જ્યારે પણ તમે જીવનથી કંટાળીને નિરાશ થઈ જાઓ ત્યારે આ વાંચી લેજો, મુંબઇમાં બનેલી અત્યંત પ્રેરણાદાયી સત્ય ઘટના છે…

એક વૃદ્ધ માણસ, ૭૫ વર્ષની ઉંમરના આ માણસને બે દીકરા હતા અને એ બે દીકરાઓને કુલ મળીને ચાર બાળકો હતા. ૭ વર્ષ પહેલા તેનો મોટો દીકરો ઘરેથી કામે ગયા પછી પાછો જ ના આવ્યો અને અઠવાડિયા પછી ખબર પડી કે તેનો દીકરો હવે આ દુનિયામાં નથી રહ્યો. માત્ર ૪૦ વર્ષની ઉંમરમાં તેનું દેહાંત થઈ ગયું.

મોટા દીકરા ના અવસાન સાથે જાણે કે બાપુજીનો એક હિસ્સો મરી ગયો હોય એવું થઇ ગયું. પરંતુ જવાબદારીના બોજને કારણે તે વૃદ્ધ માણસને સરખી રીતે શોક મનાવવાનો પણ સમય ના મળ્યો અને બીજા જ દિવસે તેઓ તેની રિક્ષા લઈને રોડ ઉપર હતા. ઘણા વર્ષોથી રિક્ષા ચલાવીને ઘરનું ગુજરાન ચલાવતા સાથે સાથે મોટો દીકરો જતો રહ્યો એટલે તેના બાળકો અને તેની વહુ ની જવાબદારી પણ પોતાના માથે આવી પડી.

હજુ આ વાતને બે વર્ષ પણ નહોતા થયા કે ફરી પાછું દુઃખ આ વૃદ્ધ માણસને દ્વારે આવી પડ્યું. બે વર્ષ પછી તેના બીજા દીકરાને પણ તેને ગુમાવી દીધો. એક સાધારણ દિવસે તે પોતાની રિક્ષા ચલાવી રહ્યા હતા ત્યારે જ તેઓ ઉપર એક ફોન આવ્યો જેમાં કહેવામાં આવ્યું કે તમારા દીકરાની બોડી અહીંયા રેલવે સ્ટેશન પર મળી છે તેઓએ આત્મહત્યા કરી લીધી છે.

નાના દીકરાને પણ ગુમાવ્યા પછી તેની વહુ અને ચાર બાળકોની જવાબદારી એ જ એ વૃદ્ધ માણસને જીવતા રાખ્યા, દીકરા ના અંતિમ સંસ્કાર પછી તેની દીકરી એટલે કે બાપુજી ની પૌત્રી જે નવમા ધોરણમાં ભણી રહી હતી તેને તેના દાદાને પૂછ્યું દાદા, હવે મારી સ્કૂલ છૂટી જશે ને? ત્યારે એ ૭૫ વર્ષના દાદા એ બધી જ હિંમત ભેગી કરીને તેની પૌત્રીને જવાબ આપતા કહ્યું… બેટા તારું ભણતર ક્યારેય નહી છૂટે. તારે જેટલું ભણવું હોય એટલું ભણી શકે છે.

આ બધી ઘટના પછી તે વૃદ્ધ માણસ જે ઉંમર માં માણસ નિવૃત્ત થઈને ઘરે બેઠો હોય એ ઉંમરમાં પહેલાંથી પણ વધારે સમય સુધી રિક્ષા ચલાવવા લાગ્યા, સવારે છ વાગ્યે ઘરની બહાર નીકળી જતા અને મોડી રાત્રી સુધી તેઓ રિક્ષા ચલાવતા. આટલું કર્યા છતાં પણ તેઓનો મહિનાનો ખર્ચો માંડ માંડ નીકળતો અને મોટાભાગના દિવસોમાં એવું બનતું કે તેની પાસે રાત્રે ખાવા માટે મુશ્કેલીથી થોડું-ઘણું હોય અથવા ન પણ હોય. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

એક વખત જ્યારે તેની પત્ની બીમાર પડી ત્યારે તેની પાસે તેની દવા લેવા માટે પણ પૈસા નહોતા એટલા માટે આજુબાજુમાં ઘરે જઈને પણ તેને પૈસા માંગ્યા હતા. આ બધું તેઓએ હસતા મોઢે સહન કર્યા પછી જ્યારે બે વર્ષ પહેલા તેની પૌત્રીને બારમા ધોરણમાં 80% માર્ક આવ્યા ત્યારે તે બાપુજી ને લાગ્યું કે જાણે પોતે પોતાની ઓટો રીક્ષા જમીન પર નહીં પરંતુ અવકાશમાં ઉડાવી રહ્યા છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

જે દિવસે તેની પુત્રી નું રિઝલ્ટ આવ્યું હતું એ દિવસે તેના રિક્ષામાં મુસાફરી કરી રહેલા દરેક લોકો પાસેથી કોઈપણ પૈસા ન લીધા અને દરેકને મફત સવારી કરાવી હતી. ત્યાર પછી તેની પૌત્રી તેને આવીને કહ્યું હતું કે દાદા મારે દિલ્હી યુનિવર્સિટીમાંથી બી.એડ નો કોર્સ કરવો છે.

મહિનાનો ખર્ચો માંડ માંડ કાઢનારા માણસ પાસે મુંબઈ થી દુર દિલ્હીમાં ભણાવવા માટે પૈસા હોય એ શક્ય નથી, પરંતુ પૌત્રીના સપના પુરા કરવા એ જ માત્ર બાપુજી ઇચ્છતા હતા એટલા માટે જ તેને પોતાનું ઘર વેચી નાખ્યું અને ઘર વેચીને પૌત્રી ને ભણવા માટે ની ફી ચૂકવી. ત્યાર પછી દાદાજીએ તેની પત્ની, દીકરાની વહુ અને બીજા પૌત્રો તેમજ પૌત્રીને તેના ગામડે બીજા સગા સંબંધીના ઘરે રહેવા માટે મોકલ્યા. અને પોતે છત વિના મુંબઈ શહેરમાં જ રહેવા લાગ્યા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

તેઓ રીક્ષા ને જ પોતાનું ઘર માને છે કારણ કે તેઓ પોતે ઓટો રિક્ષામાં જ ખાય છે અને સુવે છે. અને હવે તો જાણે રીક્ષા જ તેનું ઘર છે આખા દિવસ દરમિયાન તેઓ લોકોને તેની મંઝિલ સુધી પહોંચાડે છે અને રાત્રે ઓટો રિક્ષામાં જ સૂઇ જાય છે.

ઘણી વખત તેઓની તબિયત સારી નથી રહેતી અથવા રીક્ષા ચલાવતા ચલાવતા પગમાં દુખાવો થાય છે પરંતુ જ્યારે પણ તેને પૌત્રી ફોન કરીને કહે છે કે તે પોતાની ક્લાસમાં પહેલા નંબરે પાસ થઈ છે ત્યારે તેનો બધો દુખાવો તેના બધા દુઃખ જાણે ગાયબ થઈ જાય છે.

એ દિવસનો બાપુજી ખૂબ રાહ જોઈને બેસી રહ્યા છે કે જે દિવસે તેની પૌત્રી ટીચર બની જાય, અને ટીચર બન્યા પછી દાદાજી તેમને ગળે લગાવીને કહી શકે કે તેની પૌત્રી ઉપર તેને કેટલું ગર્વ છે.

આખા પરિવાર માંથી તેની પૌત્રી પહેલી ગ્રેજ્યુએટ બનવા જઈ રહી છે. જેવું કે એનું રીઝલ્ટ આવશે કે અઠવાડિયા સુધી કોઈપણ મુસાફર પાસેથી આ દાદા પૈસા નહીં વસૂલે.

આ ખરેખર કોઈ કાલ્પનિક ઘટના નથી કોઈ કાલ્પનિક સ્ટોરી નથી પરંતુ મુંબઇમાં બનેલી સત્યઘટના છે અને આ સ્ટોરી મુંબઈમાં રિક્ષા ચલાવનારા દેશરાજ જીની છે. તેઓ મુંબઈમાં ખાર ઠંડા નાકા ઉપર રીક્ષા ચલાવતા મળી જશે. આ સ્ટોરી ને પ્રથમ વખત ફેસબુકના પેજ Humans of Bombay દ્વારા લોકો સમક્ષ રજૂ કરવામાં આવી હતી ત્યાર પછી આ સ્ટોરી સોશિયલ મીડિયા ઉપર ઘણી વાયરલ થઇ ચૂકી હતી અને ત્યાર પછી આ રિક્ષા ચાલકે સામે આવીને પોતાની સ્ટોરી જણાવી હતી. જણાવી દઈએ કે તેઓને મદદરૂપ થવા માટે અત્યાર સુધીમાં ૨૦ લાખથી પણ વધુ રકમ જમા કરવામાં આવી હતી અને તેને આ રકમ મળી ચૂકી છે. આ રકમ મળ્યા પછી તેઓ તેને મદદ કરેલા દરેક લોકોનો આભાર માની રહ્યા હતા.

ખરેખર જો માણસમાં ઇચ્છાશક્તિ હોય, મહેનત કરવાની પ્રબળ ઈચ્છા હોય તો કદાચ જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ હોય તેમ છતાં માણસ નિરાશ થતો નથી. આ સ્ટોરી કેવી લાગી તે કમેન્ટ કરીને અચૂક જણાવજો. તેમજ આ સ્ટોરી ને બને તેટલી શેર કરીને દરેક લોકો સુધી પહોંચાડશો.

Read more

છેલ્લા શ્વાસે પિતાએ કર્યો મોટો ખુલાસો, દીકરો સાંભળીને સ્તબ્ધ થઈ ગુસ્સામાં પિતાને કહેવા લાગ્યો...

કિશનના હાથમાં રહેલી લાકડીનો અવાજ સિમેન્ટના રસ્તા પર એકધારો આવતો હતો. તેના પિતા, રતિલાલભાઈ, દરવાજા પાસે ઊભા હતા. તેમણે કિશનનો હાથ પકડવા માટે પોતાનો હાથ

By Just Gujju Things Team

કરિયાણાના છૂટા પૈસા બચાવીને માતાએ દીકરીને આપી ભેટ

શાંતાબેને રસોડાના ડબ્બા પાછળથી પિત્તળની નાની પેટી બહાર કાઢી. તેમના હાથ થોડા ધ્રૂજતા હતા, પણ પકડ મજબૂત હતી. તેમણે રસોડાના ટેબલ પર રહેલી એ જૂની

By Just Gujju Things Team

વરરાજાના મિત્રોએ કરી એવી ભૂલ કે દુલ્હને લગ્ન તોડીને આખા ગામને ચોંકાવી દીધું

આ એક સાચી ઘટના પર આધારિત વાર્તા છે. જોકે તે કાલ્પનિક શૈલીમાં લખવામાં આવી છે અને પાત્રોના નામ બદલવામાં આવ્યા છે. ગામના પાદરમાં આવેલા જૂના મંદિરમા

By Just Gujju Things Team

કિડની વેચીને પુત્રને કરોડપતિ બનાવનાર માતાને ઘરડાઘર? ડાયરીએ ખોલ્યું રહસ્ય!

ભવ્ય મંચ પર અજય શાહ જ્યારે 'વર્ષના સર્વશ્રેષ્ઠ ઉદ્યોગપતિ'નો એવોર્ડ સ્વીકારી રહ્યો હતો, ત્યારે તેની આંખોમાં ગર્વ નહોતો, માત્ર એક

By Just Gujju Things Team