બુધવારે આખો દેશ ચોધાર આંસુએ રડિયો કારણકે દેશ એટલે તેના નાયકને ગુમાવ્યો છે. CDS bipin rawat એક સાચા યોદ્ધા હતા તેનું આવી રીતે ચાલ્યું જવું કદી ન વિસરાય તેવી ખોટ છે કારણકે કહેવાય છે કે આવા લોકો હજારો વર્ષોમાં કદાચ એક વખત ધરતી પર આવતા હશે.
એ સર્જીકલ સ્ટ્રાઈક જે ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘુસીને કરી હતી શું આપણે પહેલા એવું વિચાર્યું હતું કે આવું પણ કંઈક થશે જ્યારે ભારતીય સેનાએ એવું કરીને બતાવ્યું હતું અને શહીદ ભારતીય સૈનિકોના બદલો લીધો હતો. જણાવી દઈએ કે એ સર્જીકલ સ્ટ્રાઈક બિપિન રાવત ના નેતૃત્વમાં જ કરવામાં આવી હતી.
આવા અનેક કાર્યો તેને કર્યા છે જેને દેશ કદી ભૂલી ન શકે, મ્યાનમારમાં ઘુસીને આતંકવાદીઓને ઢેર કરવા માટે જે સેનાએ સૂર્ય નું કાર્ય કર્યું હતું એ પણ આ હસ્તીના સમયમાં જ કરવામાં આવ્યું હતું. ભારતીય સેનાને આક્રમક તેમજ અત્યાધુનિક બનાવવામાં આ મહાન હસ્તી નું ઘણું યોગદાન હતું અને આ યોગદાન માટે દેશ તેને હંમેશા યાદ રાખશે.