માણસમાં ઈગો હોય ત્યારે જીવનમાં શું થાય? આ વાંચશો એટલે સમજી જશો!!!

જંગલ માં આવેલા એક નાના ગામ માંથી ગાયો ચરવા માટે દરરોજ જંગલમાં જતી હતી, ત્યારે એક ગાય ઘાસ ચરતાં ચરતાં જંગલ માં અંદર સુધી ચાલી ગઈ.

ત્યારે તેની પાછળ એક સિંહ પડી ગયો હવે ગાય દોડતા દોડતા નજીકમાં આવેલ એક તળાવ માં ચાલી ગઈ. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

અને સિંહ પણ તેની પાછળ તળાવ માં આવ્યો તળાવ માં પાણી ઓછું અને કાદવ વધારે હતો તેથી ગાય અને સિંહ બંને કાદવ માં ખૂંચવા લાગ્યા બંને ની વચ્ચે અંતર પણ થોડું હતું.

પણ સિંહ ગાય ને કઈ નુકસાન કરી શકે તેમ નહોતો કારણ કે બંને ના પગ કાદવ માં ખુંચી ગયા હતા અને કોઈ જાત નું હલનચલન કરી શકતા નહોતા.

થોડીવાર માં સાંજ પડી જશે અને અંધારું થઇ જશે ત્યારે ગાયે સિંહ ને પૂછ્યું તમારે કોઈ માલિક છે ?ત્યારે સિંહે અભિમાન થી કહ્યું કે મારે કોઈ માલિક ના હોય હું જ આખા જંગલ નો રાજા છું.

ત્યારે ગાયે કહ્યું કે જંગલ નો રાજા ભલે હોય પણ અહીંયા તેનો શું ઉપયોગ તું તારી જાતે તો કાદવ માંથી બહાર નીકળી શકવાનો નથી તારી સત્તા અને શક્તિ થી તારો જીવ બચાવી શકવાનો નથી.

એટલે સિંહે ગાય ને કહ્યું કે તારી હાલત પણ મારા જેવી જ છે એટલે ગાય હસવા લાગી અને બોલી હમણાં સાંજ પડી જશે અને હું પછી ઘરે નહિ પહોંચું એટલે મારો માલિક મને શોધવા માટે આવશે.

અને મારો જીવ બચાવી અને મને અહીંયા થી બહાર કાઢી અને લઇ જશે પણ તને બચાવવા માટે કોણ આવશે ? અને બન્યું પણ એવું જ થોડી વાર માં ગાય નો માલિક ત્યાં આવ્યો.

અને ગાય ને કાદવ માંથી બહાર કાઢી અને પોતાની સાથે લઇ ને ચાલતો થયો ગાય પોતાના માલિક ની સામે આભાર માનતી હોય તેમ જોઈ રહી હતી તેનો માલિક સિંહ ને પણ કાદવ માંથી બહાર કાઢી શકતો હતો.

પણ તેમ કરવા માં પોતાના જ જીવનું જોખમ થઈ જાય આ વાર્તા માં ગાય છે તે આપણા સમર્પિત હૃદય નું પ્રતીક છે.

જ્યારે સિંહ છે તે આપણું અહંકારી મન છે અને માલિક તે આપણા ભગવાન છે અને કીચડ છે તે આપણે જે સંસાર માં જીવી રહ્યા છીએ તે છે.

આપણું જીવન સંઘર્ષ અને અસ્તિત્વ ની લડાઈ છે કોઈ ની ઉપર નિર્ભય હોવું તે સારી વાત છે પરંતુ હું જ બધું છું અને મારે કોઈ ના સહકાર ની જરૂર નથી તે આપણો અહંકાર છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

અને અહંકાર થી જ આપણા પતન ના બીજ રોપાય છે ભગવાન આપણી અનેક રૂપ માં રક્ષા કરે છે અને તેનાથી વધારે મોટું કોઈ હિતેચ્છુ જગતમાં કોઈ નથી.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં એક થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

Read more

અહંકારી મહિલા મેનેજરે ગરીબ સિક્યોરિટી ગાર્ડને નોકરીમાંથી કાઢી મૂક્યો, પછી એ જ રાત્રે સુમસામ રસ્તા પર જે થયું તે…

શહેરના સૌથી પોશ વિસ્તારમાં આવેલી એક ગગનચુંબી ઈમારતમાં એક મોટી મલ્ટિનેશનલ આઈટી કંપનીની મુખ્ય ઓફિસ આવેલી હતી. આ ઓફિસની અંદરનું વાતાવરણ એકદમ હાઈ-ફાઈ અને કો

By Just Gujju Things Team

જ્યારે પત્નીએ કહ્યું કે હવે ભગવાન પર ભરોસો છોડો, ત્યારે ગરીબ પતિએ લીધેલો આ એક નિર્ણય તમારી આંખો ખોલી નાખશે…

ગામના છેવાડે એક નાનકડી માટીની ઝૂંપડી આવેલી હતી. આ ઝૂંપડીમાં કાનાભાઈ નામના એક ગરીબ કુંભાર પોતાના પરિવાર સાથે રહેતા હતા. કાનાભાઈ સ્વભાવે

By Just Gujju Things Team

રોજ રાત્રે વધેલું ભોજન ગરીબોને મફત આપતા હોટેલ માલિકના દીકરા પર જ્યારે આફત આવી, ત્યારે કુદરતે જે ચમત્કાર કર્યો તે…

ગામડામાંથી હાઈવે તરફ જતા રસ્તા પર એક નાની પણ ખૂબ જ સ્વચ્છ હોટેલ આવેલી હતી. આ હોટેલનું નામ શિવશક્તિ હોટેલ હતું અને તેના માલિક રઘુભાઈ હતા

By Just Gujju Things Team

પિતાના ગયા પછી કરોડોની મિલકત વેચીને વિદેશ ભાગતા દીકરાઓ સામે જ્યારે પિતાનું આ રહસ્ય ખુલ્યું ત્યારે…

ગામડાના પાદરમાં આવેલી એક મોટી અને ભવ્ય હવેલી હંમેશા આખા વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર રહેતી હતી. આ હવેલીના માલિક જગદીશભાઈ હતા, જેઓ પોતાની સચ્ચા

By Just Gujju Things Team