લગ્નના 35 વર્ષ પછી એક કપલે દીકરો દત્તક લીધો, બે વર્ષ સાથે રહ્યા પછી એક દિવસ એવું બન્યું કે તે કપલ…

મુંબઈ ની એક પ્રસિદ્ધ હોસ્પિટલ માં ડૉ.ભરત અને ડૉ બબીતા સાથે નોકરી કરતા હતા. બંને સાથે હોવાથી એકબીજાની ખુબ નજીક હતા. અને સમય જતાં બંને એ લવ મેરેજ કર્યા હતા. બંને અત્યારે નિવૃત થઇ ગયા હતા. આર્થિક રીતે એકદમ સુખી હતા, પણ તેઓને કોઈ સંતાન નહોતું.

અત્યારે તે નાના ગામમાં રહેતા અને તે ગામ તથા આજુ બાજુ ના ગામ ના લોકોની નિઃશુલ્ક સેવા કરતા હતા, બધા ગામ લોકો અને આજુબાજુ ના ગામ ના આવતા દર્દી અને તેના પરિવાર સાથે ગાઢ સંબંધ બંધાઈ ગયો હતો.

એક દિવસ સવારના તેના ઘર ની બહાર થી એક નાના બાળક નો રડવાનો અવાજ આવી રહ્યો હતો. ઘરની બહાર જઈને જોયું તો એક 3-4 વર્ષ નો છોકરો રડી રહ્યો હતો. ત્યારે ડોક્ટર બહાર જાય છે અને તે બાળક ને પોતાના ઘરે લઇ આવે છે. અને રડવાનું કારણ પૂછતાં હતા.

પણ છોકરો ધ્રુસ્કે ધ્રુસ્કે રડતો જ હતો, થોડી વાર પછી છોકરો શાંત થતા ડોક્ટરે રડવાનું કારણ પૂછતાં કહ્યું કે મને ટી.બી. ની બીમારી છે. એટલે મારા બાપુ મને બહાર રસ્તા પર મૂકી ને ચાલ્યા ગયા છે. કારણ કે તેની પાસે મારી દવા કરવાના પૈસા નથી.

નિઃસંતાન ડોક્ટર દંપતી ને આમ અચાનક જ બાળક મળવાથી ખૂબ પ્રસન્ન થયા. અને પતિ પત્ની એ તે છોકરા ની દવા ચાલુ કરી, યોગ્ય દેખરેખ અને સેવા ના હિસાબે બાળક થોડા દિવસો માં જ સંપૂર્ણ રોગમુક્ત થઇ ગયો. અને ડોક્ટર ની સાથે રહેવા લાગ્યો. ડોક્ટર દંપતી ને પણ પોતાનો દીકરો છે. તેવી માયા બંધાઈ ગઈ.

એ દીકરો ડોક્ટર દંપતી સાથે જ રહેવા લાગ્યો. આ વાતને પણ અંદાજે બે વર્ષ જેટલો સમય વિતી ગયો, દીકરાને પણ ડોક્ટર દંપતી સાથે માયા બંધાઈ ચૂકી હતી.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel