મંદિરમાંથી દાગીના-ઝવેરાત ચોરી થઈ ગયા પરંતુ થોડા દિવસ પછી જે દાગીના ચોરી કર્યા હતા તે માણસ મંદિરમાં આવ્યો અને પુજારીને કહ્યું…

બન્યું એવું કે ચોર તો તેના ઘરે ચાલ્યો ગયો, પણ તેને રાત્રે સપના માં ભગવાને આવી અને કહ્યું કે મારા ઘરેણાં તું જે મંદિર માંથી લાવ્યો છો તે અત્યારે જ પહોંચાડી દે. નહીંતર જિંદગીભર તને આંધળો કરી નાખીશ. અને તારા બાળકો રખડી પડશે.

અડધી રાતે ચોર ભગવાન ના બધા દાગીના લઇ ને મંદિર માં મુકવા માટે પાછો આવે છે, ત્યારે જુવે છે કે મંદિર માં તો પૂજારી ભગવાન ની સામે બેઠા છે તેમ છતાં હિંમત કરી ને પુજારી ની નજીક જઈ ને બધા દાગીના પાછા આપે છે. અને પોતાને આવેલા સપના ની વાત કહે છે.

ત્યારે અંબાશંકર મહારાજ ગામ લોકો ને બોલાવે છે. અને ભગવાનના દાગીના ગામના લોકો ને સોંપી આપે છે, અને ચોર ને કહે છે કે તને અમે શું સજા આપીએ કહે? ત્યારે ચોર કહે છે કે હું ચોરી જ કરું છું, અને હવે મને તેનો અફસોસ છે.

કારણ કે મેં કરેલા કામ ની મને સજા તો મળવી જ જોઈએ, તમે લોકો મને પોલીસ ને સોંપી દો. મને જે સજા મળવાની હશે તે મળી જશે. સવારે પોલીસ ને બોલાવી ને સોંપી આપ્યો, પણ બે વર્ષ પછી તે જયારે જેલ માંથી બહાર આવ્યો, ત્યારથી આખી જિંદગી તેને મંદિર માં પૂજારી ની અને ગામ લોકો ના કામ માં મદદ કરી.

અને ભગવાન નું ભજન કર્યું કારણ કે તેને ચોરી તો ઘણી કરી હતી, પણ ભગવાન નો ચમત્કાર અહીંયા જ મળ્યો હતો કહેવત છે ને ચમત્કાર વગર નમસ્કાર નહિ.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel