મરતાં પહેલા પિતાએ તેના ત્રણે દીકરાને બોલાવ્યા અને કાગળ માંગ્યો, કાગળમાં એક શબ્દ લખી ને પિતાનો જીવ જતો રહ્યો. દીકરાઓએ આ શબ્દ વાંચ્યો તો…

અશોકભાઈ ની તબિયત ખરાબ ચાલી રહી હતી, તેના ત્રણ પુત્ર તેનાથી અલગ રહેતા હતા. અશોકભાઈએ ત્રણેય પુત્રના ઉછેરમાં કોઈ ખામી નહોતી રાખી. ત્રણેય પુત્ર ભણીને આગળ આવ્યા હતા. અને તેના ભણતરમાં તેમજ મોજ શોખ પૂરા કરવામાં પણ તેના પિતાનું ઘણું યોગદાન હતું.

અત્યારે ત્રણેય પુત્રો સારા પગારવાળી નોકરી કરી રહ્યા હતા, અને બધા જ પુત્રો ના લગ્ન પણ થઈ ચૂક્યા હતા. બધા લોકો એક જ ઘરમાં સાથે રહેતા હતા, પરંતુ નાની-નાની વાતમાં ઘરમાં કલેશ તેમજ મતભેદ થતાં અને જેના કારણે વહુઓ દ્વારા અનેક વખત વડીલોનું અપમાન પણ થઈ જતું.

ત્યારે અશોકભાઈએ ત્રણે દીકરાને બોલાવીને કહ્યું કે હવે તમે ત્રણેય પોતાના પગ ઉપર ઉભા રહી શકો તે સ્થિતિમાં પહોંચી ગયા છો. તેથી તમારી રીતે ભાડાનું અથવા પોતાનું ઘર ખરીદીને અલગ અલગ શાંતિથી રહો.. અમે બંને માણસ અહીંયા જૂના મકાનમાં રહીએ છીએ.

અને વાત મારી સંપત્તિની હોય તો સંપત્તિ અમે બંને જ્યારે અવસાન પામીએ ત્યારે તમે ત્રણેય સરખા ભાગે વહેંચી લેજો.. ધીમે ધીમે સમય વીતતો ગયો અલગ થયા પછી બધા લોકો પોતાની રીતે રહેવા લાગ્યા. બે વર્ષ થયા પછી અશોકભાઈના પત્નીનું અવસાન થઈ ગયું.

અવસાન થયા પછી અશોકભાઈએ પોતાની દુકાન તેમજ ધંધો બંધ કરીને નિવૃત્ત થઈ ગયા કારણકે બધા પુત્ર તેની રીતે સારી કમાણી કરી રહ્યા હતા અને હવે તેઓ એકલા જ હતા એટલે તેને નિવૃત્તિ લઈ લીધી. અશોકભાઈ નાની ઉંમરમાં જ કામે લાગી ગયા હતા અને ખૂબ જ પ્રગતિ કરીને આગળ આવ્યા હતા.

તેના જીવનમાં તેને ઘણા બધા રૂપિયા કમાયા હતા અને વર્ષો સુધી તેના કમાયેલા રૂપિયા માંથી જ ઘરનો ખર્ચ ચલાવતા અને સાથે સાથે બચાવેલા રૂપિયા માંથી તેઓ સોનું ખરીદીને ઘરમાં રાખી દેતા. પત્નીના ગયા પછી તેઓએ બધું સોનું એક ડબ્બામાં ભરી પોતાના ફળિયામાં આવેલ એક ઘટાઘોર વૃક્ષ નીચે દાટી દીધું હતું.

આ વાતની જાણ કરવા માટે તે ત્રણેય પુત્રોને એક સાથે બોલાવતા હતા પરંતુ તેના પુત્ર કોઈને કોઈ બહાના કાઢીને પિતાજી પાસે આવવાનું તાડતા. પિતાના મનમાં એવું હતું કે પુત્ર આવે તો તેને તેઓ જાણ કરી દે કે મેં સોનુ વૃક્ષ નીચે રાખેલું છે. પરંતુ કોઈ દીકરો તેની પાસે આવતો નહીં કારણકે દીકરાઓને મનમાં એવું થતું કે બાપુજી તેની સેવા કરવા માટે અને તેની સાથે રહેવા બોલાવતા હશે.

તેથી અશોકભાઈએ તેના એક જૂના પરમ મિત્રને જમીન મકાનનું કામકાજ હતું તેને બોલાવી અને કહ્યું કે દીકરાઓ મારું માનતા નથી અને મારી પાસે આવતા નથી. તો મારું મૃત્યુ થાય ત્યારબાદ છોકરા જ્યારે બધી સંપત્તિના ભાગ પાડી અને મકાન વેચી નાખે ત્યારે આ મકાન તમે ખરીદી લેજો.

કારણકે મકાનના ફળિયામાં રહેલા વૃક્ષની નીચે મેં મારા આખા જીવનની બચત સમાન મૂડી કે જે સોનુ છે તે દાટેલું છે, જે બીજા કોઈ અન્યના હાથમાં આવે અને ગેરમાર્ગે જાય એવું ન થાય એટલા માટે હું તમારી પાસે આ રહસ્ય ખોલું છું. એટલે જ્યારે મારા ગયા પછી મારા દીકરાઓ આ મકાન વેચવા મૂકે ત્યારે તમે આ મકાન વધારે ભાવ આપીને પણ ખરીદી લેજો.

એવામાં થોડા સમય પછી અશોકભાઈ ની તબિયત ખરાબ થતા ડોક્ટરે તેમના પુત્રોને ફોન કરીને જાણ કરી અને ત્રણેય પુત્રોને બોલાવ્યા, એકદમ ખરાબ પરિસ્થિતિ હોવાને કારણે ત્રણેય પુત્રો તરત આવી ગયા તેના પિતા કશું બોલી પણ નહોતા શકતા.

તેને ઈશારો કરીને તેના દીકરાઓ પાસે એક કાગળ અને પેન માંગ્યા તેમાં ધ્રુજતા હાથે લખ્યું કેરી અને આટલું લખતા ની સાથે તેનો જીવ ચાલ્યો ગયો. કાગળ ઉપર લખેલું લખાણ જોઈને ત્રણે દીકરા વિચારવા લાગ્યા કે બાપુજીને કેરી ખૂબ જ પસંદ હતી એટલે કદાચ તેઓ કેરી ખાવા માંગતા હશે.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel