જૂનાગઢ દર્શન કરી પાછા ફરતી વખતે ગાડી બંધ થઈ ગઈ, પરંતુ થોડીવારમાં જે થયું તે જાણીને તમે પણ...

રાજકોટની એક હોસ્પિટલ, અત્યંત પ્રખ્યાત હોસ્પિટલ માં કોરોના દર્દી નો કેસ આવ્યો. દર્દીની હાલત ખુબ જ ગંભીર હતી. એક દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા અને તેની જગ્યાએ આ નવા દર્દીને એડમીટ કરવામાં આવ્યા, હોસ્પિટલના માલિક જ તે હોસ્પિટલના મુખ્ય ડોક્ટર હતા પરંતુ સાથે સાથે બીજા ડોક્ટરોની ટીમ પણ હતી જે લગભગ બધા દર્દીઓને સારવાર અપાવતા.

પરંતુ આ કેસ આવ્યો એટલે નામ વાંચીને તરત જ મુખ્ય ડોક્ટર આઈસીયુમાં આવ્યા જ્યાં દર્દીને દાખલ કરવામાં આવ્યા હતા, તે કેસની તપાસ પોતે કરીને તરત જ ઓક્સિજન લગાવવામાં આવ્યું બાકીના બધા રિપોર્ટ્સ કઢાવવાનું કહેવામાં આવ્યું. ત્યાર પછી ડોક્ટર સાહેબ તે રૂમમાંથી બહાર આવીને પોતાના સ્ટાફને કડક સુચના આપીને કહ્યું આ દર્દીને કોઈપણ પ્રકારની ખામી કે તકલીફ ન રહે અને તેની પાસેથી એડવાન્સ પૈસા પણ ના લેશો.

દર્દીને હોસ્પિટલમાં લગભગ પંદર-સોળ દિવસ રાખવામાં આવ્યા અને દરરોજ ડોક્ટર પોતે તેની વિઝિટમાં આવતા અને તેની તબિયતની ચકાસણી કરતા. દર્દી એકદમ સાજા થઇ ગયા પછી રિપોર્ટ પણ નેગેટીવ આવી ગયો અને તેને રજા આપવામાં આવી.

હોસ્પિટલમાં રોકાણ સહિત દવા વગેરે વસ્તુઓ નું બિલ લગભગ પાંચ લાખ રૂપિયા જેટલું થયું હતું, આ બિલ હોસ્પિટલ ના મુખ્ય ડોક્ટરના ટેબલ પર આવ્યું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

તેને બિલ જોઈને તરત જ પોતાના એકાઉન્ટ વિભાગમાં ફોન કરીને એકાઉન્ટ સંભાળનારા મેનેજરને બોલાવ્યા અને કહ્યું આ બિલ કોઈ ચૂકવશે નહીં, આ વ્યક્તિ પાસેથી આપણે એક પૈસો પણ નથી લેવાનો. તેમજ ડોક્ટરે ફરી પાછું કહ્યું તમે એક કામ કરો આ દર્દીને લઈને મારા કેબિનમાં આવો.

દર્દીને વ્હીલચેરમાં ડોકટરની કેબિનમાં લાવવામાં આવ્યા. ડોક્ટરે દર્દી ની સામે નજર કરી ને થોડું સ્મિત કરીને પૂછ્યું, ભાઈ તમે મને ઓળખો છો?

દર્દીએ થોડા સેકન્ડ સુધી ડોક્ટર નો ચહેરો જોયા કર્યો પછી કહ્યું સાહેબ લાગે છે કે મેં તમને ક્યાંક જોયા છે. પરંતુ સરખું યાદ નથી આવતું.

ડોક્ટરે કહ્યું, તમને યાદ ના આવતું હોય તો હું યાદ અપાવું કે લગભગ સાત-આઠ વર્ષ પહેલા મોડી રાત્રે લગભગ ત્રણ વાગે તમે જુનાગઢ પાસે જંગલ વિસ્તારમાં એક ગાડી રીપેર કરી હતી, હું મારા પરિવાર સાથે જુનાગઢ પરિક્રમાના દર્શન કરીને પાછો ફરી રહ્યો હતો ત્યારે અચાનક જ ગાડીમાંથી ધુમાડો નીકળવા લાગ્યો અને ગાડી ઝટકો ખાઈને બંધ પડી ગઈ.

ગાડી સાઈડમાં ઉભી રાખી ને મેં ચાલુ કરવાની અનેક કોશિશ કરી પરંતુ ગાડી ચાલુ ના થઈ, આજુબાજુ નો રસ્તો એકદમ સુમસામ હોવાથી મારા પરિવાર સહિત હું પણ થોડો ડરી ગયો હતો. રસ્તામાં એક વાહન પણ નહોતું દેખાઈ રહ્યું. આજુબાજુમાં જાણે જંગલ હોય એવું જ દેખાઈ રહ્યું હતું.

