in

મદદ કરવા માટે એક ભાઈએ જમવાનું મોકલ્યું,સાથે કહ્યું કે કોને મોકલ્યું એમ પૂછે તો કહેજો કે શેતાને મોકલ્યું છે, પછી જે થયું…

એક ગરીબ વિધવા સ્ત્રી જે 70 વર્ષ ની ઉમર ના હતા અને હતા તેના પરિવાર માં બીજું કોઈ નહોતું જે થોડી મજૂરી મળે તે કામ કરીને પોતાનું જીવન ચલાવતા હતા પણ છેલ્લા થોડા સમયથી બીમાર હોવાથી કશું કામ કરી શકતા નહિ.

જેથી તેના ઘરમાં ખાવા માટે એક અનાજનો દાણો પણ બચ્યો નહોતો તે ઝૂંપડી ની બહાર બેસી અને મોટા અવાજે ભગવાન ને પ્રાર્થના કરી રહ્યા હતા કે મને ખાવા નું મળી જાય એટલી દયા કરો.

ત્યારે એક નાસ્તિક અને ઘમંડી ધનવાન વ્યક્તિ ત્યાંથી પસાર થયો અને તેને મનમાં અને મનમાં એવો મજાક કર્યો કે ભગવાન પાસે ખાવાનું માંગે છે પણ અમારા જેવા ધનવાન ની પાસે ખાવાનું માંગે તો હમણાં જ તારી વ્યવસ્થા કરી આપું.

તે ઘમંડી અને નાસ્તિક માણસ ઘરે આવી અને તેના નોકર ની સાથે જમવાનું અને એક મહિનો ચાલે એટલું કરિયાણું તે ગરીબ સ્ત્રી ને આપતા આવો.

અને જયારે તે સ્ત્રી તમને પૂછે કે આ બધું કોણે મોકલ્યું છે ?ત્યારે તમારે જવાબ આપવાનો કે આ બધું એક શૈતાને મોકલાવ્યું છે થોડીવાર માં જ એ ગરીબ વિધવા સ્ત્રી ના ઝૂંપડી માં બધો સમાન અને જમવાનું આવ્યું.

પહેલા તો એ સ્ત્રી એ પેટ ભરી ને ભોજન કર્યું અને પછી બધું કરિયાણું ઘર માં ગોઠવવા લાગ્યા તેને આવેલ વ્યક્તિ ને કશું પૂછપરછ કરી નહિ.