દસ વર્ષ નો દીકરો તેના મમ્મી ને સવાલ કરે છે કે માં પ્યાર અને લવ માં શું ફરક છે? ત્યારે તેના મમ્મી તેને જવાબ આપે છે કે હું તને પ્રેમ કરું છું તેને પ્યાર કહેવાય અને મોટો થઇ ને તું લગ્ન કરે અને તારી પત્ની ને પ્રેમ કરે તેને લવ કહેવાય. હું તને ખુબ જ પ્યાર કરું છું. તું જીવનભર ક્યારેય મારો સાથ છોડીશ નહિ.
એમ મને તું પ્રોમિસ આપ એટલે દીકરા એ મમ્મી ને કહ્યું કે મમ્મી હું પ્રોમિસ કરું છું કે જિંદગીભર તારો સાથ છોડીશ નહિ. પંદર વર્ષ પછી દીકરો ભણી ગણી ને કામ પર લાગી જાય છે. અને તેના લગ્ન થાય છે, ઘર માં બધા સુખ અને સંતોષ થી રહે છે. દીકરા ની પત્ની એક દિવસ તેના પતિ ને કહે છે.
તમારા માટે મેં મારા માતા પિતા અને મારા ઘર પરિવારને છોડી ને આવી છું. તમે મને પ્રોમિસ કરો કે તમે મારો સાથ ક્યારેય છોડશો નહિ ત્યારે પતિ તેની પત્ની સાથે પણ પ્રોમિસ કરે છે. બધું બરાબર ચાલતું હતું એવામાં એક દિવસ દીકરા ના મમ્મી ની તબિયત ખરાબ થઇ.
ડોકટરે નિદાન કર્યું કે બંને કિડની ખરાબ થઇ ગઈ હોવાથી કિડની બદલવી પડશે, ત્યારે બીજે ક્યાંય થી કિડની મેળવવાની કોશિશ કર્યા વિના જ દીકરા એ પોતાની કિડની આપવાનું નક્કી કર્યું. હજી ઓપરેશન ની તારીખ નક્કી કરી ત્યાં જ તેની પત્નીની પણ બંને કિડની ખરાબ થઈ ગઈ.
અને તેને પણ જીવાડવા માટે એક કિડની બદલવાનું ડોકટરે કહ્યું સાસુ અને વહુ બંને નું ઓપરેશન થઇ ગયું. અને ભાન માં આવતા તેના મમ્મી એ ડોક્ટર ને પૂછ્યું કે મને કોને કિડની આપી ત્યારે ડોક્ટરે કહ્યું કે તમારા દીકરા એ તમારો જીવ બચાવવા માટે પોતાની કિડની આપી છે.