જો ભગવાનને જીવન વિશે ફરિયાદ કરતા હોય તો આ વાંચી લો પછી કોઈ દિવસ ફરિયાદ નહીં કરવી પડે…

મેઘજીભાઈ પથ્થર તોડવાનું કામ કરતા હતા. તેમાંથી જે કઈ મળે, તેમાંથી તેના ઘરનું ગુજરાન ચલાવી રહ્યા હતા. ટૂંકી આવક માં ચલાવતા હતા. જેથી જીવન પ્રત્યે તેને ઘણો અસંતોષ હતો. એક દિવસ પથ્થર તોડતા તોડતા તેમાંથી એક નાનો પથ્થર નીકળો જે બધા પથ્થર થી અલગ હતો.

મેઘજીભાઈ ની નજર પડતા તેને પણ આકર્ષણ થયું અને તેને તે પથ્થર ઉઠાવીને પોતાની પાસે રાખી લીધો, મેઘજીભાઈ ને ખબર નહોતી, પણ તે પથ્થર ચમત્કારી હતો. તે જયારે મજૂરી કામે થી ઘરે આવી રહ્યા હતા.

ત્યારે એક વેપારી ની દુકાન પાસે થી પસાર થઇ રહ્યા હતા ત્યારે વેપારી ની રહેણી કરણી થી અતિ પ્રભાવિત થયા. અને મન માં અને મન માં વિચાર કર્યો હું પણ આવો વેપારી બની જાવ તો કેવી મજા આવે? અને અચાનક તેની ઇરછા પુરી થવા લાગી.

તેની પાસે ધન મકાન દુકાન નોકર ચાકર બધું આવી ગયું, અને પોતે મજૂરી કામ કરવાને બદલે દુકાન પર જવા લાગ્યા, અને ઠાઠ થી રહેવા લાગ્યા. હવે તેને મળેલા પથ્થર ને પોતાની પાસે જ રાખતા, થોડા દિવસ પછી તેની દુકાન પાસે થી એક સેનાપતિ તેના અંગરક્ષકો ની સાથે રુઆબ થી જઈ રહ્યા હતા.

અને તે મેઘજીભાઈ ની દુકાન પાસે થી નીકળ્યા, ત્યારે દરેક દુકાનદાર અને રસ્તા પર ચાલી રહેલા બધા સેનાપતિ ને નમી ને વંદન કરતા હતા. એ જોઈ ને મેઘજીભાઈ ને થયું કે ગમે એટલા મોટા વેપારી કે મોટા માણસો હોય, તો પણ તેને સેનાપતિ ની સામે ઝૂકી ને વંદન કરવા પડે છે.

મારે પણ સેનાપતિ બનવું જોઈએ, તેની પાસે રહેલા પથ્થર ની શક્તિ થી તે સેનાપતિ પણ બની ગયા. હવે પોતે સિંહાસન પર બેસી ને હુકમ ચલાવતા હતા. જનતા તેની સામે જુકી ને જ આવતી જતી હતી. ઉનાળા માં મેઘજીભાઈ ખુલા ફળીયા માં પોતાનું સિંહાસન ગોઠવાવ્યું ને બેઠા હતા.

પણ આકરા તડકા ના હિસાબે તેને ત્યાં થી ઉભા થવું પડ્યું, ત્યારે સૂર્ય ની સામે જોઈ ને વિચાર્યું કે મને પણ અહીંયા થી બેઠા થવા મજબુર કર્યો. આ તો મારા થી પણ તાકાતવર છે. અને પોતે સૂર્ય બનવાનું વિચાર્યું. અને થોડા દિવસ મા સૂર્ય બની ગયા.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel