કરિયાણાની દુકાનમાં ચકચૂર નશામાં એક ગ્રાહક આવ્યો, થોડા સમય પછી એક સ્ત્રી આવી જેને તે વ્યક્તિને જોઈને કહ્યું તમે તો…

કરિયાણાની દુકાન માં એક ગ્રાહક ખરીદી કરવા આવેલ હતો, તેને લગભગ પંદર જેટલી વસ્તુ ના ભાવ પૂછ્યા. અને બધી ખરીદ કરી, પણ તે મદિરાના ચકચૂર નશામાં હતો, દુકાનદાર જયારે બધા માલ ના પડીકા તૈયાર કરી અને હિસાબ કરતો હતો.

ત્યાં જ તેને કહ્યું કે ત્રણસો પાંત્રીસ રૂપિયા થયા, દુકાનદાર કેલ્ક્યુલેટર માં હિસાબ કર્યો, ત્યારે એટલાજ રૂપિયા થયા! તેને આશ્ચર્ય થયું કે આટલા નશા માં પણ તેનો હિસાબ એકદમ સાચો હતો. દુકાનદાર મન માં અને મન માં હસી રહ્યો હતો. ત્યાં જ એક પચીસેક વર્ષ ની છોકરી કરિયાણું લેવા માટે આવી.

અને તે શરાબી ની સામે એકદમ ધ્યાન થી જોવા લાગી, ત્યારે દુકાનદાર ને પણ આશ્ચર્ય થયું કે આ છોકરી એક શરાબી ની સામે એકીટશે કેમ જુવે છે, શરાબી માં એવું શું છે, એ શરાબી જવા માટે પગ ઉપાડે તે પહેલા જ તે છોકરી એ કહ્યું કે તમે ગણિત ભણાવતા વર્મા સાહેબ જ છો ને?

ત્યારે શરાબી એ કહ્યું કે હા હું વર્મા સાહેબ જ છું, તમે કોણ છો? ત્યારે એ છોકરી વર્મા સાહેબ ને પગે લાગી, અને બોલી હું નંદિની છું સાહેબ, અહીંયા નજીક માં જ રહુ છું અને તમારા ટ્યૂશન માં ભણવા માટે તમારા ઘરે આવતી. અને તમે મને ગણિત શીખડાવી, અને હોશિયાર બનાવી છે.

અને આજે મારી જિંદગી ઘણી સારી બની ગઈ છે, પરંતુ સાહેબ તમે આવા બેહાલ કેમ? કેટલા દુબળા થઇ ગયા છો? ઓળખવા માં પણ તકલીફ પડે છે હવે વર્મા સાહેબ ને તેની દીકરી સમાન વિદ્યાર્થીની સામે આવી જતા, હાથ માં રહેલી બોટલ સંતાળી અને કશું બોલ્યા વિના જ જવા લાગ્યા.

ત્યારે નંદિની એ વર્મા સાહેબ નો હાથ પકડી લીધો, અને વર્મા સાહેબ ને પૂછ્યું કે મેડમ કે તમારો દીકરો સૌરભ પણ તમને કઈ કહેતા નથી? ત્યારે વર્મા સાહેબ ની આખો માંથી આંસુ નીકળી રહ્યા હતા. અને જવાબ આપ્યો કે એ બંને હવે આ દુનિયા માં નથી રહ્યા.

મેં મારી આખો ની સામે બંને ને પ્રાણ ત્યાગતા જોયા છે, એક અકસ્માત માં બંને નો જીવ ચાલ્યો ગયો. મારી આખો માંથી એ દ્રશ્ય હજુ દૂર થતું નથી. નંદિની એ વર્મા સાહેબ ને હાથ પકડી ને રસ્તા પર એક બાંકડા પર બેસાડી દીધા.

નશા ના કારણે તેની આખો લાલઘૂમ થયેલી હતી. અને તેમાં સાથે પત્ની અને પુત્ર સાથે બનેલો બનાવ નું દર્દ છલકી રહ્યું હતું, પરંતુ નંદિની એ સાહેબ ને સમજાવતા કહ્યું કે તમને આવી હાલત માં જોઈ ને મેડમ કે સૌરભ નો આત્મા કેવી રીતે ખુશ રહી શકે?

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel