માતા નદીને કાંઠે કપડાં ધોઇ રહી હતી. એવામાં મગરે આવીને તેના બાળકને પકડી લીધો, ત્યાર પછી માતાએ કર્યું એવું કે…

તમે બધા જાણતા હશો ગામડામાં કપડાં ધોવા માટે વોશિંગ મશીન ભાગ્યે જ જોવા મળે, મોટાભાગના લોકો ગામડે નદીકાંઠે કપડાં ધોતા હોય છે.

એક ગામડાની જ આ વાત છે, એક સ્ત્રી નદીકાંઠે કપડાં ધોઇ રહી હતી. તે કપડાં ધોવા આવતી હતી ત્યારે કરે બીજું કોઈ બાળકને સાચવવા માટે ન હતું આથી બાળકને પણ પોતાના સાથે લાવી હતી. નદીથી નજીક રમવાની તો બાળકને ના પાડી હતી તે કપડાં ધોઇ રહી હતી અને સાથે સાથે પોતાના બાળક પર પણ ધ્યાન રાખી રહી હતી.

તેનો દીકરો નદીથી થોડે દૂર રમી રહ્યો હતો. માતા કપડાં ધોતી વખતે થોડા થોડા સમયાંતરે પોતાનો દીકરો નદીની વધારે નજીક તો નથી જતો અને તેનું ધ્યાન રાખી રહી હતી.

એવામાં અચાનક જ નદીમાંથી એક મગર બહાર આવ્યો અને મા નું ધ્યાન તરત જ તે મગર પર ગયું, હવે શું થશે તે વિચારમાં ને વિચારમાં જાણે એનું હૃદય ધબકારો ચૂકી ગયું.

કારણ કે મગર બહાર નીકળીને બાળક તરફ આગળ વધી રહ્યો હતો, પોતાના દીકરાને બચાવવા માટે માતા તરત જ કપડાં ધોતા ધોતા ઉભી થઇ અને રીતસરની દોટ મૂકી.

પરંતુ માતા બાળક સુધી પહોંચે તે પહેલા મગર એ બાળકના પગ પકડી લીધા, માતા એ તરત જ ત્યાં પહોંચી અને પોતાના દીકરાને બચાવવા માટે કૂદકો મારીને બાળકના બન્ને હાથ પકડી લીધા અને મગર અને માતા વચ્ચે ખેંચતાણ ચાલુ થઈ ગઈ.

એક તરફ મગરને તેનો ખોરાક દેખાઈ રહ્યો હતો એટલે તે બાળકને પોતાની તરફ ખેંચી રહ્યો હતો અને બીજી તરફ પોતાના દીકરાનું જીવ બચાવવા માટે માતા પુરજોશથી તેના બાળકને પોતાની તરફ ખેચી રહી હતી.

આ ખેચતાણ થોડા સમય સુધી ચાલી પછી અંતે એક માતા ની જીત થઈ અને મગર હારી ગયો. માતા પોતાના દીકરાને બચાવવા માટે આ બધું કરી રહી હતી ત્યારે મગર માત્ર તેના ખોરાક માટે બાળકને પોતાની બાજુ ખેંચી રહ્યો હતો.

બંને બાજુએથી ખેંચતાણ થઈ હતી એટલે બાળકના હાથ પર માતાએ ખુબ જ તાકાતથી તેના હાથ પકડી રાખ્યા હતા એટલે માતા ના નખ ના કારણે બાળકના હાથ પર થોડા ઉજરડા પડી ગયા હતા, અને એમાંથી થોડું થોડું લોહી પણ નીકળે રહ્યું હતું.

તેની માતા દીકરો બચી ગયો કેમ છતાં રડી રહી હતી, હું દીકરાને લઈને અહીં આવી જ શું કામ? એ બધું તેના મનમાં ચાલી રહ્યું હતું અને સાથે સાથે બાળકના હાથમાંથી પણ થોડું લોહી નીકળી રહ્યું હતું તો આ બધું જોઇને તે રડી રહી હતી.

બાળકને મનમાં એમ થયું કે આવી તે કંઈ મમ્મી હોતી હશે, મને કેવો દુઃખી દુઃખી કરી નાખ્યો. હું મારી તકલીફ નો મમ્મી ને જરા પણ વિચાર નહીં આવ્યો હોય? બાળક જે રીતે માતા સામે જોઇ રહ્યો હતો તે રીતે માતાએ બાળકનો ચહેરો જોઈને જ તેના મનમાં શું ભાવ હશે તે સમજી ગઈ. તેમ છતાં તેણે દીકરાના માથા પર વ્હાલથી હાથ ફેરવી ને કહ્યું બેટા મને માફ કરજે મારા કારણે તને આટલું બધું દુઃખ પહોંચ્યું.

તને દુઃખી કરવાનો વિચાર તો મને સપનામાં પણ ન આવી શકે પરંતુ તારો જીવ બચાવવા માટે મારે આવું કરવું જરૂરી હતું. દીકરા અહીં જે ઉઝરડા પડ્યા છે તે તો થોડા દિવસમાં રૂઝાઈ જશે પરંતુ એથી તને નવું જીવન મળી ગયું એ તો જરા જોવાની કોશિશ કર. બાળક નાનો હતો એટલે અલબત્ત પણ સમજુ હતો. એટલે એ વખતે તો એ બિલકુલ કંઈ સમજી શક્યો નહીં પરંતુ જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ તેને ધીમે ધીમે સમજવા આવવા લાગ્યું પછી તે મોટા થયા પછી તેને સમજાણું કે તેની માતાએ તેના પર કેટલો મોટો ઉપકાર કર્યો હતો.

આ સ્ટોરી ને જો આપણા જીવનને અનુરૂપ જોવામાં આવે તો આપણા જીવનમાં ઘણી વખત એવા સંજોગો આવી જતા હોય છે. જેના કારણે આપણા વિચારો તદ્દન ફરી જતા હોય છે, પરંતુ જ્યારે સમય વીતતો જાય અને એ જ બાબત વિશે આપણે ફરી પાછું ગહન વિચારણા કરીએ ત્યારે જ આપણને ખબર પડે છે કે જે પણ કંઈ થયું હતું તે સારું થયું હતું.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને તમારા અભીપ્રાય કોમેન્ટ માં પણ જણાવજો.

error: Content is Protected!