એક કરચલો સમુદ્ર ના કિનારે પોતાની મસ્તી માં ચાલ્યો જતો હતો.
અને વચ્ચે વચ્ચે રોકાઈ ને પોતાના પગના નિશાન જોતો રહેતો હતો અને ખુશ થતો હતો અને ફરીને પાછો ચાલવાનું શરૂ કરે એવા માં સમુદ્ર માંથી એક લહેર આવે છે અને કરચલા ના પગના નિશાન ચાલ્યા જાય છે.
ત્યારે તે ગુસ્સે થાય છે અને સમુદ્ર ને કહે છે આપણે બંને નો મિત્ર જેવો સંબંધ છે પણ તે આ શું કર્યું ?મારા પગ ના કેટલા સરસ નિશાન હતા કેવો મિત્ર છો તું?
એટલે સમુદ્ર ની લહેરે તે કરચલા ને કહ્યું કે તારા પગ ના નિશાન પર થી જ તારો શિકાર કરવા પાછળ પાછળ માણસો આવી રહ્યા છે. જે સાંભળી ને કરચલો લહેર ની સાથે સાથે સમુદ્ર માં ચાલ્યો ગયો અને સમુદ્ર ની લહેર નો જીવ બચાવવા માટે આભાર માનવા લાગ્યો.
આપણા બધા ના જીવન માં પણ આવું થતું જ આવે છે જીવન જ્યાં સુધી સારું ચાલતું હોય છે. ત્યાં સુધી આપણે કરચલા ના પગના નિશાન ની જેમ તેને જોતા આવીએ છીએ અને એમાં જ મગ્ન થઇ જાય છીએ અને વિચારીએ છીએ કે જિંદગી કાયમ ને માટે આ રીતે ચાલવાની જ છે.