લોકડાઉનમાં એક પરિવારમાં બનેલી સત્યઘટના – વાંચીને રુંવાટા ઉભા થઈ જશે!!!

શીતલબેન ની ઈચ્છા હતી કે કોલેજ કર્યા પછી વિજયને સારી નોકરી મળી જાય, પરંતુ આ બાજુ વિજય કોલેજમાંથી પાસ થયો અને બીજી બાજુ શીતલબેન ના એકના એક ભાઈનું અવસાન થયું એટલે શીતલબેન ને થોડા સમય માટે તેના પિયર જવું પડ્યું. વિજય એ નક્કી કર્યું કે તેની માતા પાછા ન આવે ત્યાં સુધી લોજ ને તે પોતે સંભાળશે.

કોલેજમાંથી ઘણું ખરું જ્ઞાન મેળવીને તે જ્ઞાનને લોજ ને આગળ વધારવામાં પણ કઈ રીતે ઉપયોગ લેવું તેવી જ સારી રીતે જાણતો હતો, લોજ ને ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર પણ પ્રમોટ કર્યું. અને જોતજોતામાં તેના ગ્રાહકો માં પણ અચાનક વધારો જોવા મળ્યો.

માતા થોડા સમય પછી પાછા ફર્યા ત્યારે દીકરાને કામ કરતો જોઈ તેઓને ખૂબ જ ખુશી થઈ, એ વર્ષે સામાન્ય વેપાર કરતા તેઓ નો વેપાર ચાર ગણો વધી ગયો. વિજય લોજમાં વ્યવસાય સંભાળતો તેને બે વર્ષ થઇ ગયા, અને આ સમયગાળા દરમ્યાન તેઓએ ખૂબ પ્રગતિ કરી, વર્ષના અંતે તેઓએ એક નવી ગાડી પણ છોડાવી.

માતા માટે તો આ બધું એક સપના જેવું હતું કારણકે માત્ર વિજયના ભણતરનો ખર્ચ ઉઠાવી શકે એ માટે અને ઘરનું ગુજરાન ચલાવી શકાય એ માટે ચાલુ કરેલી ટિફિન સર્વિસ આટલું મોટું સ્વરૂપ લઈ શકે તેનો અંદાજો શીતલ બેન ને જરા પણ ન હતો.

એક વખત ગાડીમાં તેઓ જઈ રહ્યા હતા અને અચાનક જ કોલેજના રસ્તેથી જવાનું થયું. એટલે શીતલબેન એ ગાડી ઉભી રાખવાનું કહ્યું અને શીતલબેન તેમજ તેનો દીકરો બન્ને કોલેજ સંચાલક ને મળવા ગયા, અને તેઓ ની હાલની પરિસ્થિતિ વિશે સંચાલક ને વાત કરી અને તેના કોલેજ ની બધી ફી માફ કરી દીધી હોવાથી તેઓએ તે ફી આપવા માટે રજૂઆત પણ કરી. પરંતુ સંચાલકે કહ્યું અમે તમારી મદદ કરી હતી, હવે જરૂર પડ્યે તમે પણ આ જ રીતે જરૂરિયાત મંદ લોકો ને મદદ કરજો.

આ વાક્ય તો એક જ હતું પરંતુ આ વાક્ય સાંભળીને વિજયને આ વાક્ય તેના મગજ માંથી નીકળતું જ નહોતું. તેને પોતાની લોજમાં આવનારા લોકોમાંથી ઘણા વખતથી નોટિસ કર્યું હતું કે એક દીકરો કે જે સ્કૂલમાં ભણતો હતો તે ગરીબ હતો. આથી એ છોકરાના લોજના ખર્ચાને માફ કરી આપ્યો.

થોડા સમય પછી 2020માં જ્યારે ભારતમાં lockdown થયું. ત્યારે અચાનક જ આખા દેશના બધા લોકોની પરિસ્થિતિ બદલાઈ ગઈ. એવામાં વિજયને તે લોજના એક નિયમિત ગ્રાહક નો ફોન આવ્યો અને કહ્યું હું સો ગરીબ લોકોને જમવાનું આપવા ઇચ્છું છું શું તમે મારા માટે જમવાનું બનાવી આપશો?

એ સમય એવો હતો. કે જે સમયે દરેક લોકો પોતાની સુરક્ષા ની ચિંતા કરી રહ્યા હતા એ સમયે શીતલબેન એ કહ્યું કે આપણે બીજા લોકોની મદદ કરવાની જરૂર છે.

એટલા માટે લોજ માંથી હવે ટિફિન સર્વિસ ચાલુ કરી. ટિફિન તો પહેલેથી જ પડયા હતા એટલે પહેલા દિવસે લગભગ સો ટિફિન તૈયાર કર્યા અને ગરીબ તેમજ જરૂરિયાત મંદ લોકોને મફતમાં આપ્યા. અને વિજય સોશિયલ મીડિયાના માધ્યમથી મદદ થાય તે માટે 1 post સોશિયલ મીડિયા પર મૂકી, અને એ પોસ્ટ માં લખ્યું હતું કે અમે ઓર્ડર સ્વીકારીએ છીએ. તેમજ ગરીબ તેમજ જરૂરિયાત મંદ લોકો સુધી ટિફિન પણ પહોંચાડીએ છીએ. એ પોસ્ટને ઘણો સારો પ્રતિસાદ મળ્યો અને ઘણા લોકોએ દાન આપવા માટે પણ મેસેજ કર્યા. ધીમે ધીમે દરરોજ ટિફિનની સંખ્યામાં વધારો થતો ગયો અને વધારે જરૂરિયાત મંદ લોકો સુધી ટિફિન પહોંચવા લાગ્યા.

એ દિવસોમાં વધારે પૈસા તો નહોતા કમાઈ રહ્યા પરંતુ મનથી તેઓ એકદમ ખુશ હતા. lockdown દરમિયાન ઘણા લોકોની ટિફિન પહોંચાડીને મદદ કરી હતી. અને જ્યારે કોરોના ની બીજી લહેર ભારતમાં આવી ત્યારે પરિસ્થિતિ ખૂબ જ વિપરીત હતી. એ સમયે ફરી પાછું વિજય સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી તો જબરો પ્રતિસાદ મળ્યો અને માત્ર બે જ દિવસમાં તેઓને ઘણી મોટી સંખ્યામાં દાન આવ્યું, જેનાથી ઘણા લોકોને ટિફિન પહોંચાડવામાં તેઓ સક્ષમ રહ્યા. તેઓએ વૃદ્ધાશ્રમમાં પણ ટિફિન પહોંચાડવાનું શરૂ કર્યું.

એક દિવસ જ્યારે વૃદ્ધાશ્રમમાં ટિફિન પહોંચાડવા માટે વિજય ગયો હતો ત્યારે ત્યાં હાજર એક દાદાએ વિજયના માથે હાથ મૂકીને તેને આશીર્વાદ આપ્યા, વિજય ને ખૂબ જ આનંદ થયો અને તે આશીર્વાદ અંતરથી હોવાની લાગણી વિજય અનુભવી રહ્યો હતો.

એક દિવસ બેઠા બેઠા વિજય અને શીતલબેન આંકડો ગણી રહ્યા હતા ત્યારે તેને આંકડો જોઇને નવાઇ લાગી કારણ કે lockdown થી અત્યાર સુધીમાં તેઓએ ૨૫ હજારથી પણ વધારે લોકોની ટિફિન સર્વિસ ના માધ્યમ થી મદદ કરી હતી.

એક દિવસ અચાનક જ લોજ માં વિજય એકલો બેઠો હતો અને કોઈ ગ્રાહક આવ્યું, તેઓએ વિજયને પૂછ્યું તમારા ટિફિન સેવા થી તમારા જેવા લોકો પર મને ખૂબ જ ગર્વ થાય છે પરંતુ મને એક સવાલ પૂછવાનું મન થઈ રહ્યું છે. કે તમે અજાણ્યા લોકો માટે તમારા પોતાની જાન શું કામ જોખમમાં મૂકો છો?

ત્યારે વિજય એ તેને કહ્યું કે અમે આજે જે પણ કંઈ જગ્યા પર છીએ તે જગ્યા પર પહોંચવા માટે અમને ઘણા અજાણ્યા લોકોએ મદદ કરી છે, અને જો એ બધા લોકો માંથી કોઈ એક વ્યક્તિએ પણ એવું વિચાર્યું હોત કે આમાં મારો શું ફાયદો? તો આજે અમે આ જગ્યા પર હોત જ નહીં.

સામે પડેલી ભગવાનની મૂર્તિને પગે લાગીને વિજય બોલ્યો હું ભગવાનનો આભારી છું કે તમને જેમ અજાણ્યા લોકોએ મદદ કરી તેનું ઋણ અમે લોકોની જ મદદ કરીને થોડા ઘણા અંશે ચૂકવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.

આ તો થઈ વિજય તેમજ શીતલબેન ની સ્ટોરી, આવી અનેક સ્ટોરીઓ છે જે lockdown માં ઘણા લોકોને પ્રેરિત કર્યા છે અને અનેક લોકોની મદદ પણ કરી છે. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં રેટિંગ પણ આપજો.

જો આવી જ બીજી સ્ટોરી વાંચવા માંગતા હોય તો કમેન્ટ કરીને અચૂકથી જણાવજો. જેથી આવી અનેક સ્ટોરી તમારી સમક્ષ રજૂ કરી શકીએ.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel