લગ્નના 10 વર્ષ પછી પત્નીએ પતિને કહ્યું તમે એક વાત માનશો? પતિએ પૂછ્યું કઈ વાત તો પત્નીએ એવું કહ્યું કે…

એક પતિ અને પત્નીના લગ્નને 10 વર્ષ થઈ ચૂક્યા હતા. તેઓનું લગ્નજીવન સુખેથી પસાર થઈ રહ્યું હતું, પત્ની હાઉસવાઈફ હતી અને પતિને પોતાનો ધંધો હતો. આર્થિક રીતે પણ સુખી હોવાથી ખૂબ જ વિશાળ ભવ્ય મકાનમાં તેઓ પરિવાર સાથે રહેતા હતા.

એક દિવસની વાત છે જ્યારે સવારમાં પતિ પત્ની ઘરની બહાર બનાવેલા સુંદર ગાર્ડનમાં હિંચકા પર બેઠા બેઠા ચા નાસ્તો કરી રહ્યા હતા. અચાનક પત્નીએ તેના પતિને આગ્રહ કર્યો કે હું તમને એક વાત કહેવા માંગુ છું શું તમે તેનું અનુકરણ કરશો?

પતિએ પૂછ્યું કઈ વાત, એટલે પત્નીએ જવાબ આપતા કહ્યું કે તમે દરરોજ સવારે ઓફિસે જાવ છો પછી આપણે સાંજના સમયે પાછા મળીએ છીએ. હું એક નિયમ બનાવવા માંગુ છું કે આપણે બંને એકબીજા વિશે પાંચ એવી વાતો યાદ કરી અને લખીએ જે વાંચીને પતિ અને પત્ની બંને તેના વ્યવહારમાં સુધારો કરી શકે.

અને આ વાતો પરથી સુધારો કરીને એકબીજાને વધારે અનુકૂળ બનીને રહી શકે. પતિ આ વાત સાંભળીને થોડા અસમંજસમાં મુકાઈ ગયો સાથે તેને થોડી પરેશાની પણ થઈ, તે મનમાં વિચારવા લાગ્યો કે તેને તેની પત્ની વિશે ઘણી એવી વાતો યાદ છે જેમાં તે સુધારો કરી શકે છે.

મનમાં વિચારવા લાગ્યો કે પાંચ તો નહીં પરંતુ 50 એવી વાતો છે જેમાં તે લખીને પત્નીને કહી શકે કે આટલી જગ્યાએ તેને સુધરવાની જરૂર છે, પરંતુ તે જાણતો હતો કે તેની પત્ની પાસે પણ અનેક એવી વાતો હશે જે પોતાનામાં ખામી હશે એટલે પત્ની પણ તેની અનેક વાતો લખી શકે.

પતિએ પત્નીને જવાબ આપતા કહ્યું કે મને એક બે દિવસનો સમય આપો હું તને વિચારીને કહીશ. બીજા દિવસે પતિએ પોતાની દુકાન પરથી જ ફુલ વેચનારને એક ફોન કર્યો અને પાંચ ગુલાબ સાથે બુકે બનાવવાનું કહ્યું અને દુકાન પર આવવાનું કહ્યું.

સાંજે જ્યારે તે દુકાન પરથી ઘરે ગયો ત્યારે તે ગુલાબનો બુકે તેની પત્નીને આપ્યો, પત્ની પહેલા તો આશ્ચર્ય પામી કારણ કે આજ દિવસ પહેલા કોઈ દિવસ આમ અચાનક તેના પતિએ તેને ફુલ નહોતા આપ્યા. અને આજે અચાનક જ? બુકે લઈને આવ્યા છે તો શું વાત હશે?? આવું વિચારતા વિચારતા તેને ફુલ લઈ લીધા.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel