કર્મમાં માનતા હોય તો જ આ વાંચજો, છેલ્લે સુધી વાંચીને તમે પણ કહેશો…

આજે કંપનીમાં ઓડિટ ચાલી રહ્યું હતું, કંપનીના માલિક પણ ત્યાં હાજર હતા. ઓડિટ પુરુ થયા પછી ખબર પડી કે ઓડિટમાં કંઈક ભૂલ આવી છે અને તે ભૂલ કોનાથી થઈ છે એ હજી ખબર નથી પડી રહી.

કંપનીના માલિક ત્યાં જ હાજર હતા તેને તરત જ પોતાની કંપનીમાં મેનેજર તરીકે કામ કરતા વ્યક્તિને પોતાની પાસે બોલાવ્યો અને તેને અપશબ્દો કહીને ગુસ્સે થી ઘણું બધું બોલવા લાગ્યો. કંપનીના માલિક તે મેનેજરને ઘણું ખીજાણા એટલે મેનેજર ને પણ ખૂબ જ ગુસ્સો આવ્યો પરંતુ તે કંપનીના માલીકને કંઈ જ કહી ન શક્યો.

મેનેજર પોતાનો ગુસ્સો કોની પર ઉતારે? તેનો ગુસ્સો વધવા લાગ્યો તરત જ પોતાની કંપનીમાં કામ કરી રહેલા બધા સ્ટાફને પોતાની ચેમ્બરમાં બોલાવ્યા અને તેનો બધો ગુસ્સો પોતાના કંપનીમાં કામ કરી રહેલા કર્મચારીઓ પર ઉતાર્યો.

આ બધું સાંભળીને કર્મચારીઓને પણ ગુસ્સો આવવા લાગ્યો પરંતુ તે મેનેજર ને કશું કહી ન શકે એટલે ગુસ્સો મનમાં રાખીને તેઓ ફરી પાછા કામે જતા રહ્યા. હવે બધા કર્મચારીઓ કોની ઉપર ગુસ્સો કાઢે, તે બધા લોકો જ્યારે જઈ રહ્યા હતા ત્યારે કોઇને કોઇ કારણસર વોચમેનને અત્યંત ખીજાવા લાગ્યા.

જે લોકો નીકળે તે બધા લોકો વોચમેનને કંઈક ને કંઈક કહી જતા હતા આ સાંભળીને તેને પણ ગુસ્સો આવતો પરંતુ તે પોતાનો ગુસ્સો ક્યાં કાઢે? અંતે સાંજે વોચમેન જ્યારે પોતાના ઘરે ગયો ત્યારે તેનો બધો ગુસ્સો તેને તેની પત્ની પર ઉતાર્યો.

તે તેની પત્નીને જેમ તેમ કહેવા લાગ્યો અને ઘણું ખીજાયો. તેની પત્ની પણ આ બધું સાંભળીને ગુસ્સે થઈ ગઈ અને તેને પોતાનો ગુસ્સો તે બંનેના દીકરા પર કાઢ્યો, દીકરો ટીવી જોઈ રહ્યો હતો. કે આવીને તરત જ તેને કહ્યું બસ આખો દિવસ તારે ટીવી જ જોવું હોય છે. અને પડ્યો રહે છે. ભણવામાં જરા પણ ધ્યાન નથી. એમ કહીને ઘણું ખિજાયા.

દીકરાને ખીજાણા એટલે દીકરો ત્યાંથી ઊભો થઈને બહાર ગુસ્સામાં નીકળી ગયો, તેને પણ અત્યંત ગુસ્સો આવતો હતો. આજુબાજુમાં નજર કરી તેને એક નાનો પથ્થર દેખાયો એટલે તે પથ્થર ઉપાડીને જોરથી ફેંક્યો, અનાયાસે એ પથ્થર શેરીમાં શાંતિથી સુઈ રહેલા કૂતરાને લાગ્યો.

કૂતરું પણ ઝબકીને જાગી ગયું અને ત્યાંથી ભાગવા લાગ્યું અને વિચારતું હતું કે જેને મને પત્થર માર્યો તેનું મેં શું બગાડયું હશે? તે પણ ગુસ્સામાં જઈ રહ્યું હતું અને રસ્તામાં સાઈડમાં ચાલીને જઇ રહેલા એક માણસને કરડ્યું.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel