મહારાજ પાસે આવીને એક વ્યક્તિએ કહ્યું હું કઈ સારું કરવા જાવ તો લોકો મારો વિરોધ કરે છે, એના જવાબમાં મહારાજે તેને એવી સલાહ આપી કે…

એક વ્યક્તિની ઉંમર લગભગ 25 વર્ષની હશે, આ 25 વર્ષની ઉંમરમાં તે ઘણી બધી મહેનત કરતો તેમ છતાં તેની સાથે ભેદભાવ થતો હોય તેવું તેમને લાગતું. ઘણી વખત તે કંઈપણ નવી વસ્તુ કરવાની કોશિશ કરે ત્યારે તેને ઘણા લોકો તરફથી વિરોધનો સામનો કરવો પડતો, આનો નિવારણ કઈ રીતે લાવવું તે જાણવા માટે તે ખૂબ જ પ્રખ્યાત સાધુ પાસે ગયો.

લોકો એવું કહેતા કે એ સંત મહાત્મા પાસે બધા જ પ્રશ્નોના જવાબ હોય છે, આ વ્યક્તિ ત્યાં જઈને તેને પૂછ્યું મહારાજ મારે એક સવાલ છે. હું કંઈ પણ નવું કે કંઇ પણ સારું કરવા જાવ તો ઘણા લોકો તેનો વિરોધ કરે છે તો હવે મારે શું કરવું જોઈએ?

મહાત્મા એ આખી વાત સાંભળી પછી તેને કહ્યું તારો પ્રશ્ન વ્યાજબી છે માત્ર તને જ નહીં ઘણા લોકોને સારું કરવા જાય તો ઘણા લોકો વિરોધ કરતા જ હોય છે. પરંતુ આનો જવાબ હું તને આજે નહીં ત્રણ દિવસ પછી આપીશ. અને તુ આ જવાબ મેળવવા માટે ત્રણ દિવસ પછી નદી કિનારે આવી જજે.

error: Content is Protected!