હું અને મારા પરિવાર બધા ઉપર ચિંતા ની રેખા ચોખ્ખી દેખાઈ રહી હતી બધા લોકો એક સાથે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા કે જલ્દી કોઈ મદદ મળી જાય. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

અને થોડા જ સમય પછી જાણે ભગવાને સાક્ષાત ચમત્કાર કર્યો હોય એમ અમને એક બાઈક આવતું દેખાયું, બાઈક ઉપર તમે બાઈક ચલાવી રહ્યા હતા અમે તરત જ હાથ ઊંચો કરીને તમને રોકવાની કોશિશ કરી. તમે તરત જ બાઈક સાઈડ માં ઉભી રાખીને પૂછ્યું બોલોને સાહેબ શું થયું છે?

મેં જ્યારે મારી સમસ્યા કહી ત્યારે તમે ગાડીનું બોનેટ ખોલીને ચેક કર્યું અને થોડી જ ક્ષણોમાં અમારી નજર ની સામે તમે તે ગાડી ઠીક કરી આપી અને ચાલુ કરવાનું કહ્યું ગાડી તરત જ ચાલુ થઈ ગઈ.

અમારા ચહેરા ઉપર ની ખુશી નો ત્યારે કોઈ પાર નહોતો, અમને બધાને એવું લાગ્યું કે જાણે ભગવાને જ તમને અમારી પાસે મોકલ્યા છે. કારણકે એ સમયે મારા સિવાય ઘરમાં એક જ ફોન હતો જે ઘરે હતો અને મારા ફોનમાં નેટવર્ક પણ નહોતું આવી રહ્યું કે જેથી અમે કોઈને ફોન કરી શકીએ.

આ સિવાય બાળકો પણ સાથે હોવાથી અમારા થી પણ વધારે તેઓની ચિંતા થતી હતી. ગાડી રિપેર કર્યા પછી તમે જણાવ્યું હતું કે તમે ત્યાં જુનાગઢ થી નજીક એક ગામમાં ગેરેજ ચલાવી રહ્યા છો.

અમે તમારો ખુબ આભાર માન્યો હતો અને તમને પૂછ્યું હતું કે આ સમયમાં તમે અમારી મદદ કરી છે આ મદદ ની કોઈ કિંમત આંકી ન શકાય તેમ છતાં તમને કેટલા રૂપિયા આપુ એમ પૂછ્યું ત્યારે તમે જે જવાબ આપ્યો હતો તે મને આજે પણ યાદ છે.

તમે મારી સામે બે હાથ જોડીને કહ્યું હતું કે મારો સિદ્ધાંત છે કે હું મુશ્કેલી માં પડેલી વ્યક્તિ ની કરેલી મદદના બદલામાં ક્યારેય એક પૈસો નથી લેતો. મારી કરેલી એ મજૂરી નો હિસાબ સીધો ભગવાન જ રાખે છે.

ડોક્ટરે ફરી પાછું કહ્યું, તમારા કહેલા આ શબ્દો એ દિવસથી મારી પ્રેરણા બની ગયા હતા અને હું તે દિવસથી જ વિચારવા લાગ્યો કે તમારી જેમ મજૂરી કરીને કમાઈ રહેલો સામાન્ય માણસ તો આવો ઉચ્ચ વિચાર ધરાવે છે અને તેનું પાલન પણ કરી શકે છે તો હું શું કામ ન કરી શકું. એ દિવસથી મેં પણ મારા જીવનમાં એ જ સંકલ્પ લીધો હતો. આજે આ વાતને સાત-આઠ વર્ષ થઈ ચૂક્યા છે.

મારા જીવનમાં તે દિવસથી આજ સુધી કોઈ દિવસ ખામી નથી આવી તેમજ અપેક્ષા થી પણ વધારે મને મળતું રહ્યું છે. આ હોસ્પિટલ મારી જ છે એટલે તમારી જ પ્રેરણા લઈને મેં કરેલા સંકલ્પ પ્રમાણે હું તમારી પાસેથી કંઈ નહીં લઈ શકું. અને ભગવાનનો આભાર માનીશ કે આવી વ્યક્તિ ની સેવા કરવાનો મને મોકો મળ્યો.

તમે કહ્યું હતું એ પ્રમાણે ભગવાનને તમારી મજૂરીનો પૂરેપૂરો હિસાબ રાખ્યો અને આજે એ હિસાબ ચૂકવી દીધો, પછી ડોક્ટરે કહ્યું કે મારી મજબૂરી નો હિસાબ પણ મને જ્યારે પણ ક્યારેય જરૂર હશે ત્યારે અચૂક ભગવાન જ ચૂકવી દેશે.

ફરી પાછું ડોક્ટરે તેને કહ્યું તમે હવે આરામથી ઘરે જાઓ અને થોડા દિવસ સુધી આ દવાઓ લેતા રહેજો, બીજું કોઈ પણ જાતની કાંઈ પણ તકલીફ હોય તો કોઈપણ સમયે મારી પાસે વિના સંકોચે આવી જજો.

