મંદિરમાંથી દાગીના-ઝવેરાત ચોરી થઈ ગયા પરંતુ થોડા દિવસ પછી જે દાગીના ચોરી કર્યા હતા તે માણસ મંદિરમાં આવ્યો અને પુજારીને કહ્યું…

એક નાના ગામ ની અંદર મંદિર માં અંબાશંકર મહારાજ નામ ના પૂજારી રહેતા. અને સવાર સાંજ ભગવાન ની પૂજા કરતા અને મંદિર ની દેખભાળ રાખતા. સ્વભાવે એકદમ ભોળા હતા. ગામ ના બધા લોકો મંદિરે દર્શન કરવા આવતા, અને મંદિર માં ફળ ફૂલ અને રૂપિયા અર્પણ કરતા.

અંબાશંકર મહારાજ એકલા હતા. જેથી તેને રૂપિયા ની જરૂર કરતા અનેક ગણી આવક થતી. એટલે તે વધારા ના રૂપિયા ગામ ના નાના માણસો ને જયારે જરૂરત હોય ત્યારે ત્યારે મદદ કરતા. તે કોઈ દિવસ કોઈ ની પાસે રૂપિયા માંગતા નહિ. અને પોતાની પાસે જરૂર થી વધારે રૂપિયા રાખતા પણ નહિ. સમાજ માંથી આવેલું દાન સમાજ ના નાના માણસો ને આપી દેતા.

એક દિવસ રાત્રી ના સમય માં એક વ્યક્તિ અંબાશંકર મહારાજ પાસે આવ્યો. અને કહ્યું કે મારે રાત્રી મુકામ કરવું છે. અને મેં સવાર નું કઈ ખાધું પણ નથી. તો તમે મને કંઈક મદદ કરો, અંબાશંકર મહારાજે તો તેને રસોઈ બનાવી ને જમાડ્યો. અને રાત્રે સુવા માટે મંદિર ની બહાર ખાટલો ઢાળી આપ્યો.

જેને જમવાનું બનાવી આપ્યું અને સુવાની વ્યવસ્થા કરી આપી તે ભાગી છૂટેલો ચોર હતો તેને જોયું કે મંદિર માં ભગવાન ને સાચા સોના ચાંદી ના દાગીના નો શણગાર કરેલો છે તે રાતે ચોરી કરી ને ત્યાંથી નીકળી જશે.

બીજા દિવસે સવારે અંબાશંકર મહારાજ જગ્યા ત્યારે જોયું તો મંદિર માંથી ભગવાન ના બધા દાગીના ચોરી થઇ ગયા હતા. અને રાત્રે જે વ્યક્તિ ને રોકાવવા માટે હા પાડી હતી. અને સગવડતા કરી આપી હતી એ પણ ગાયબ થઇ ગયો હતો.

અંબાશંકર મહારાજ તો ગભરાઈ ગયા, અને ગામ ના લોકો ને બોલાવી ને વાત કરી. અને ગામ લોકો એ ઠપકો પણ આપ્યો કે તમે ભોળા છો તેનો વાંધો નથી. પણ કોઈ માણસ મૂર્ખ બનાવી ને ચોરી કરી જાય એ તો તમારે જ ધ્યાન રાખવાનું હોય ને?

મંદિર નું બધું કામ તમે સાંભળો છો તો આ બધી જવાબદારી તમારી હોય. અંબાશંકર મહારાજ છાનામાના બધું સાંભળી રહ્યા હતા, બધા ના ગયા પછી પોતે મંદિર માં જઈને ભગવાન ને કહેવા લાગ્યા કે તમારા ઘરેણાં જ્યાં સુધી આવી જાય નહિ ત્યાં સુધી હું પાણી પણ નહિ પીવું અને ભગવાન ની સામે બેસી ગયા.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel