in

લાઈટ ન હોવાથી મેડિકલ સ્ટોરમાં અંધારું હતું, એક છોકરો દવા લેવા આવ્યો તે ભૂલથી અંધારામાં ઉંદર મારવાની દવા લઈ ગયો… લાઈટ આવી ત્યારે દુકાનદારને ખબર પડી તો એવું થયું કે…

પ્રતાપભાઈ દવાની દુકાન ચલાવી રહ્યા હતા. તેઓ ભગવાન શ્રીકૃષ્ણના પરમ ભક્ત હતા. તેની દુકાનમાં નાનું પરંતુ ભવ્ય ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર બનાવ્યું હતું. સવારે દુકાને આવે એટલે તેઓની રોજીંદી ક્રિયા હતી કે દુકાનમાં સાફ-સફાઈ કરીને સ્વચ્છ થઈને નિયમિતપણે ભગવાનનું મંદિર સાફ કરીને પૂજા પાઠ કરતા.

તેનો દીકરો પણ દુકાને આવતો પરંતુ દીકરાને તેના પિતા દુકાનમાં પૂજાપાઠ કરે તે પસંદ આવતું નહીં. તે થોડો નાસ્તિક સ્વભાવનો હતો, અને સાથે સાથે ભણેલો પણ હતો. તેના મિત્રો તેમજ તેની સંગતને કારણે તે તેના પિતાને ઘણી વખત કહેતો કે તમને પૂજાપાઠ કરવાથી શું મળી જવાનું છે? ભગવાન જેવું કંઈ જ નથી, તમે ખોટા વહેમમાં જીવો છો.

તે તેના પિતાને કહેતો કે પૃથ્વી સૂર્યનું ચક્ર લગાવે છે એ વાત હવે વિજ્ઞાનને પણ સાબિત કરી દીધી છે. અને તમારા શાસ્ત્રોમાં એમ લખેલું છે કે ભગવાન સૂર્યનારાયણ રોજ પોતાના રથ પર સવાર થઈને બ્રહ્માંડનું ચક્કર લગાવે છે. આવી રીતે રોજ તેના પિતાને તે વિજ્ઞાનના નવા નવા ઉદાહરણો આપીને સાબિત જ કરવામાં રહેતો કે ભગવાન છે નહીં.

તેના પિતા તેની સામે સહજતાથી જોતા રહેતા અને તેના વિચારો પર હસવા લાગતા અથવા તે અવગણીને પોતાના કામમાં પરોવાઈ જતા. તે તેના દીકરા સાથે દલીલ કરવા માંગતા નહીં અને એટલા માટે જ તેને કોઈ પ્રકારનો જવાબ આપતા નહીં.

ધીમે ધીમે સમય વીતતો ગયો તેમ પ્રતાપભાઈ ની ઉંમર પણ વધવા લાગી હતી અને તેને લાગી રહ્યું હતું કે હવે મારો વધારે સમય બાકી નથી રહ્યો ત્યારે તેને તેના દીકરાને કહ્યું કે હવે મારું શરીર એકદમ નબળું પડી ગયું છે. હું કેટલા સમય સુધી અહીં રહીશ તેની ખબર નથી.

પણ હું તને એક વાત કહેવા માંગુ છું બેટા. તું ઈશ્વરને માને અથવા ન માને એ તારા ઉપર છોડું છું. પરંતુ મારી એક વાત માન એટલે મારા મનને શાંતિ મળે. ત્યારે તેના દીકરાએ કહ્યું કે હું જરૂરથી માનીશ. એટલે તેના પિતાજીએ તેને કહ્યું કે મારા અવસાન પછી દુકાનમાં રહેલી ભગવાન શ્રીકૃષ્ણની પૂજા હું જેવી રીતે કરું છું એવી જ રીતે તું પણ ચાલુ રાખજે.

અને જ્યારે તારા જીવનમાં કોઈ પણ જાતની મુશ્કેલી કે પરેશાની આવે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણની સામે હાથ જોડીને ઉભો રહેજે. અને તારી બધી જ મુશ્કેલીઓ ભગવાનને જણાવજે, બસ મારી આટલી વાત માની લે એટલે હું ખુશ થઈને અંતિમ શ્વાસ લઈ શકું.

આટલી વાત સાંભળતા દીકરાએ કહ્યું કે પિતા હું તમારી બધી વાત માનીશ તમે જરા પણ ચિંતા કરશો નહીં. અને થોડા જ દિવસો પછી પ્રતાપભાઈ નું અવસાન થઈ ગયું. ત્યારબાદ પ્રતાપભાઈ ના કહેવા મુજબ તેના દીકરાએ દુકાનમાં પૂજા કરવાનું શરૂ કરી દીધું હતું. એક દિવસ તેના દીકરો દુકાન પર હતો અને બહાર જોરદાર વરસાદ પડી રહ્યો હતો.

વરસાદના કારણે દુકાનમાં ગ્રાહકો ખૂબ જ ઓછા આવી રહ્યા હતા અને વીજળી પણ ચાલી ગઈ હતી. થોડા જ સમયમાં અચાનક એક છોકરો દોડતો દોડતો તેના દુકાને એક ચિઠ્ઠી લઈને દવા લેવા માટે આવ્યો અને તેના હાથમાં ચિઠ્ઠી આપી અને કહ્યું કે આ દવા આપો મારે ખૂબ જ ઉતાવળ છે.