ડોક્ટરે પોતાની વાત આગળ વધારતાં કહ્યું… પરંતુ ભાઈ, આજે તમારે મને એક વાતનો જવાબ આપવો પડશે…

દર્દી ઘણા સમયથી બધું સાંભળી રહ્યા હતા, તેને ડોક્ટર સાહેબને કહ્યું બોલોને સાહેબ તમારે જે પૂછવું હોય તે પૂછો? ડોક્ટરે કહ્યું તમે એ રાત્રિના ત્રણ વાગ્યે એ હાઇવે ઉપર કેમ નીકળ્યા હતા? મને આ સવાલ વર્ષો સુધી થતો આવ્યો છે કે એવું તે શું હશે કે આપણા બંને નો ભેટો થઈ ગયો???

દર્દીએ જવાબ આપતા કહ્યું સાહેબ એ દિવસે હું હોસ્પિટલના કામથી અમારા એક સંબંધીને જોવા માટે શહેરમાં ગયો હતો. રાત્રિના ખૂબ જ મોડું થઈ ગયું હોવાથી હું એ દિવસે હોસ્પિટલમાં જ રોકાઈ જવાનો હતો પરંતુ ખબર નહીં કેમ મને અડધી રાત્રે વિચાર આવ્યો કે ઘરે પત્ની અને બાળકો એકલા છે તો હું ઘરે જતો રહું ફરી પાછો આવતીકાલે પહોંચી જઈશ. કદાચ ભગવાને જ મને એ વિચાર કરાવ્યો હશે અને રસ્તામાં આ રીતે આપણા બંને નો ભેટો થઈ ગયો.

ડોક્ટર અને દર્દી એકબીજા સામે સ્મિત કર્યું અને દર્દી કેબિનમાંથી બહાર જવા લાગ્યા. બહાર જતી વખતે દર્દીને ડોક્ટર સાહેબ ની કેબિનમાં રાખેલી ભગવાનની તસ્વીર દેખાઈ અને તેને ભગવાનની તસ્વીર સામે હાથ જોડીને કહ્યું કે હે ભગવાન, આજે તમે મારા કર્મોનો પૂરેપૂરો હિસાબ ચૂકતે કરી દીધો એ પણ વ્યાજ સાથે.

આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે આપણે કરેલા કર્મ આપણી પાસે ફરી પાછા આવે જ છે. અને એ પણ વ્યાજ સાથે આવે છે એટલે જેટલું બને તેટલું સારા કર્મો કરવાની કોશિશ કરવી જોઈએ જે નો હિસાબ આપણને વ્યાજ સાથે ભગવાન ચૂકવશે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરી ને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

Read more

છેલ્લા શ્વાસે પિતાએ કર્યો મોટો ખુલાસો, દીકરો સાંભળીને સ્તબ્ધ થઈ ગુસ્સામાં પિતાને કહેવા લાગ્યો...

કિશનના હાથમાં રહેલી લાકડીનો અવાજ સિમેન્ટના રસ્તા પર એકધારો આવતો હતો. તેના પિતા, રતિલાલભાઈ, દરવાજા પાસે ઊભા હતા. તેમણે કિશનનો હાથ પકડવા માટે પોતાનો હાથ

By Just Gujju Things Team

કરિયાણાના છૂટા પૈસા બચાવીને માતાએ દીકરીને આપી ભેટ

શાંતાબેને રસોડાના ડબ્બા પાછળથી પિત્તળની નાની પેટી બહાર કાઢી. તેમના હાથ થોડા ધ્રૂજતા હતા, પણ પકડ મજબૂત હતી. તેમણે રસોડાના ટેબલ પર રહેલી એ જૂની

By Just Gujju Things Team

વરરાજાના મિત્રોએ કરી એવી ભૂલ કે દુલ્હને લગ્ન તોડીને આખા ગામને ચોંકાવી દીધું

આ એક સાચી ઘટના પર આધારિત વાર્તા છે. જોકે તે કાલ્પનિક શૈલીમાં લખવામાં આવી છે અને પાત્રોના નામ બદલવામાં આવ્યા છે. ગામના પાદરમાં આવેલા જૂના મંદિરમા

By Just Gujju Things Team

કિડની વેચીને પુત્રને કરોડપતિ બનાવનાર માતાને ઘરડાઘર? ડાયરીએ ખોલ્યું રહસ્ય!

ભવ્ય મંચ પર અજય શાહ જ્યારે 'વર્ષના સર્વશ્રેષ્ઠ ઉદ્યોગપતિ'નો એવોર્ડ સ્વીકારી રહ્યો હતો, ત્યારે તેની આંખોમાં ગર્વ નહોતો, માત્ર એક

By Just Gujju Things Team