લોકડાઉનમાં એક પરિવારમાં બનેલી સત્યઘટના - વાંચીને રુંવાટા ઉભા થઈ જશે!!!

આ કોઈ કાલ્પનિક સ્ટોરી નથી પરંતુ સત્યઘટનાથી પ્રેરિત થઈને લખવામાં આવેલી સ્ટોરી છે. છેલ્લે સુધી અચૂક વાંચજો…

વાત ઘણા વર્ષો પહેલાની છે. એક મધ્યમ વર્ગનો પરિવાર હતો. ઘરમાં એક દીકરો તેના માતા-પિતા અને તેના દાદા-દાદી એમ કુલ મળીને પાંચ સભ્યો રહેતા હતા. પાંચ સભ્યો વચ્ચે ઘરના ગુજરાન ચલાવનારા તે દીકરા ના પિતા એક માત્ર હતા.

દીકરાની ઉંમર નાની હોવાથી, હજુ તેનું ભણતર પણ ચાલી રહ્યું હતું. એવામાં એક દિવસ અચાનક જ બહારગામ થી પાછા ફરતી વખતે એક અકસ્માતમાં તે દીકરા પિતાનું અવસાન થયું. તેની એકમાત્ર કમાણીમાંથી આખા ઘરનું ગુજરાન ચાલતું હતું અને તેનું અકાળે અવસાન થઈ જતા પરિવાર ઉપર શોક નો વજ્રાઘાત તો આવ્યો, સાથે સાથે હવે પરિવારનું ગુજરાન કેમ ચલાવવું એ પણ પ્રશ્ન થઇ ગયો.

પરિવાર પાસે બચતના નામે થોડા જ રૂપિયા હતા, અને દીકરાના મમ્મીને પણ આ વાતનો અંદાજો હતો. પરંતુ દીકરા ની મમ્મી શીતલબેન ને મનમાં એક અતૂટ વિશ્વાસ હતો કે ગમે તેવું દુઃખ આવશે તો પણ સહન કરીને તે તેના દીકરાને એકલા હાથે જ મોટો કરશે. દીકરાને અવાર નવાર શીતલબેન કહેતા કે તું જરા પણ ચિંતા નહીં કરતો, તારું ભણતર જરા પણ નહીં બગડે. અને આપણે આ પરિસ્થિતિમાંથી પણ બહાર નીકળીશું.

શીતલબેનના સીરે હવે ઘરની જવાબદારી આવી પડી હતી, તેના પતિ એક જ કમાણી કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા. હવે ઘરનું ગુજરાન ચલાવવા માટે શીતલબેન તેઓ પોતે એક ટિફિન સર્વિસ ચાલુ કરશે એવું વિચાર્યું.

પરંતુ એ ગ્રાહકો કઈ રીતે શોધે? કઈ રીતે પોતાની ટિફિન સર્વિસ ગ્રાહકો સુધી પહોંચે તેઓ કંઈક કરે આવા વિચારો સતત મનમાં આવ્યા કરતા હતા. સૌપ્રથમ આજુ બાજુના પાડોશી ને પોતાના ટિફિન સર્વિસ વિશે વાત કરી.

પહેલો ઓર્ડર તેની જ શેરીમાં રહેતા તેના પાડોશીએ આપ્યો. 35 રૂપિયાનું ટીફીન આપ્યું. શીતલ બેન ની આ ખુબજ નાની પરંતુ પહેલી આવક હતી.

તેનું ટિફિન પાડોશીને ખૂબ જ પસંદ આવ્યું, તેને ટિફિનના ઘણાં વખાણ કર્યા. અને જેમ જેમ લોકોના કાને શીતલબેન ના ટિફિન સર્વિસના વખાણ પહોંચતા ગયા તેમ તેમ તેની ટિફિન સર્વિસ ની આવક વધતી ગઈ.

દિવસનું એક ટિફિન બનાવીને શરૂઆત કરનાર શીતલબેન પાસે હવે ઘણા બધા ગ્રાહકો થઈ ચૂક્યા હતા. જે નિયમિત પણે શીતલબેન નું ટિફીન મંગાવી ને જમતા.

દીકરો પણ હવે ધીમે ધીમે મોટો થવા લાગ્યો એટલે એ પણ તેની માતાને મદદ કરવા માટે લોકોના ઘરે ઘરે ટિફિન પહોંચાડવા લાગ્યો. દીકરાની સ્કૂલ પૂરી થઇ અને કોલેજમાં એડમિશન ની વાત આવી એટલે તેની માતા ઈચ્છતી હતી કે સારામાં સારી કોલેજમાં દીકરા નું એડમિશન કરાવવામાં આવે.

પરંતુ હજી શીતલ બેન નો ટિફિનમાં વ્યવસાય એટલો બધો પણ વિકસિત ન થયો હતો કે કોલેજની બે લાખ રૂપિયા ફી પરવડી શકે. પરંતુ તેમ છતાં શીતલબેન અચાનક જ એક દિવસ તે કોલેજના સંચાલક ને મળવા ગયા અને તેની સ્થિતિ વિશે જાણકારી આપી, તેની પરિસ્થિતિ જાણીને સંચાલકે એક પણ રૂપિયા લીધા વગર દીકરા નું કોલેજમાં એડમિશન કરાવ્યું.

દીકરાની કોલેજ ચાલુ થઈ ગઈ ત્યાર પછી દીકરો કોલેજમાં પણ ભણવામાં ખૂબ મહેનત કરતો અને ત્યાર પછી તેની માતાને રસોઈમાં પણ મદદ કરાવતો તેમ જ ટિફિન પહોંચાડવામાં પણ મદદ કરાવતો.

દીકરો કોલેજના છેલ્લા વર્ષમાં હતો ને તેને કોઈએ એક સલાહ આપી, કે તમે આટલું સરસ ટિફિન સર્વિસ ચલાવો છો તો એક લોજ અથવા હોટલ જેવું કંઈક શરૂ કરવું જોઈએ. આ વિચાર દીકરાના મગજમાં બેસી ગયો, એ લોજ શરૂ કરવા માટે જગ્યા વગેરે શોધવા લાગ્યો.

થોડા સમય પછી એક જગ્યા દીકરાના ધ્યાનમાં આવી, પરંતુ તે જગ્યા નું ભાડું વધારે હતું અને એ જગ્યા ભાડે રાખવા માટે થોડી ડિપોઝીટ પણ દેવી પડે તેમ હતી. થોડા પૈસા ઉધાર લઈને તે જગ્યાની ડીપોઝીટ ભરી અને તે જગ્યાને ભાડે રાખી, અને શીતલબેન પોતાની નવી લોજ ચાલુ કરી.

દીકરા ના નામ ઉપર લોજ નું નામ રાખવામાં આવ્યું, જોતજોતામાં જ વિજય લોજ મા ગ્રાહકો ઉમટવા લાગ્યા. સાથે સાથે શીતલબેન ની જવાબદારી પણ વધી ગઈ. કારણકે લોજ માં આવનારા દરેક ગ્રાહકો મોટાભાગે દરરોજ આવનારા હોય છે, અને સાથે સાથે જમવાની ગુણવત્તામાં પણ કોઈ પ્રકારનો ફેરફાર ન થાય તેનું ધ્યાન રાખવું પડે છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

દીકરો કોલેજના છેલ્લા વર્ષમાં હતો. આથી દીકરો કોલેજમાં પણ જતો અને પછી અડધા દિવસ નોકરી કરવા પણ જતો હતો, એના કારણે વિજયને અને શીતલ બેન ને મળવાનું ખૂબ જ ઓછું થતું. પરંતુ દરરોજ રાત્રે નવરા પડી બંને લોકો એકબીજા સાથે તેનો દિવસ કેવો રહ્યો એ વિશે વાત કરતા અને શીતલબેન ના ટિફિનના પણ વિજય ખુબ જ વખાણ કરતો.

વિજય નું કોલેજ નું અંતિમ વર્ષ પૂરું થયું અને સારા માર્કેટ વિજય પાસ થઈ ગયો, શીતલ બેન ને ખૂબ જ ખુશી થઇ સાથે સાથે તેઓ નું વર્ષો પહેલા નું સપનું હતું કે વિજય ભણી ગણીને આગળ વધે તે આજે સાકાર થઇ રહ્યું હોય તેવું લાગતું હતું.

શીતલબેન ની ઈચ્છા હતી કે કોલેજ કર્યા પછી વિજયને સારી નોકરી મળી જાય, પરંતુ આ બાજુ વિજય કોલેજમાંથી પાસ થયો અને બીજી બાજુ શીતલબેન ના એકના એક ભાઈનું અવસાન થયું એટલે શીતલબેન ને થોડા સમય માટે તેના પિયર જવું પડ્યું. વિજય એ નક્કી કર્યું કે તેની માતા પાછા ન આવે ત્યાં સુધી લોજ ને તે પોતે સંભાળશે.

કોલેજમાંથી ઘણું ખરું જ્ઞાન મેળવીને તે જ્ઞાનને લોજ ને આગળ વધારવામાં પણ કઈ રીતે ઉપયોગ લેવું તેવી જ સારી રીતે જાણતો હતો, લોજ ને ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર પણ પ્રમોટ કર્યું. અને જોતજોતામાં તેના ગ્રાહકો માં પણ અચાનક વધારો જોવા મળ્યો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

માતા થોડા સમય પછી પાછા ફર્યા ત્યારે દીકરાને કામ કરતો જોઈ તેઓને ખૂબ જ ખુશી થઈ, એ વર્ષે સામાન્ય વેપાર કરતા તેઓ નો વેપાર ચાર ગણો વધી ગયો. વિજય લોજમાં વ્યવસાય સંભાળતો તેને બે વર્ષ થઇ ગયા, અને આ સમયગાળા દરમ્યાન તેઓએ ખૂબ પ્રગતિ કરી, વર્ષના અંતે તેઓએ એક નવી ગાડી પણ છોડાવી.

માતા માટે તો આ બધું એક સપના જેવું હતું કારણકે માત્ર વિજયના ભણતરનો ખર્ચ ઉઠાવી શકે એ માટે અને ઘરનું ગુજરાન ચલાવી શકાય એ માટે ચાલુ કરેલી ટિફિન સર્વિસ આટલું મોટું સ્વરૂપ લઈ શકે તેનો અંદાજો શીતલ બેન ને જરા પણ ન હતો.

એક વખત ગાડીમાં તેઓ જઈ રહ્યા હતા અને અચાનક જ કોલેજના રસ્તેથી જવાનું થયું. એટલે શીતલબેન એ ગાડી ઉભી રાખવાનું કહ્યું અને શીતલબેન તેમજ તેનો દીકરો બન્ને કોલેજ સંચાલક ને મળવા ગયા, અને તેઓ ની હાલની પરિસ્થિતિ વિશે સંચાલક ને વાત કરી અને તેના કોલેજ ની બધી ફી માફ કરી દીધી હોવાથી તેઓએ તે ફી આપવા માટે રજૂઆત પણ કરી. પરંતુ સંચાલકે કહ્યું અમે તમારી મદદ કરી હતી, હવે જરૂર પડ્યે તમે પણ આ જ રીતે જરૂરિયાત મંદ લોકો ને મદદ કરજો.

આ વાક્ય તો એક જ હતું પરંતુ આ વાક્ય સાંભળીને વિજયને આ વાક્ય તેના મગજ માંથી નીકળતું જ નહોતું. તેને પોતાની લોજમાં આવનારા લોકોમાંથી ઘણા વખતથી નોટિસ કર્યું હતું કે એક દીકરો કે જે સ્કૂલમાં ભણતો હતો તે ગરીબ હતો. આથી એ છોકરાના લોજના ખર્ચાને માફ કરી આપ્યો.

થોડા સમય પછી 2020માં જ્યારે ભારતમાં lockdown થયું. ત્યારે અચાનક જ આખા દેશના બધા લોકોની પરિસ્થિતિ બદલાઈ ગઈ. એવામાં વિજયને તે લોજના એક નિયમિત ગ્રાહક નો ફોન આવ્યો અને કહ્યું હું સો ગરીબ લોકોને જમવાનું આપવા ઇચ્છું છું શું તમે મારા માટે જમવાનું બનાવી આપશો?

એ સમય એવો હતો. કે જે સમયે દરેક લોકો પોતાની સુરક્ષા ની ચિંતા કરી રહ્યા હતા એ સમયે શીતલબેન એ કહ્યું કે આપણે બીજા લોકોની મદદ કરવાની જરૂર છે.

એટલા માટે લોજ માંથી હવે ટિફિન સર્વિસ ચાલુ કરી. ટિફિન તો પહેલેથી જ પડયા હતા એટલે પહેલા દિવસે લગભગ સો ટિફિન તૈયાર કર્યા અને ગરીબ તેમજ જરૂરિયાત મંદ લોકોને મફતમાં આપ્યા. અને વિજય સોશિયલ મીડિયાના માધ્યમથી મદદ થાય તે માટે 1 post સોશિયલ મીડિયા પર મૂકી, અને એ પોસ્ટ માં લખ્યું હતું કે અમે ઓર્ડર સ્વીકારીએ છીએ. તેમજ ગરીબ તેમજ જરૂરિયાત મંદ લોકો સુધી ટિફિન પણ પહોંચાડીએ છીએ. એ પોસ્ટને ઘણો સારો પ્રતિસાદ મળ્યો અને ઘણા લોકોએ દાન આપવા માટે પણ મેસેજ કર્યા. ધીમે ધીમે દરરોજ ટિફિનની સંખ્યામાં વધારો થતો ગયો અને વધારે જરૂરિયાત મંદ લોકો સુધી ટિફિન પહોંચવા લાગ્યા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

એ દિવસોમાં વધારે પૈસા તો નહોતા કમાઈ રહ્યા પરંતુ મનથી તેઓ એકદમ ખુશ હતા. lockdown દરમિયાન ઘણા લોકોની ટિફિન પહોંચાડીને મદદ કરી હતી. અને જ્યારે કોરોના ની બીજી લહેર ભારતમાં આવી ત્યારે પરિસ્થિતિ ખૂબ જ વિપરીત હતી. એ સમયે ફરી પાછું વિજય સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી તો જબરો પ્રતિસાદ મળ્યો અને માત્ર બે જ દિવસમાં તેઓને ઘણી મોટી સંખ્યામાં દાન આવ્યું, જેનાથી ઘણા લોકોને ટિફિન પહોંચાડવામાં તેઓ સક્ષમ રહ્યા. તેઓએ વૃદ્ધાશ્રમમાં પણ ટિફિન પહોંચાડવાનું શરૂ કર્યું.

એક દિવસ જ્યારે વૃદ્ધાશ્રમમાં ટિફિન પહોંચાડવા માટે વિજય ગયો હતો ત્યારે ત્યાં હાજર એક દાદાએ વિજયના માથે હાથ મૂકીને તેને આશીર્વાદ આપ્યા, વિજય ને ખૂબ જ આનંદ થયો અને તે આશીર્વાદ અંતરથી હોવાની લાગણી વિજય અનુભવી રહ્યો હતો.

એક દિવસ બેઠા બેઠા વિજય અને શીતલબેન આંકડો ગણી રહ્યા હતા ત્યારે તેને આંકડો જોઇને નવાઇ લાગી કારણ કે lockdown થી અત્યાર સુધીમાં તેઓએ ૨૫ હજારથી પણ વધારે લોકોની ટિફિન સર્વિસ ના માધ્યમ થી મદદ કરી હતી.

એક દિવસ અચાનક જ લોજ માં વિજય એકલો બેઠો હતો અને કોઈ ગ્રાહક આવ્યું, તેઓએ વિજયને પૂછ્યું તમારા ટિફિન સેવા થી તમારા જેવા લોકો પર મને ખૂબ જ ગર્વ થાય છે પરંતુ મને એક સવાલ પૂછવાનું મન થઈ રહ્યું છે. કે તમે અજાણ્યા લોકો માટે તમારા પોતાની જાન શું કામ જોખમમાં મૂકો છો?

ત્યારે વિજય એ તેને કહ્યું કે અમે આજે જે પણ કંઈ જગ્યા પર છીએ તે જગ્યા પર પહોંચવા માટે અમને ઘણા અજાણ્યા લોકોએ મદદ કરી છે, અને જો એ બધા લોકો માંથી કોઈ એક વ્યક્તિએ પણ એવું વિચાર્યું હોત કે આમાં મારો શું ફાયદો? તો આજે અમે આ જગ્યા પર હોત જ નહીં.

સામે પડેલી ભગવાનની મૂર્તિને પગે લાગીને વિજય બોલ્યો હું ભગવાનનો આભારી છું કે તમને જેમ અજાણ્યા લોકોએ મદદ કરી તેનું ઋણ અમે લોકોની જ મદદ કરીને થોડા ઘણા અંશે ચૂકવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.

આ તો થઈ વિજય તેમજ શીતલબેન ની સ્ટોરી, આવી અનેક સ્ટોરીઓ છે જે lockdown માં ઘણા લોકોને પ્રેરિત કર્યા છે અને અનેક લોકોની મદદ પણ કરી છે. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં રેટિંગ પણ આપજો.

જો આવી જ બીજી સ્ટોરી વાંચવા માંગતા હોય તો કમેન્ટ કરીને અચૂકથી જણાવજો. જેથી આવી અનેક સ્ટોરી તમારી સમક્ષ રજૂ કરી શકીએ.

Read more

છેલ્લા શ્વાસે પિતાએ કર્યો મોટો ખુલાસો, દીકરો સાંભળીને સ્તબ્ધ થઈ ગુસ્સામાં પિતાને કહેવા લાગ્યો...

કિશનના હાથમાં રહેલી લાકડીનો અવાજ સિમેન્ટના રસ્તા પર એકધારો આવતો હતો. તેના પિતા, રતિલાલભાઈ, દરવાજા પાસે ઊભા હતા. તેમણે કિશનનો હાથ પકડવા માટે પોતાનો હાથ

By Just Gujju Things Team

કરિયાણાના છૂટા પૈસા બચાવીને માતાએ દીકરીને આપી ભેટ

શાંતાબેને રસોડાના ડબ્બા પાછળથી પિત્તળની નાની પેટી બહાર કાઢી. તેમના હાથ થોડા ધ્રૂજતા હતા, પણ પકડ મજબૂત હતી. તેમણે રસોડાના ટેબલ પર રહેલી એ જૂની

By Just Gujju Things Team

વરરાજાના મિત્રોએ કરી એવી ભૂલ કે દુલ્હને લગ્ન તોડીને આખા ગામને ચોંકાવી દીધું

આ એક સાચી ઘટના પર આધારિત વાર્તા છે. જોકે તે કાલ્પનિક શૈલીમાં લખવામાં આવી છે અને પાત્રોના નામ બદલવામાં આવ્યા છે. ગામના પાદરમાં આવેલા જૂના મંદિરમા

By Just Gujju Things Team

કિડની વેચીને પુત્રને કરોડપતિ બનાવનાર માતાને ઘરડાઘર? ડાયરીએ ખોલ્યું રહસ્ય!

ભવ્ય મંચ પર અજય શાહ જ્યારે 'વર્ષના સર્વશ્રેષ્ઠ ઉદ્યોગપતિ'નો એવોર્ડ સ્વીકારી રહ્યો હતો, ત્યારે તેની આંખોમાં ગર્વ નહોતો, માત્ર એક

By Just Gujju Things Team