લગ્નના 35 વર્ષ પછી એક કપલે દીકરો દત્તક લીધો, બે વર્ષ સાથે રહ્યા પછી એક દિવસ એવું બન્યું કે તે કપલ…

એક દિવસ એક પાગલ સ્ત્રી ડોક્ટર ના ઘર સામે બેઠી હતી, અને થોડીવારે હસ્તી હતી અને તુરંત જ થોડી વારમાં એકદમ રડવા લાગતી હતી. વાલી થોડી વાર શાંત થઇ જાય અને પાછા રાડો પાડવા માંડે કે મારો દીકરો મારો દીકરો. ડોક્ટરે અંદર થી કંઇક ખાવાનું મંગાવ્યું.

ડોક્ટરનો દીકરો જ લઇ ને આવ્યો અને તે પાગલ જેવી સ્ત્રી અને તે દીકરા ની નજર એક થઇ ત્યાં જ એ સ્ત્રી એકદમ દોડી ને દીકરા ને ભેટી પડી અને ચોધાર આંસુએ રડવા લાગી. અને જોર જોર થી બોલવા લાગી કે આ જ મારો દીકરો છે. આ જ મારો દીકરો છે.

ડોક્ટર દંપતી એ તે સ્ત્રીની સારી રીતે તેની સાર-સંભાળ રાખી અને તેને પણ સામાન્ય પરિસ્થિતિમાં આવતા થોડા દિવસ થયા હવે તેનું માનસિક સંતુલન પણ સામાન્ય થઈ ગયું હતું. હવે તે પાગલ થયેલી સ્ત્રી એ ડોક્ટર દંપતી ને પગે લાગી અને વિનંતી કરવા લાગી કે તમે રજા આપો, તો હું મારા દીકરાને પણ સાથે લઇ જાઉં?

ત્યારે ડોક્ટર દંપતી એ પણ હૃદય પર પથ્થર રાખી કહ્યું કે બેન આ તારો દીકરો જ છે, અમે અમારા સુખ માટે તને દુઃખી નહીં થવા દઈએ. આ તો સંજોગો અને પરિસ્થિતિ એ તેને અમારો દીકરો બનાવી દીધો હતો. અને તમે આ છોકરા ને લઇ જશો, તો અમને બહુ દુઃખ નહિ થાય.

કારણ કે અમને તો કોઈ અન્ય બાળક પણ મળી જશે પણ તમારા દીકરા ને જો અમે રાખીશું તો તમને બીજો દીકરો ક્યાં મળવાનો છે? ડોક્ટર દંપતીએ પોતાના મન ની ભાવના અને લાગણી છુપાવી ને તે દીકરા ને તેની માતા ને સોંપી દીધો. હવે ડોક્ટર દંપતી ની આખો માં આનંદ અને પીડા ના ભાવ ચોખ્ખા નજર આવતા હતા. અને બંને ની આંખો માંથી આંસુ નીકળી રહ્યા હતા.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel