લગ્નના 10 વર્ષ પછી પત્નીએ પતિને કહ્યું તમે એક વાત માનશો? પતિએ પૂછ્યું કઈ વાત તો પત્નીએ એવું કહ્યું કે…

એ ફૂલની સાથે એક ચિઠ્ઠી પણ હતી, એટલે પત્નીને તરત જ વિચાર આવ્યો કે તેની કહેલી વાતનું અનુકરણ કરીને પતિએ લિસ્ટ તૈયાર કર્યું હશે જે આ ચિઠ્ઠીમાં લખેલું હશે. જોકે પત્નીએ પણ તેની ચિઠ્ઠી તેની પાસે લખેલી તૈયાર રાખી હતી.

પરંતુ પહેલાં પતિએ આપેલી ચિઠ્ઠી ખોલીને તે વાંચવા લાગી, તેમાં પતિએ લખેલું હતું કે મને એ પાંચ વાત લખવાની કે જેમાં હું તારી ભૂલ કાઢી શકું અને સુધારવા માટે કહી શકું તેમાંથી એક પણ વાત શોધી શક્યો નથી, અને હા તું જેવી છો તેવી જ રહેજે. કારણ કે મને તે ગમશે.

મને તારી કોઈ પણ વાતમાં કોઈ તકલીફ નથી, ચિઠ્ઠી વાંચવાનું પૂરું કર્યું ત્યાં જ પત્નીની આંખમાંથી આંસુસરી પડ્યા. તે વિચારવા લાગી કે પોતે તેના પતિ માટે બનાવેલી ચીઠીમાં પતિના અનેક વાંધા કાઢ્યા છે. તેની ઘણી ખામી શોધીને લખી છે. પરંતુ મારામાં તેને એક પણ વાંધો નથી લાગતો.

અથવા જો મારામાં ખામી હોય તો પણ પતિ તેને અવગણીને મારી સાથે રહેવા માંગે છે. પત્નીને તરત જ સમજાઈ ગયું કે સુખી લગ્નજીવન માટે આ જ એક ઉપાય હોઈ શકે કે કપલ વચ્ચેનો પ્રેમ જાળવી રાખવા તેમજ વધારવા માટે એક જ રહસ્ય છે કે સામેવાળાનો વિરોધ અથવા વાંધો અવગણવાની કોશિશ કરવી.

અને પાર્ટનર સાથે સમજાઈ જાય તેવું પ્રેમથી વર્તન કરવું કારણ કે આપણે જ્યારે દુનિયા સામે જંગ લડવા જઈએ ત્યારે જીતવું ફરજિયાત છે, પરંતુ પરિવારમાં હારવા છતાં પણ જીતવાની ખુશી મેળવી લેવી કારણ કે ત્યાં હાર માં જ જીત છુપાયેલી છે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel