માન્યતા છે કે માણસ જ્યારે ચારે તરફ થી સંકટ થી તકલીફ થી ઘેરાઈ જાય છે અને તેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો સૂઝતો ના હોય ત્યારે પંચમુખી હનુમાનજી મહારાજ ના શરણ માં જાય છે. પંચમુખી હનુમાનજી મહારાજ ની પૂજા કરવાથી ગ્રહ ના નડતર પણ નાશ પામે છે. કારણ કે હનુમાનજી ના બધા સ્વરૂપ માંથી પંચમુખી હનુમાનજી મહારાજ ને બધા સ્વરૂપ થી વધારે શક્તિશાળી માનવામાં આવે છે.
આ સ્વરૂપ હનુમાન એ રાવણ ની સામે યુદ્ધ કરતા સમયે રાવણ ની માયા ને ખતમ કરવા માટે ધારણ કર્યું હતું આપણા પુરાણોમાં પણ હનુમાનજી ના પંચમુખી હનુમાનજી મહારાજ નું સ્વરૂપ કેમ ધારણ કરવું પડ્યું હતું તેનો ઉલ્લેખ પણ છે તો આજે આપણે તેના વિશે જાણીએ
રાવણ ને જયારે એમ લાગ્યું કે ભગવાન શ્રી રામ ની સામે નું યુદ્ધ તે હારી રહ્યા છે, ત્યારે તને તેની માયાવી શક્તિ નો ઉપયોગ કરવાનું શરૂ કર્યું, કારણ કે રાવણ જાણતો હતો કે તે માયાવી શક્તિ નો ઉપયોગ નહિ કરે તો તેની હાર નિશ્ચિત છે. એટલા માટે તેના ભાઈ અહિરાવણ ની યુદ્ધ માં મદદ લીધી અહિરાવણ માં ભવાની ના તંત્ર મંત્ર નો જાણકાર છે.
અહિરાવણ દ્વારા તંત્ર મંત્ર કરાવી અને એવી ચાલ કરી કે ભગવાન શ્રી રામ ની સેનાએ ધીરે ધીરે નિંદ્રાધીન થઇ અને યુદ્ધ ના મેદાન માં જ બધા યોદ્ધા સુઈ ગયા એટલું જ નહિ પણ ભગવાન શ્રી રામ અને લક્ષ્મણજી પણ નિંદ્રા માં આવી ગયા અને ત્યારે અહીં રાવણે ભગવાન શ્રી રામ અને લક્ષ્મણજી નું અપહરણ કરી અને પાતાળ લોક માં લઇ ગયો.
થોડા સમય પછી જ્યારે માયા નો પ્રભાવ ઘટવા લાગ્યો ત્યારે કોઈ ને ભગવાન શ્રી રામ અને લક્ષ્મણજી કોઈ ને દેખાય નહિ ત્યારે વિભીષણ સમજી ગયા કે આ માયાવી કાર્ય રાવણે અહિરાવણ દ્વારા જ કરાવેલું છે. અને ત્યારે વિભીષણે હનુમાનજી ને ભગવાન શ્રી રામ અને લક્ષ્મણજી ને બચાવવા માટે પાતાળ લોક માં જવાનું કહ્યું.