મંડપ સર્વિસ વાળાએ ચાંદીના વાસણ ભાડે આપ્યા, બીજા દિવસે પાછા લેવા ફોન કર્યો તો ગ્રાહક રડવા લાગ્યો, રડવાનું કારણ પૂછ્યું તો ગ્રાહકે એવું કહ્યું કે...
આપણા ગુજરાત માં એક કહેવત છે લોભ ને થોભ ન હોય આજે આપણે આવા જ એક લોભી પ્રકૃતિ ના એક વેપારી ની વાત કરીશું ચંદુભાઈ ને મંડપ સર્વિસ નું કામ કાજ હતું અને સાથે સાથે તે સ્ટીલ તાંબા પીતળ અને ચાંદી ના વાસણ ભાડે આપતા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
ચંદુભાઈ એકદમ કંજૂસ માણસ હતો એક વાર ચંદુભાઈ ની દુકાન પર સાંજના સમયે એક ગ્રાહક સ્ટીલ ના વાસણ લેવા માટે આવ્યો. તેને થોડા વાસણ જ જોઈતા હતા જેથી ચંદુભાઈ એ તેની પાસેથી ડિપોઝિટ લીધા વિના જ ઉંચા ભાડા થી વાસણ આપી દીધા.
અને તે માણસ બીજા દિવસે સવાર સવાર માં વાસણ પરત પણ કરી ગયો આમ ને આમ તે માણસ બીજી વખત આવ્યો અને વાસણ લઇ ગયો અને જ્યારે પરત આપવા માટે આવ્યો ત્યારે તેમાં બે વાસણ વધારે આપી દીધા ચંદુભાઈ એ વાસણની ગણતરી કરતા તેમાં બે વાસણ વધારે હતા.
ત્યારે તેને ગ્રાહક ને કહ્યું કે તમે બે વાસણ તમારા ઘરના ભૂલ થી લાવ્યા છો ત્યારે તે ગ્રાહકે કહ્યું કે નહિ એ બંને વાસણ તમારા વાસણ ના સંતાનો થયા છે એટલે તમારે જ તેને રાખવા પડશે લોભી અને કંજૂસ ચંદુભાઈ એ બંને વાસણ તેની દુકાન માં રાખી દીધા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
અને આવું બે વાર થયું લોભી ચંદુભાઈ વિચારતો હતો કે બધા આવા મૂર્ખ ગ્રાહક મળી જાય તો એક વર્ષ માં મારે વાસણ રાખવા માટે એક નવું ગોડાઉન ખરીદવું પડશે.
થોડા સમય પછી તે ગ્રાહક આવ્યા અને ચંદુભાઈ ને કહ્યું કે આજે મારી દીકરી ની સગાઇ છે અને મારે વેવાઈ અને જમાઈ ને જમાડવા માટે ચાર જોડી ચાંદી ના વાસણ જોઈએ છે ચંદુભાઈ એ ચાંદી ના વાસણ નું ખુબ જ વધારે ભાડું કહ્યું પણ તે વ્યક્તિ ચાર જોડી ચાંદી ના વાસણ લઇ ને ગયો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
અને કહ્યું કે કાલે સવારે તમને પરત આપી જઈશ બીજા દિવસે સવારે ચંદુભાઈ તેની દુકાન ખોલી અને ચાંદી ના વાસણ પરત આવે તેની રાહ જોઈ રહ્યો હતો.
પણ તે ગ્રાહક વાસણ લઇ ને પાછો આવ્યો નહિ તેથી તે એકદમ ચિંતા ગ્રસ્ત થયા અને બપોર સુધી રાહ જોઈ અને તે ગ્રાહક ના ઘરે ગયા અને પૂછ્યું કે ભલા માણસ તમે ચાંદી ના વાસણ પરત આપવા માટે કેમ આવ્યા નહીં ?
ત્યારે ગ્રાહક એકદમ જોરશોર થી રડવા લાગ્યો અને કહ્યું કે તમને મારે શું વાત કરવી તમારા ચાંદી ના વાસણ નું અવસાન થઈ ગયું હું તમને શું પાછું આપવા માટે આવું ?
એટલે ચંદુભાઈ એકદમ ગુસ્સામાં આવી અને બોલ્યા કે તું કોને મૂર્ખ બનાવે છે ? તને જેલ માં પુરાવી દઈશ વાસણ નું કઈ અવસાન થાય ?
ત્યારે તે ગ્રાહકે કહ્યું કે જ્યારે વાસણ ને સંતાન થતા હતા ત્યારે તો તમને બહુ મજા આવી રહી હતી અને વાસણ ને સંતાન થઇ શકતા હોય તો તેનું અવસાન પણ થાય જ ને ?હવે ચંદુભાઈ કશું બોલી શકે તેવી પરિસ્થિતિ માં નહોતા.
આવી રીતે સંસાર માં લાલચી માણસ લોભમાં આંધળો થઈ જાય છે અને કશું સમજી શકતો નથી સાચા ખોટાનો ભેદ સમજી શકતો નથી અને લોભી નું ધન લૂંટારા ખાય છે
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.