્યો અને...

અમદાવાદના મોટા બંગલામાં સવારથી જ ભારે દોડધામ ચાલી રહી હતી. સોફા પર બેઠેલા રમણિકભાઈ પોતાની ચાનો કપ હાથમાં પકડીને ચૂપચાપ બારી બહાર જોઈ રહ્યા

By Just Gujju Things Team

અમીર ઘરમાં પરણેલી દીકરી અચાનક સામાન લઈને પિયર આવી, પિતાએ કારણ પૂછ્યું તો ખબર પડી કે...

ધીરુભાઈ સવારે ઓસરીમાં બેસીને ચા પીતા હતા. ઘરના આંગણામાં અચાનક એક રિક્ષા આવીને ઊભી રહી. રિક્ષામાંથી તેમની દીકરી નેહા અને જમાઈ અંકિત મોટા થેલા

By Just Gujju Things Team

દાદાએ આખી જિંદગી દાદીને પ્રેમનો એક શબ્દ ન કહ્યો, મૃત્યુ પછી ખબર પડી કે...

ધનસુખભાઈ અને વિમળાબેનના લગ્નને પચાસ વર્ષ પૂરાં થઈ ગયાં હતાં. બે માળના જૂના ઘરમાં આખો પરિવાર સાથે જ રહેતો હતો. ઘરમાં નાતિ-પોતાથી લઈને બધા જ સભ્યો તેમના પ્રત્

By Just Gujju Things Team