3-4 મિનિટનો સમય હોય તો આ વાંચી લો, જીવન શું છે એ કદાચ સમજાય જશે...

એક દિવસ બે ભાઇઓ ઓફિસથી ઘરે આવ્યા, બંનેની ઓફિસ તો અલગ અલગ હતી પરંતુ તેનો આવવાનો ટાઇમ લગભગ એકસાથે થઈ જતો આથી બંને એક વાહનમાં જતા અને પાછા પણ આવી જતા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

બંને ભાઈઓ આર્થિક રીતે ખૂબ જ સધ્ધર હતા અને તેઓની નોકરી પણ ખૂબ જ સારી હોવાથી તેઓ ખૂબ સારું કમાઈ લેતા. તેઓનો ફ્લેટ ખુબ જ પોશ વિસ્તારમાં હતો. અને તેઓ ના ફ્લેટનું building ૧૦૦ માળ નું હતુ.

આવી અને તરત જ બિલ્ડિંગમાં લિફ્ટ પાસે ગયા અને ધ્યાન પડ્યું તો લિફ્ટ બંધ હતી, આથી તે ફ્લેટ માં બીજી લિફ્ટની પણ જોગવાઇ હતી. એટલે બન્ને ભાઈઓ બીજી લિફ્ટ પાસે ગયા. બીજી લિફ્ટ જોઈ તો તે પણ બંધ હતી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

બન્ને ભાઈઓ ખૂબ જ થાકી ગયા હતા પરંતુ હવે બીજો કોઈ રસ્તો હતો નહીં કારણકે સિક્યુરિટીને પણ પૂછવામાં આવ્યું પરંતુ તેમણે કહ્યું કે હજી લિફ્ટને ચાલુ થવામાં ચાર કલાક જેટલો સમય લાગશે રીપેરીંગ કામ ચાલુ છે.

તેઓનો ફ્લેટ તો ૮૦ માં માળ ઉપર આવેલો હતો પણ હવે બીજો કોઈ વિકલ્પ બચ્યો ન હતો એટલે તેઓ વાતો કરતા કરતા ચડવા લાગ્યા, અને જોતજોતામાં બન્ને ભાઈઓ 20 માળ ચઢી ગયા.

20 માં માળે પહોંચી ને તે ભાઈઓ એ વિચાર્યું કે હવે આપણા ખભા પર આ થેલાઓ લઇને ચઢીએ છીએ એટલે વધારે ભાર લાગે છે આ થેલાઓ તો કાલે પાછા લઈ જવાના છે તો એક કામ કરીએ એ અહિયાં જ છોડી દઈએ.

આથી બંને ભાઈઓએ 20માં માળ પર થેલા છોડીને આગળ વધ્યા, ભાર થોડો હળવો થઈ ગયો હતો એટલે તેઓ વધારે સહેલાઈથી અને ઝડપથી આગળ વધી રહ્યા હતા.

ધીમે ધીમે 40માં માળ પર પહોંચી ગયા પછી થોડો થાક વધુ લાગ્યો અને કંટાળ્યા પણ હતા એટલે વાતો કરતા-કરતા એકબીજા સાથે થોડો ઝઘડો કરવા લાગ્યા, એકબીજા પર એક બીજાના દોષ ના ટોપલા ઢોળતા જાય અને ધીમે ધીમે ઉપર ચઢતા જાય.

60માં માળ પર પહોંચી ગયા પછી સમજાણું કે હવે તો ક્યાં વધારે ચઢવાનું બાકી છે. એક કામ કરો આપણે બંને ખોટા ઝઘડીએ છીએ. હવે તો બસ ખાલી ૨૦ માળ જ ચઢવાના બાકી રહ્યા છે. આથી બન્ને ભાઈઓ ઝગડવાનું બંધ કરીને આગળ વધતા ગયા અને ૮૦ માં માળ પર આવી પહોંચ્યા. એટલે મોટા ભાઇએ નાના ભાઇ ને કહ્યું તે ઘર પર તો કોઈ છે નહીં મને ઘરની ચાવી લાવ.

ઘર પર કોઈ ન હોય ત્યારે ઘરની ચાવી કાયમ નાનો ભાઈ રાખતો. નાનાભાઈ આ કપાળ ઉપર હાથ મૂકીને કહ્યું અને ચાવી તો આપણે ૨૦ મા માળ પર રાખેલા થેલામાં ભૂલી ગયા. એ તો થેલામાં જ રહી ગઈ.

હવે જો આ કાલ્પનિક સ્ટોરીને આપણા વાસ્તવિક જીવન સાથે જોડવામાં આવે તો જીવનમાં પણ અમુક અંશે આવું જ બનતું હોય છે.

પહેલા ૨૦ વર્ષ સુધી આપણે આપણા માતાપિતાની અપેક્ષાઓનો બોજ લઈને ચાલતા જતા હોઇએ છીએ.

20 વર્ષ પછી માતાપિતાની અપેક્ષાઓનો બોજ હળવો થઈ જાય એટલે મુક્ત બનીને જીવન જીવવાની કોશિશ કરીએ છીએ જાણે કે કોઈ રોકનાર જ ન હોય અથવા કોઇ ટોકનાર જ ન હોય.

ચાલીસ વર્ષના થયા પછી આપણને સમજાય છે કે જે મારે કંઈક કરવું હતું એ તો થયો જ નથી એટલે આપણા જીવનમાં અસંતોષની આગ પ્રગટવા લાગે છે, અને ઝઘડાઓ પણ શરૂ થઈ જાય છે.

આમ કરતા કરતા ૬૦ વર્ષ પુરા થઈ જાય પછી આપણે વિચારીએ છીએ કે હવે ક્યાં વધારે પડતું જીવન બચ્યું છે શું કામ ખોટી માથાકૂટ કરવી જોઈએ.

અને જ્યારે 80 વર્ષ પહોંચ્યા ત્યારે સમજાય છે કે આપણે 20માં વર્ષે જોયેલા સપનાઓ તો પૂરા થયા જ નહીં આમ ને આમ આપણું જીવન બસ એમજ પૂરું થઈ ગયું.

યુવાનીમાં જોયેલા સપનાઓને સાર્થક કરવાનો તો સૌથી શ્રેષ્ઠ સમય હોય તો તે યુવાની જ છે કારણકે આપણે જે આપણા ઘડપણમાં જોઈતો હોય તે મેળવવાની શરૂઆત તો આપણે આપણી ઉંમર ૨૦ ની હોય ત્યારથી જ કરી દેવી જોઈએ. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

જો તમે આ લેખ સાથે સહમત હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને કોમેન્ટમાં તમારો પ્રતિભાવ આપશો.

Read more

સોશિયલ મીડિયા પર પરફેક્ટ કપલ લાઈફ બતાવતી પત્નીના હોશ ઉડી ગયા, જ્યારે પતિએ મોકલી ડિવોર્સની નોટિસ

હાઈરાઈઝ ફ્લેટના બારમા માળે રીચા અને સાહિલ રહેતા હતા. બહારની દુનિયા માટે અને ખાસ કરીને સોશિયલ મીડિયાના લાખો ફોલોઅર્સ માટે તેઓ એક આદર્

By Just Gujju Things Team

બેંકમાંથી રીટાયર્ડ થયા પછી સસરા ઘરમાં રોફ જમાવતા, થોડા સમય પછી વહુએ તેના સસરાને...

હરિપ્રસાદ પોતાની પત્ની, દીકરા મનન અને વહુ દ્રષ્ટિ સાથે રહેતા હતા. હરિપ્રસાદ એક સરકારી બેંકમાં ચીફ મેનેજર તરીકે ચાલીસ વર્ષ સુધી નોકરી કરીને હમણા

By Just Gujju Things Team

નણંદ સ્વેતાના આવતા જ ઘરમાં કલેશ શરૂ થઈ જતો, પણ ડાયરીમાં છુપાયેલો રાઝ જોઈ ભાભી...

રીમા અને તેનો પતિ મનન એક સુખી અને સંતોષી જીવન જીવી રહ્યા હતા. મનન એક પ્રાઈવેટ ફર્મમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હતો અને તેનો સ્વભાવ ખૂબ જ સરળ અને

By Just Gujju Things Team

ઓનલાઈન કુકિંગ ક્લાસ ચલાવતી વહુની લાઈવ વીડિયોમાં રેસિપી બગડી, પછી સાસુએ જે કર્યું તે જોઈને…

એક શાંત અને પ્રતિષ્ઠિત વિસ્તારમાં આવેલા સુંદર બંગલામાં ભાનુબેન અને તેમનો પરિવાર રહેતો હતો. ભાનુબેન પોતાના જમાનાના એક ઉત્તમ ગૃહિણી હતા

By Just Gujju Things Team