માતા વગરની દીકરી પિયર રોકાવા આવી ત્યારે પિતાને કહ્યું હવે મારે સાસરીમાં નથી જવું, બીજા દિવસે પિતાએ તેને એવું કહ્યું કે દીકરીની આંખમાંથી…

વિશાલ ભાઈ એ બીજા દિવસે દિવ્યા ને રસોડા માં બોલાવી ને તેની પાસે બેસાડી અને તેની બાજુ માં બેસાડી અને ત્રણ ગેસ પર પાણીની તપેલી મૂકી, અને ગેસ ચાલુ કર્યા ત્રણેય ગેસ પર રાખવામાં આવેલું પાણી ગરમ થવા લાગ્યું.

ત્યારે પહેલા તપેલા માં ચા ની ભૂકી નાખી બીજા તપેલા માં ખાંડ નાખી અને ત્રીજા તપેલા માં દૂધ લગભગ પંદર મિનિટ પછી તેને ત્રણેય ગેસ બંધ કરી દીધા અને ત્રણેય માંથી એક એક કપ ભરી અને દિવ્યા ને આપ્યા અને કહ્યું કે આ ચાખી જો તને કયું વધારે સારું લાગે છે?

દિવ્યા ને પહેલા કપ માં તો ખાલી ચા ની ભૂકી જ નાખેલી હતી, બીજા માં ખાંડ હતી, અને ત્રીજા માં ખાલી દૂધ નાખ્યું હતું. એટલે તેને એક પણ કપ માં સ્વાદ આવ્યો નહિ.

પછી વિશાલભાઈ એ કહ્યું કે હવે આ ત્રણેય તપેલા માં થી બધું ભેગું કરીને એક તપેલું કરી નાખ, અને તેને ગરમ કર. થોડી વાર માં સરસ મજાની ચા તૈયાર થઇ ગઈ અને તે દિવ્યા ને પીવા માટે આપી ત્યારે દિવ્યા ને ચા ની ચુસ્કી મારવાનો આનંદ આવી ગયો.

ત્યારે વિશાલભાઈ એ દિવ્યા ને કહ્યું કે સાસરીમાં પણ આવું જ હોય, બધા ની સાથે ભળી જાવ તો તમે ચા જેવા બની જાઓ. અને જો ભળી ન શકો તો ખાલી ચા ના પાણી જેવા કડવા લાગે, અથવા ખાલી ખાંડ ના પાણી જેવા, અને તેવું કોઈ ને પસંદ પણ નથી. માટે બધા ની સાથે હળી મળી ને રહો બધા ની પાસેથી માન મેળવવું હોય તો બધા ને માન આપવું પડે, જેથી તું તારા ઘરમાં આ ચા ની જેમ ભળી જા અને ખુશ રહે.

બસ તું આટલું કરીશ એટલે તને રહેવાની પણ મજા આવશે અને કામ કરવામાં પણ કોઈ જાતની ફરિયાદ નહિ રહે. પિતાની આવી સચોટ સલાહ સાંભળીને દીકરી ભાવુક થઈ ગઈ અને પિતાને ભેટી પડી.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel