મરતાં પહેલા પિતાએ તેના ત્રણે દીકરાને બોલાવ્યા અને કાગળ માંગ્યો, કાગળમાં એક શબ્દ લખી ને પિતાનો જીવ જતો રહ્યો. દીકરાઓએ આ શબ્દ વાંચ્યો તો…

કેરી ખાવાની તેની અંતિમ ઈચ્છા સમજીને તેના પુત્ર એ 15 દિવસ સુધી ચાલેલા બધા જ ધાર્મિક કાર્યોના જમણવારમાં કેરીનો રસ ખવડાવ્યો. અશોકભાઈ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા તેને લગભગ 4 મહિના થયા હતા ત્યાં તેની બધી સંપત્તિ ના ત્રણેય પુત્રોએ ભાગ પાડી લીધા હતા.

અને હવે એક મકાન જ બાકી હતું, જેમાં અશોકભાઈ રહેતા હતા અને અશોકભાઈના મિત્ર બિલ્ડરે ખૂબ જ સારો ભાવ આપીને તે મકાન ખરીદી લીધું. અને મકાન તોડીને તેમાં દુકાન બનાવતા હતા. ત્યારે તે મકાનના ફળિયામાં રહેલું મોટું આંબાનું વૃક્ષ કાઢવા લાગ્યા.

અંદાજે બે દિવસની મહેનત પછી તે વૃક્ષના મૂળ સુધી આવ્યા ત્યારે તે વૃક્ષ નીચેથી એક તાંબાનો મોટો ડબ્બો મળ્યો, જે ખોલતા જ મકાન ખરીદનાર માણસ નાચવા લાગ્યો કારણ કે અશોકભાઈ ની અત્યાર સુધીની બચતમાંથી ભેગું કરેલું સોનું તે ડબ્બામાં રાખેલું હતું.

તેને વધારે પૈસા આપીને પણ મકાન ખરીદ્યું હતું તેમ છતાં તેનાથી અનેક ગણી કિંમતનું સોનુ તે ડબ્બામાં હાજર હતું. થોડા સમય પછી આ વાતની ખબર અશોક ભાઈ ના પુત્રોને પડી ત્યારે બધા લોકો પસ્તાવો કરવા લાગ્યા.. ત્રણેય ભાઈઓ વિચારવા લાગ્યા કે તેમની તબિયત સારી નહોતી ત્યારે તેઓ તેમને ઈચ્છા થાય ત્યારે જ હતા.

એવી પરિસ્થિતિમાં પણ બાપુજી સાથે લાગણીથી વ્યવહાર કર્યો નહીં અને, તેઓ આખી વિગત પણ કાગળ ઉપર લખી શક્યા નહીં. અને અચાનક જ તેઓને વાત યાદ આવી કે તેના પિતાએ તેઓને ત્રણેય પુત્રોને એક સાથે અનેક વાર બોલાવ્યા હતા, તે કદાચ જાણ કરવા માટે જ બોલાવ્યા હશે.

એની પાસે અફસોસ કરવા સિવાય બીજો કોઈ જ રસ્તો નહોતો. મકાનની કિંમત કરતા અનેક ગણું સોનુ મકાન ખરીદનારને મળ્યું પરંતુ તેઓને મળ્યું નહીં. અને તેના પુત્રોને એ પણ સમજાઈ ગયું કે ખજાનાથી પણ કીમતી અનુભવ અને સંસ્કાર પણ તેના બાપુજી પાસેથી તેઓ મેળવી શક્યા નહીં.

થોડા સમય પછી તે બિલ્ડરનો મોટાભાઈ ઉપર ફોન આવ્યો અને પૂછ્યું કે મારે તમને ત્રણેય ભાઈઓને અત્યારે મળવું છે તો તમે ક્યાં મળશો? જગ્યા નક્કી કરીને બધા લોકો ભેગા થયા. ત્યારે પિતાના મિત્રએ તેને કહ્યું કે તમારા પિતાજી મારા ખૂબ જ જૂના મિત્ર છે. અને અશોકભાઈ સાથે થયેલી બધી વાતચીત તેને કરી.

સોનાથી ભરેલો ડબ્બો ત્રણેય દીકરાઓને આપ્યો અને સાથે સાથે થોડો ઠપકો પણ આપ્યો કે તમે તમારા પિતા થી જ એટલા બધા દૂર ચાલ્યા ગયા હતા કે આ વાત તેઓએ મને કરી અને મેં મકાન પણ તેઓના કહેવાથી જ ખરીદ્યું હતું. તમને બધાને ખૂબ જ સમયને રૂપિયાનો ભોગ આપીને મોટા કર્યા.

પરંતુ તમે બધા કમાતા થઈ ગયા એટલે બાપુજી ને ભૂલી ગયા. આખા જીવન દરમિયાન જે પણ તેઓએ ભેગું કર્યું હતું તે બધું તમારા માટે મૂકી ગયા હતા. આજે અશોકભાઈ તો દુઃખી થતા થતા ચાલ્યા ગયા પરંતુ હવે એવું જીવન જીવજો કે તેમના આત્માને શાંતિ મળે અને કોઈ નિરાધાર વૃદ્ધ એકલા હોય તો તેને સાથ સહકાર આપજો આટલું કહીને સોનાનો ડબ્બો ત્યાં મૂકીને અશોકભાઈના મિત્ર પોતાની મિત્રતા ઈમાનદારીથી નિભાવી ને ચાલી ગયા.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel