મંદિરમાં દરરોજ કોઈ આવીને કચરો ચડાવી રહ્યું હતું, પાડોશીએ કચરો ચડાવવાનું કારણ પૂછ્યું તો એવો જવાબ આપ્યો કે…

તેને નીંદર માં એક સ્વપ્ન જોયું જેમાં સ્વેતાબેન ને કોઈ સ્વર્ગ માં લઇ ને જઈ રહ્યા હતા. અને તેને ભગવાન ની સામે ઉભા રાખવામાં આવ્યા. ભગવાન સોના ના ચકચકાટ સિંહાસન પર બિરાજમાન હતા, ત્યારે સવારનો સમય હતો. સૂર્ય ના કિરણો પથરાઈ રહ્યા હતા. અત્યંત આહલાદક વાતાવરણ હતું. અલગ અલગ પક્ષીઓ ના અવાજ આવી રહ્યા હતા.

અને એટલા મધુર અવાજ હતા જાણે કોઈ સંગીત વગાડી રહ્યું હોય, એવું લાગતું હતું. ત્યાં જ ભગવાન ની ઉપર ક્યાંક થી કચરો આવી અને પડ્યો. અને ભગવાન બોલ્યા કે આ રેવતીબેન એક દિવસ પણ ચુકતા નથી, રોજ સવાર ના મારા પર કચરો ઉડાડે છે. ત્યારે સ્વેતાબેન બોલ્યા કે રેવતીબેન ને હું જાણું છું.

અને મેં પણ તેને કહ્યું છે કે ભગવાન ને કચરો અર્પણ નો કરાય પણ તે કોઈ નું માનતા નથી, ત્યારે સ્વેતાબેને ભગવાન ને પૂછ્યું કે તમને માણસો ફળ ફૂલ અને મીઠાઈ પણ અર્પણ કરે છે. તે તો ક્યાંય દેખાતી નથી પરંતુ આ રેવતીબેન નો કચરો જ આપણી પાસે આવ્યો તેનું શું કારણ?

ત્યારે ભગવાને સ્વેતાબેન ને જવાબ આપતા કહ્યું કે જે લોકો ફળ ફૂલ મીઠાઈ ચડાવે છે, તે બધું અડધું જ ચડાવે છે, અને અડધું મને પહોંચતું નથી. અને રેવતીબેને તો તેની પાસે રહેલી બધી વસ્તુ મને અર્પણ કરી દીધી છે. તે પોતાની પાસે કશું રાખતા નથી. તેની પાસે જે પણ આવે તે સીધું મને અર્પણ કરી આપે છે.

પોતાની પાસે કશું બચાવી ને રાખતા નથી. અને સમર્પણ ની સાચી વ્યાખ્યા આ જ છે, રેવતીબેને તેમની ઇચ્છાઓને પણ મને અર્પણ કરી દીધી છે. તેને તેની બધી વસ્તુ નો ત્યાગ કરી અને સમર્પણ કર્યું છે. અને ધર્મ ના આધારે પોતાનું જીવન વ્યતીત કરે છે.

અધ્યાત્મ માં આત્મસમર્પણ નો અર્થ પણ એ જ થાય છે અને જે લોકો પોતાના આત્માનું પણ સમર્પણ કરે દે છે તે મારી પાસે પહોંચે છે. આ વાત થઇ રહી હતી ત્યાં સ્વેતાબેન ની નીંદર ઉડી ગઈ તે એકદમ પરસેવાથી રેબઝેબ થઇ ગયા હતા.

અને તેના ધબકારા વધી ગયા હતા તે વિચારી રહ્યા હતા કે રેવતીબેન જેવું સમર્પણ તો કોઈ થી પણ થાય નહિ અને એટલા માટે જ જે ફળ ફૂલ અને મીઠાઈ ચડાવતા હતા. તે ભગવાન સુધી પહોંચતું નહોતું કારણ કે એ સંપૂર્ણ સમર્પણ નહોતું.

આપણે બધા આપણા જીવનકાળમાં આપણા અહમ અને અહંકાર ને છોડી શકતા નથી, આપણે બીજા ની પાસે કઈ લોભ હોય તો જ તેના કામમાં આવ્યા છીએ. અને ભગવાનને પણ કઈ લોભ કંઈક મેળવવાની લાલચમાં જ કંઈક અર્પણ કરીયે છીએ. અને જો આપણી ઇચ્છા પુરી ના થાય તો ભગવાન પણ બદલી નાખીએ છીએ.!

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel